Author: dhrumit

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, રોકાણ એ વિકાસનું ત્રીજું એન્જિન છે. જેમાં લોકોમાં રોકાણ, અર્થતંત્રમાં રોકાણ અને નવીનતામાં રોકાણનો સમાવેશ થાય છે. લોકોમાં રોકાણ કરવાના ભાગરૂપે, કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 માં સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ હેઠળ પોષક તત્વોના સમર્થન માટે ખર્ચના ધોરણોને વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બાળકો, 1 કરોડ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ તથા મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને પૂર્વોત્તર ક્ષેત્રની આશરે 20 લાખ કિશોરીઓને પોષણક્ષમ સહાય પૂરી પાડે છે. કેન્દ્રીય નાણાં મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપિત કરવાની સુવિધા આપવાની…

Read More

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં આવેલી લીઓ ઇંગ્લિશ સ્કૂલને સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર માટે અમદાવાદ ખાતે પ્રથમ ઈનામ મળ્યું છે. આજના બાળકોના જીવનમાં માતા-પિતા નું જેટલુ મહત્વ હોય છે ને એટલુજ મહત્વ એક બાળકના જીવનમાં શાળા અને શિક્ષક નું હોય છે અને તેજ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતો દાખલો જોવા મળ્યો છે. પ્રાપ્ત કરેલ સિદ્ધિ બાબતે લીઓ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપલશ્રી એ જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા અમે સડક સુરક્ષા, પદચારી-મૈત્રીપૂર્ણ માર્ગો અને વાહનવ્યવહાર વિશે જાગૃતતા ના કાર્યક્રમો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્થાનિક તંત્ર, ટ્રાફિક પોલીસ અને સામાજિક સંગઠનો સાથે મળીને, અમે ટ્રાફિક નિયમો, જવાબદાર ડ્રાઈવિંગ,…

Read More

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ/ગાંધીનગર, આજે 1લી ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદના વિશાળ કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત કુલ ૨,૦૦૦ લોકો દેશનાં આ સૌથી મોટા ક્વીઝ ફૅસ્ટિવલમાં ભાગ લેશે, જે તેને ભારતની સૌથી મોટી STEM ક્વિઝ સ્પર્ધા બનાવે છે. ગુજરાત STEM ક્વિઝ 3.0 માં વિદ્યાર્થીઓ માટે કુલ ₹2 કરોડનું ઈનામ છે. ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) પ્રત્યેના તેમના જુસ્સાની ઉજવણી હશે. આ સમારંભના મુખ્ય અતિથિ શ્રી જગદીશ વિશ્વકર્મા , માનનીય રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી, સહકાર, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્થિર (તમામ સ્વતંત્ર ચાર્જ), સૂક્ષ્મ,…

Read More

(જી.એન.એસ) તા. 30 ગાંધીનગર, “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત”ની દિશામાં કામ કરવું તે અમારી પ્રાથમિકતા રહેશે-મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરિષ્ઠ સનદી અધિકારી શ્રી પંકજ જોષીએ આજે ગાંધીનગર ખાતે પદભાર સંભાળ્યો હતો. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર વય નિવૃત્ત થતાં તેમની પાસેથી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ શ્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ શ્રી જોષીને આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે નવીન જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય સચિવ શ્રી જોષીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એફ.ડી.આઈ ઇન્વેસ્ટમેન્‍ટ સહિત અનેક ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું…

Read More

બ્રિક્સ યુથ કાઉન્સિલ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની મીટિંગ માટે યુવાનોને તૈયાર કરવા ભારતભરમાં 8 કાર્યક્રમનું આયોજન કરાશે (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, ભારત સરકારના યુવા બાબતોના વિભાગ, યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા તારીખ 3 થી 7 માર્ચ 2025 દરમિયાન બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો વિષય “સતત વિકાસ માટે યુવા ઉદ્યોગસાહસિકતા” છે. આ બેઠકમાં બ્રિક્સ દેશોના લગભગ 45 યુવા પ્રતિનિધિઓ ભાગ લેશે. કાર્યકારી જૂથની બેઠકમાં, ભારત બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં નીતિઓ, કાર્યક્રમો અને સહકારની સંભાવનાઓનું આદાનપ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. પ્રતિનિધિઓને યુવા-સંબંધિત કાર્યમાં તેમના અનુભવો શેર કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં સહયોગની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવશે. બ્રિક્સ યુવા…

