Author: devarshi

(જી.એન.એસ) તા. 22 વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે ટ્રમ્પના નિશાન પર એવા ઇમિગ્રન્ટ્સ પણ છે કે જેઓ માત્ર ગ્રીન કાર્ડ મેળવવા માટેજ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ તેને ફેડરલ ગુનો ગણાવતા કહ્યું કે, આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી દીધી છે. આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે ઘણા કડક પગલાં લીધાં છે, જેમાં એવા ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે યુએસ નાગરિકો સાથે છેતરપિંડીથી લગ્ન કરે છે.…

Read More

મેગા ITI કૂબેરનગર ખાતે ટુ વ્હીલર ઓટો લૅબનું ઉદ્ઘાટન – તાલીમાર્થીઓ માટે તકનીકી શિક્ષણની નવી ઉપલબ્ધિ (જી.એન.એસ) તા. 22 આ પ્રયોગશાળા હોમ ફર્સ્ટ સંસ્થાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ અંતર્ગત એલિક્ષિર ઓર્ગેનાઈઝેશન સાથે ભાગીદારીમાં સ્થાપવામાં આવી છે. આ નવીન લૅબ ટુ વ્હીલર ઓટો રિપેરર ટ્રેડ તેમજ ઓટોમોબાઈલ સેક્ટરના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ માટે મહત્વપૂર્ણ તાલીમ સુવિધાઓ પૂરી પાડશે. આ ઉદ્ઘાટન સમારોહમાં હોમ ફર્સ્ટના પ્રતિનિધિઓ, મેગા ITI કૂબેરનગરના પ્રિન્સિપાલ્સ અને વિવિધ સન્માનનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેઓએ આ પ્રકારની સુવિધાઓ તાલીમાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે અને તેમની તકનીકી કૌશલ્યતાની વૃદ્ધિ માટે મજબૂત પાયાનું કામ કરશે. આ લૅબ અદ્યતન સાધનો અને ટેક્નોલોજીથી સંપૂર્ણ રીતે…

Read More

(જી.એન.એસ) તા. 22 સુરત, સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા મોટા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડીયા વિરુદ્ધ જુદી જુદી બે ફરિયાદો નોંધાઈ. કોર્પોરેટરે એસી ડોમ બનાવનારનુ સ્ટ્રકચર તોડાવી નાખવાની ધમકી આપી ખંડણીની માંગ કરી હતી. કોર્પોરેટર રાજુ મોરડીયાએ ધમકી આપતા કહ્યું કે રૂપિયા આપી દો નહીતર તમારે ત્યાં મહાનગરપાલિકાના દબાણ શાખાને મોકલીને ડિમોલિશન કરાવી દઈશ. કોર્પોરેટરે રુઆબ જમાવતા ચાકુ બતાવીને એક લાખ પડાવ્યા હોવાની ભોગ બનનારે ફરિયાદ કરી. ખંડણીખોર કોર્પોરેટર રાજુ ઉર્ફે રાજેશ રાઘવભાઇ મોરડીયા મૂળ ભાવનગર જિલ્લાના જમણવાવાના વતની છે અને તેમના સાગરીત પંકજ બી. પટેલ નાના વરાછા સુરતના સર્વ મંગલ રોજ હાઉસમાં રહે છે. કોર્પોરેટર રાજુ અને તેમના સાગરીત પંકજ વિરુદ્ધ…

Read More

(જી.એન.એસ) તા. 22 અંજાર, કચ્છના અંજારમાં મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા નીચે બનેલી 7 લાખ રૂપિયાની લૂંટ કેસમાં પોલીસ તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો હતો જેમાં લૂંટ કેસમાં ફરિયાદી આરોપી નીકળ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અંજાર નજીકના મેઘપર બોરીચી પાસે આવેલા રેલવે બ્રિજની નીચે ગઈકાલે બનેલી કથિત 7 લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ખુદ ભોગ બનનાર યુવાન જ આરોપી નીકળ્યો છે. કચ્છના અંજારમાં મેઘપર કુંભારડીમાં વીરેન્દ્ર ઊર્ફે લાલો શામજી કેશરામી શેઠે તેમના ત્યાં કામ કરતાં પ્રવિણ મેર નામના કર્મચારીને બે સેલ્ફ ચેક આપીને 10 લાખની રોકડ લાવવા માટે કહ્યું હતું.…

