Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
- ઈરાન યુદ્ધ માટે અમેરિકન સૈન્ય ટ્રમ્પ સમક્ષ ત્રણ નવી યોજનાઓ રજૂ કરે તેવી શક્યતા
Author: devarshi
ફરી એકવાર વડોદરાની એક સ્કૂલ આવી વિવાદમાં (જી.એન.એસ) તા. 18 વડોદરા, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી પોદ્દાર સ્કૂલ એક વિવાદમાં ફસાઈ છે જેમાં કેટલાક વાલીઓ દ્વારા સ્કૂલ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લેવામાં આવે છે. મહત્વનું છે કે, સમા વિસ્તારમાં આવેલ પોદ્દાર સ્કૂલના વાલીઓની સાથે વડોદરા વાલી મંડલના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલરો પણ વિરોધમાં જોડાયા હતા. વાલીઓનું કહેવું હતું કે, ત્રણ વર્ષથી સ્કૂલ દ્વારા વધારે ફી લેવામાં આવીર હી છે અને તેની પાછળનું કારણ પણ જણાવાઈ રહ્યું નથી. આ મામલે એક વાલીએ કહ્યું હતું કે, આ બાબતે ડીઈઓ કચેરીમાં ફરિયાદ પણ…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધવિરામનો અંત! (જી.એન.એસ) તા. 18 જેરૂસલેમ, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામનો આખરે અંત આવી ગયો છે. 17 જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયા પછીનો ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ સૌથી મોટો હુમલો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં લગભગ 200 લોકો માર્યા ગયા છે. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, હમાસે યુદ્ધવિરામ લંબાવવાની અમેરિકાની ઓફરને નકારી કાઢ્યા બાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરી છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલ રોકેટ હુમલામાં ઘણા બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. હવાઈ હુમલા પછી, ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું…
(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, શહેરમાં દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં એક થાર ગાડીના ચાલક દ્વારા પુર ઝડેપે ગાડી હંકારી વાહન ચાલકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને અડફેટે તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે દરમિયાન પોલીસ જવાન પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ સમગ્ર મામલે ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, GJ 27 DM 9988 નંબરની થાર ગાડીના ચાલકે આતંક મચાવ્યો હતો. પહેલા તો ગાડીને રસ્તા વચ્ચે ઉભી રાખી હતી અને સિગ્નલ તોડ્યું હતું. જે બાબતે કારચાલક અને પોલીસકર્મી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન…
(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરાઈ)ના અધિકારીઓએ 17 માર્ચ, 2025ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓ સાથે અમદાવાદના પાલડીમાં એક રહેણાંક ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન 87.92 કિલોગ્રામ સોનાની લગડીઓ મળી આવી હતી, જેની કિંમત લગભગ ₹ 80 કરોડ છે. ઉપરોક્ત મોટાભાગની સોનાની લગડીઓ પર વિદેશી માર્ક છે, જે દર્શાવે છે કે તેને ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી હતી. આ તપાસમાં અન્ય કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે જેમાં: (i) હીરાથી જડેલી પેટેક ફિલિપ ઘડિયાળ, જેકબ એન્ડ કંપનીની ઘડિયાળ અને ફ્રેન્ક મુલર…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અભ્યાસ, સાયન્સ, ઈનોવેશન અને અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરવા માટે એમઓયુ થયા
ન્યૂઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર (જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુક્સન ભારતની પાંચ દિવસીય મુલાકાત પર છે ત્યારે તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે, જેમાં ન્યૂઝીલેન્ડ સરકારના કેટલાક મંત્રી અને ઉચ્ચઅધિકારીઓ પણ ભારત આવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાતમાં બંને પીએમ સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ, સાયન્સ, ટેકનોલોજીથી લઈને બંને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ પ્રણાલીમાં સહિયારા સહયોગ સાથે બંને દેશોના વિદ્યાર્થીઓને સારી સુવિધા આપવા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારત – ન્યૂઝીલેન્ડ શિક્ષણ કરારમાં મહત્ત્વના મુદ્દાઓ:- બન્ને દેશો કરાર થયા છે…
