Author: devarshi

(જી.એન.એસ) તા. 19 હોન્ડુરાસ, હોન્ડુરાસના દરિયાકાંઠે એક વિમાન ક્રેશ થયું હતું જેમાં સવાર બાર લોકોના મોત થયા હતા, તેમાં એક પ્રખ્યાત ગારીફુના સંગીતકાર પણ સામેલ હતા. લાનહાસા એરલાઈન્સનું વિમાન રોટાન ટાપુ પરથી મુખ્ય ભૂમિ શહેર લા સેઇબા માટે ઉડાન ભર્યા બાદ સોમવારે રાત્રે સમુદ્રમાં ક્રેશ થયું હતું. બોર્ડમાં 17 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાંથી પાંચને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પ્લેન સંપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું અને ટક્કર બાદ તરત જ સમુદ્રમાં ડૂબી ગયું હતું. સ્થાનિક માછીમારોએ બચી ગયેલા લોકોને બચાવ્યા હતા. હોન્ડુરાસ સિવિલ એરોનોટિક્સ એજન્સીએ જણાવ્યું હતું કે અકસ્માતની…

Read More

(જી.એન.એસ) તા. 19 જામનગર, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યની પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી કરી છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્ત્વોને ઓળખ કરીને છેલ્લા બે દિવસથી જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે, ત્યારે પોલીસે જામનગરમાંથી 285 અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લામાંથી અસામાજિક તત્ત્વોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં…

Read More

કબર વિવાદ મામલે આરએસએસ નું નિવેદન (જી.એન.એસ) તા. 19 બેંગલુરુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 3 દિવસીય બેઠક 21 થી 23 માર્ચ દરમિયાન કર્ણાટકની રાજધાની બેંગાલુરુમાં શરૂ થવા જઈ રહી છે. 19 માર્ચે, અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરે આ બેઠક અંગે એક પ્રેસ વાર્તા યોજી હતી. આ દરમિયાન, પ્રચાર વડાએ 3 દિવસની બેઠક વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે દેશભરના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે. યુનિયનના અધિકારીઓ અને કાર્યકરો પણ ભાગ લેશે. તેમણે માહિતી આપી કે આ બેઠક 21 માર્ચે સવારે 9 વાગ્યે શરૂ થશે અને 23 તારીખની સાંજ સુધી ચાલુ રહેશે. યુનિયનની રચનામાં આ સૌથી મહત્વપૂર્ણ…

Read More

આમ આદમી પાર્ટી પર વધુ એક મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની પૂર્વ સરકાર (આમ આદમી પાર્ટી)ના રાજમાં પીડબ્લ્યૂડીના મંત્રી રહી ચૂકેલા AAP નેતા સત્યેન્દર જૈન વિરૂદ્ધ રૂ. 571 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ મૂકાયો છે. આ મામલે એસીબી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્હીના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીબી) મધુર વર્માએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 17 (એ) હેઠળ પૂર્વ મંત્રી સત્યેન્દર જૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જૈને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂ. 571 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં સીસીટીવી ઈન્સ્ટોલ કરવામાં વિલંબ…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન ના જુહાપુરા વિસ્તારમાં આવેલ ઘરને તોડી પાડવામાં આવ્યું હતું. કુખ્યાત કાલુ ગરદન દારૂ, જુગારની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલો હતો. આ સિવાય વેજલપુર પોલીસે અન્ય આરોપીઓના ગેરકાયદેસર મકાનોની માહિતી મેળવી છે અને આગામી સમયમાં અન્ય આરોપીઓ સામે પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે અને જાહેરમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતું જો કોઈ નજરે ચઢે છે તો તેની વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.

Read More

(જી.એન.એસ) તા. 19 નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવાર રાત્રે ભડકી ઉઠેલી હિંસાના માસ્ટરમાઈન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે ફહીમ શમીમ ખાનને નાગપુર હિંસાના કેસમાં માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. ફહીમ ખાન, જે માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના નાગપુર શહેર પ્રમુખ છે, તેને 21 માર્ચ, 2025 સુધી પોલીસ કસ્ટડી (Police Custody) માં રાખવામાં આવ્યો છે. આ હિંસાના કેસમાં તેનું નામ પોલીસની FIR માં અન્ય આરોપીઓ સાથે સામેલ કરવામાં આવ્યું છે. ફહીમ ખાન (Fahim Khan) ની રાજકીય પૃષ્ઠભૂમિ પણ નોંધપાત્ર છે, કારણ કે તેણે ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી. જોકે,…

Read More

સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત. (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, વિધાનસભામાં સરદાર કૃષિ જ્યોતિ યોજના વિશે માહિતી આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં રૂ. ૯૧૮.૫૬ લાખ, ભાવનગરમાં રૂ. ૮૯૧.૮૭ લાખ, મોરબીમાં ૯૩૩.૮૮ લાખ, ગાંધીનગરમાં ૯૩૦.૩૦ લાખ અને કચ્છ જિલ્લામાં ૧૨૧૯.૨૯ લાખ એમ કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરવા આવ્યો છે. આ યોજના વિશે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે રાજયમાં ખેડૂતોને ખેતીવાડી ફીડર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ ફીડર મોટે ભાગે ખેતર, ઝાડી અને…

Read More

ઉત્તર પ્રદેશના બહુચર્ચિત દિહુલી સામૂહિક નરસંહાર મામલે કોર્ટે 44 વર્ષ બાદ નિર્ણય સંભળાવ્યો  (જી.એન.એસ) તા. 18 લખનૌ, 44 વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં કોર્ટે બહુચર્ચિત દિહુલી સામૂહિક નરસંહાર મામલે 3 દોષિતોને સજા સંભળાવી છે. આ હિંસામાં 24 દલિત સમુદાયના લોકોની હત્યા કરવામાં આવી હતી. કોર્ટે 24 લોકોની હત્યા મામલે 3 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે અને 50-50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટમાં સજા સાંભળતાની સાથે જ ત્રણેય આરોપીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. આ દરમિયાન કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ સરકારી વકીલ એડવોકેટ રોહિત શુક્લા (ADGC) એ કહ્યું કે આ નિર્ણય ન્યાયનો વિજય છે અને પીડિત પરિવારોને…

Read More

(જી.એન.એસ) તા. 18 નાગપુર, સોમવારે સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા અને બાદમાં હિંસા થઈ હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને 15 લોકોની અટકાયત કરી છે. ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું…

Read More

વાપી પોલીસને 21 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં મળી સફળતા (જી.એન.એસ) તા. 18 વાપી, વર્ષ 2004 માં વાપીના ભીલાડમાં ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં ફરાર થઈ ગયેલ એક આરોપીને ઉત્તર પ્રદેશના કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુવેશમાં ઝડપી લીધો હતો. વર્ષ 2004માં વાપીમાં આવેલ ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી. ત્યારે હવે 21 વર્ષ બાદ ભિલાડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભરત મેણશીભાઇને મળેલી એક બાતમીના આધારે પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.જ્યાં પોલીસે સાધુવેશ ધારણ કરી રહેતા…

Read More