Read More

(G.N.S) Dt. 31 ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) સાથે જેના પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે કે, તમામ રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે RERA એક્ટ હેઠળ ફોર્મ-૫ (વાર્ષીક ઓડિટ રીપોર્ટ એટલે કે વાર્ષીક પત્રક) ભરવું ફરજીયાત છે પ્રોજેક્ટ્સ માટે ફોર્મ-૫ ભરવામાં કસૂર કરનારા પ્રમોટર્સને માત્ર એક વખત વધારાની તક મળી રહે તે હેતુથી ખાસ કિસ્સામાં, ગુજરેરા દ્વારા આવા પ્રમોટર્સને તમામ બાકી રહેલા ફોર્મ-૫, આગામી તા. ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધીમાં ઓર્ડર નંબર-૧૦૨ થી નિયત થયેલ જોગવાઇ મુજબ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ (VCS-25) હેઠળ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. ઉપરોક્ત જોગવાઈઓ અને સમયમર્યાદાનું પાલન નહી કરે તેવા પ્રમોટર્સ RERA…

Read More

આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે આ બજેટ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલોમાં સુધારા પર ચર્ચા કરવામાં આવશે. આ બજેટ સત્રમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025 ને શનિવારના રોજ મોદી સરકારના 3જા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ બજેટના એક દિવસ પહેલાં સંકેત આપ્યો છે કે આવનારા બજેટમાં શું શું હોઈ શકે છે તે બાબતે જણાવ્યું હતું કે, આ ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ 2047 પર કેન્દ્રિત રહેશે. બજેટ સત્રમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું…

Read More

(જી.એન.એસ) તા. 31 અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે:-  કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય…

Read More

જીવનશૈલીની પસંદગીઓ, કાર્યસ્થળની સંસ્કૃતિ અને પારિવારિક પરિસ્થિતિઓ ઉત્પાદકતા માટે મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર નવરાશનો સમય વિતાવવો અથવા ભાગ્યે જ કસરત કરવી અથવા પરિવારો સાથે પૂરતો સમય ન વિતાવવો એ માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરે છે (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, માનસિક સુખાકારી એ જીવનના પડકારોને નેવિગેટ કરવાની અને ઉત્પાદક રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. માનસિક સુખાકારીમાં આપણી તમામ માનસિક-ભાવનાત્મક, સામાજિક, જ્ઞાનાત્મક અને શારીરિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવવામાં આવ્યું છે કે મનની સંયુક્ત તંદુરસ્તી પણ આને ધ્યાનમાં રાખી શકાય છે. જીવનશૈલી કાર્ય સંસ્કૃતિ અને માનસિક સુખાકારી આર્થિક…

Read More

વ્યાપક જાગૃતિ અભિયાનના માધ્યમથી ‘મિશન લાઈફ’ને વ્યાપક જન આંદોલન બનાવવાની જરૂરિયાતઃ આર્થિક સર્વેક્ષણ 2024-25 આબોહવા પરિવર્તન અનુકૂલન, સ્થિતિસ્થાપકતાની માંગનું નિર્માણ લક્ષિત નીતિગત પગલાં અને પર્યાપ્ત નાણાકીય વિકલ્પો: આર્થિક સર્વેક્ષણ 2024-25 (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, વર્ષ 2047 સુધીમાં ભારતની વિકસિત ભારત બનવાની મહત્ત્વાકાંક્ષા મૂળભૂત રીતે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસનાં વિઝન સાથે જોડાયેલી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણ 2024-25માં આ બાબત પ્રતિબિંબિત થાય છે. સર્વેક્ષણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન ખૂબ જ ઓછું હોવા છતાં, ભારત એવા વિકાસના માર્ગ પર છે. જે માત્ર વાજબી ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ રોજગાર સર્જન, આર્થિક વિકાસ…

Read More