Read More

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની (જી.એન.એસ) તા. 22 સહારનપુર, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભાજપના એક નેતા દ્વારા પોતાની પત્ની અને ત્રણ બાળકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા બાળકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ભાજપના નેતાની પત્ની ગંભીર રીતે ઘાયલ છે. તેને મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા બાદ પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. જો કે, આ ઘટના બાદ ભાજપ નેતાની પત્નીની પોલીસની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રની વધુ એક મોટી જાહેરાત (જી.એન.એસ) તા. 22 વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ નવી જાહેરાતથી લાખો લોકોના જીવન પર અસર થતી હોવાના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમેરિકા દ્વારા ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકોના આપવામાં આવતા કાયદાકીય સંરક્ષણને રદ કરશે, જો કે, આ નિર્ણયની અસર એવી થશે કે, લગભગ એક મહિનામાં 5,30,000 લોકોએ અમેરિકાને છોડવું પડે તેવી આશંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા પ્રવાસીઓ સામેની કાર્યવાહી ઝડપી બનાવી છે. આ ચાર દેશના અપ્રવાસી ઓક્ટોબર 2022માં ફાઇનાન્શિયલ સ્પોન્સર સાથે અમેરિકામાં આવ્યા હતાં. તેમને અમેરિકામાં રહેવા…

Read More

અમેરિકામાં ફરી એક વખત ગુજરાતી ઉપર ફાયરિંગની ઘટના (જી.એન.એસ) તા. 22 વર્જિનિયા, અમેરિકામાં ફાયરીંગની ઘટનાઓમાં વધારો થયો છે જે ખૂબ ગંભીર બાબતે છે ત્યારે વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી. મોલમાં આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ બંને પિતા-પુત્રી મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની છે. મૃતક પ્રદીપ રતિલાલ…

Read More

(જી.એન.એસ) તા. 22 ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં મધરાતે ભયંકર બોમ્બ વર્ષા કરતાં 85થી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નિપજ્યાં હતા. ઈઝરાયલની સેન દ્વારા હમાસનાં લશ્કરી થાણાઓ ઉપરાંત અનેક ઘરો ઉપર પણ બોમ્બ અને મિસાઇલ વર્ષા કરતાં સમગ્ર ગાઝા શહેર અને ગાઝાપટ્ટીના વિસ્તારો ખંડેર બની ગયા છે. આ પૂર્વે ઈઝરાયલી સેનાએ પેલેસ્ટાઇનીઓને ઉત્તરમાં જતા મેઈન હાઈવેનો ઉપયોગ ન કરવા કડક ચેતવણી આપી હતી, અને કહ્યું હતું કે માત્ર દક્ષિણનો ‘કોસ્ટલ રોડ’ (સમુદ્ર તટનો માર્ગ) તમો વાપરી શકશો. ઉત્તરનો માર્ગ ભૂમધ્ય સમુદ્રના તટ પ્રદેશ પરથી પસાર થાય છે. તે વિસ્તાર અમેરિકા સહિત પશ્ચિમના દેશો માટે સિનાઈપેનિનસ્યુલામાં ઉતરવાનું ફૂટ બોર્ડ છે. તે હમાસનાં કબ્જામાં જાય તે…

Read More

(જી.એન.એસ) તા. 22 ભાવનગર, ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટમાં નડતરરૂપ અને અડચણરૂપ થતાં તમામ દબાણો ને દૂર કરવા મામલે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા 5 દિવસમાં 4100 મીટર ઉપર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે જરૂરી 95%થી વધુ વિસ્તાર પર દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાઈ ક્રિકથી કેનાલનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.

Read More

(જી.એન.એસ) તા. 22 ઇસ્લામાબાદ, પાકિસ્તાન સરકારે ઘણા બધા એવા નિર્ણયો લીધા છે જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે BLA સામે લાચાર થઈ ગયું છે. આ સંદર્ભમાં પાકિસ્તાન સરકારે સમગ્ર બલૂચિસ્તાનમાં રેલ સેવા બંધ કરી દીધી છે. રેલવેને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની મંજુરી ન મળવાના કારણે આવું પગલું ભરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં અગાઉ સિનેમા હોલના સંચાલન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન રેલ્વે હજુ સુધી ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવાની હિંમત દાખવી શકી નથી. રેલવે હજુ પણ સુરક્ષા એજન્સીઓની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, જેના વિના તે ટિકિટ પણ બુક કરી…

Read More