અમેરિકાનો જવાબ- ‘અમે ત્યાં ન હોત તો તેઓ જર્મન બોલતા હોત’ (જી.એન.એસ) તા. 18 વોશિંગ્ટન, ફ્રાન્સના એક નેતાએ અમેરિકા પાસે પ્રખ્યાત ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ પરત કરવાની માંગ કરી છે, જે 1886માં ફ્રાન્સ દ્વારા અમેરિકાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ પ્રતિમા ન્યુયોર્ક સિટીમાં હડસન નદીના કાંઠે અમેરિકાના સ્વતંત્રતા અને લોકશાહીના આદર્શોના પ્રતીક તરીકે સ્થાપવામાં આવેલ છે. અમેરિકા દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પરત કરવાની ફ્રેન્ચ રાજનેતાની માંગનો જવાબ આપતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે કહ્યું: “બિલકુલ નહીં. તે ફ્રેન્ચ રાજકારણીને મારી સલાહ તેમને યાદ અપાવવાની રહેશે કે માત્ર અમેરિકાના કારણે જ ફ્રેન્ચ લોકો અત્યારે જર્મન નથી બોલતા. તેઓએ આપણા મહાન…
સિકંદર ફિલ્મનું હજી એક નવું ગીત ‘સિકંદર નાચે’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન અને રશ્મિકા મંદાના સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને બહુ પસંદ આવી રહી છે. બંને સ્ટાર્સે ડાન્સ મૂવ્સ પણ ધાંસુ કર્યા છે. આ ગીતમાં સલમાન ખાનનો સ્વેગ અને ડાન્સ મૂવ્સ ધૂમ મચાવી રહ્યા છે. સલમાન ખાને ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ ગીતનો વીડિયો શેર કરીને કેપ્શન આપ્યું છે સિકંદર નાચે આઉટ. સિકંદર નાચે ગીતમાં રશ્મિકાની એનર્જી અને ગ્રેસ ઉડીને આંખે વળગે છે. સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘સિકંદર’ સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. જ્યારે આર. મુર્ગાદોસે આ ફિલ્મને ડીરેક્ટ કરી છે.…
(જી.એન.એસ) તા. 18 વોશિંગ્ટન, અમેરિકાની સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે ૧૮મી સદીમાં રચાયેલા એલિયન એનિમીઝ એક્ટને હાથમાં લઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વિદેશીઓને દેશ નિકાલ કર્યા છે. તે પૈકી વેનેઝૂએલાના ૨૦૦ ગેન્ગ-મેમ્બર્સને ટ્રમ્પે રવિવારે દેશ નિકાલ કર્યા હતા. આ ૧૮મી સદીના કાયદાનો અમલ કરવા ઉપર ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર ઉપર ૧૪ દિવસનો સ્ટે મુક્યો હતો. પરંતુ જજ તે હુકમ કરે તે પહેલાં તો અમેરિકાનું વિમાન તે ૨૦૦ ગુંડાઓને હાથ-પગમાં બેડીઓ સાથે લઈને રવાના થઈ ગયું હતું. તે અમેરિકાની એરસ્પેસની પણ બહાર…
આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું, કર્યા આકરા શાબ્દિક પ્રહાર (જી.એન.એસ) તા. 18 મુંબઈ, શિવસેના (UBT) નેતા, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે દ્વારા નાગપુર હિંસા મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે. તેમણે હિંસાનો સામનો કરવાની સરકારની રીત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું કે નાગપુર હિંસા પર CMOએ પ્રતિક્રિયા કેમ ન આપી ? સરકાર અને ગૃહ વિભાગને આવી ઘટનાઓ બનતા પહેલા જ તેની માહિતી મળી જાય છે. શું સરકારને આ વાતની ખબર નહોતી…
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નાગપુર હિંસા મુદ્દે નિવેદન (જી.એન.એસ) તા. 18 મુંબઈ, મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી. એવુ લાગી રહ્યું છે કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવાની જરૂર નથી. છાવા ફિલ્મના લીધે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. તેના લીધે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષની લાગણી જોવા મળી છે. તમામને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા અપીલ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે,…
