Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
પાક. સૈન્યના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાઝની તૈયારી ચાલતી હતી ત્યારે સૈનિકો મૃતદેહો જ ઉઠાવી ગયા (જી.એન.એસ) તા. 23 બલૂચિસ્તાન, બલોચ આર્મી સામે નિસફ્ળ પાકિસ્તાન સૈન્યે હવે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી રહી કે જેમાં, બલૂચિસ્તાનમાં બીએનએમ અને બીએસએ જેવા સંગઠનો અનેક સ્થળો પર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ધરણાં-દેખાવો કરી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સૈન્યે શનિવારે સવારે મહિલા અને બાળકો સહિત દેખાવકારો પર લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો હતો, જેને પગલે કેટલાક લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, તેની વિગતો મળી શકી નથી. વધુમાં પાકિસ્તાની સૈન્યે બલોચ આંદોલનનો ચહેરો ડૉ. મહરંગ બલોચ સહિત સેંકડો લોકોની ધરપકડ કરી હતી.…
(જી.એન.એસ) તા. 23 લા’ક્રુએસ, અમેરિકાનાં દક્ષિણનાં રાજ્ય ન્યૂ મેક્સિકોનાં લા’ક્રુએસ શહેરનાં યંગપાર્કમાં રતન સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને લાસ ક્રુસેસની ત્રણ સ્થાનિક હોસ્પિટલો અને અલ પાસોની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (પ્રાદેશિક ટ્રોમા સેન્ટર)માં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મેમોરિયલ મેડિકલ સેન્ટરના પ્રવક્તા એન્ડ્ર્યુ કમિન્સના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી છને એમ્બ્યુલન્સ અને ખાનગી કાર દ્વારા લાસ ક્રુસેસના મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી પાંચને અલ પાસો લઈ જવામાં આવ્યા હતા. ફાયરીંગની આ ઘટના…
(જી.એન.એસ) તા. 23 કેલિફોર્નિયા, ભારતીય મૂળની એક મહિલા પર તેના દીકરાનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી 48 વર્ષીય મહિલાનું નામ સરિતા રામારાજુ છે. જેણે પહેલા તો ડિઝ્નીલેન્ડમાં દીકરાને ફેરવ્યો હતો અને પછી દીકરાની ક્રૂરતાપૂર્વક ગળું કાપી નાખી હત્યા કરી દીધાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાબતે કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું હતું કે જો ભારતીય મૂળની આ મહિલા તમામ આરોપોમાં દોષીત ઠરશે તો તેને મહત્તમ 26 વર્ષની કારાવાસની સજા થશે. ઉલ્લેખનીય છે કે આ મહિલાએ 2018માં પતિ જોડે છૂટાછેડા લઈ લીધા હતા અને દીકરા સાથે એક મોટેલમાં રહેતી હતી. આ સમગ્ર…
(જી.એન.એસ) તા. 23 ખેડા, રાજ્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા નજીક એક પેપર ફેક્ટરીમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. અહીં પર પેપર બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ભીષણ આગથી ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને ફાયર વિભાગની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે. ખેડા જીલ્લાનાં વરસોલા પાસે આવેલ શ્રી નારાયણ પેપરમીલનાં ખુલ્લા કંપાઉન્ડમાં પડેલ પેપરનાં રો મટીરીલસમાં…
જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભયંકર માર્ગ અકસ્માત (જી.એન.એસ) તા. 23 ગાંદરબલ, જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તાર નજીક એક ભયંકર માર્ગ અકસ્માતમાં પર્યટકોને લઈને જઈ રહેલી એક ગાડી ઊંડી ખીણમાં ખબકટ ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ટોયોટા કંપનીની ઇટિઓસ ગાડી બસ સાથે અથડાતાં આ ભયાનક અકસ્માત થયો હતો. આ દરમિયાન બસે કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે બસ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ પ્રવાસીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 14 લોકો ઘાયલ થયા હતાં. જેમને તાત્કાલિક નજીકની…
(જી.એન.એસ) તા. 23 દક્ષિણ કોરિયાના જંગલોમાં 20 થી વધુ સ્થળોએ ભયંકર આગ લાગી છે, જેમાંથી દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાયેલી આગને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ભીષણ આગમાં ચાર ફાયરમેનના મોત થયા છે. દક્ષિણ કોરિયાના જંગલોમાં આગની જ્વાળાઓનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડે છે કે લાગેલી આગની સ્થિતિ ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સમગ્ર જંગલ આગની જ્વાળાઓથી ઘેરાયેલું છે. જ્યારે 1500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત હેલિકોપ્ટરનો પણ સહારો લેવા છે. આગ પર કાબુ મેળવવા માટે 30 હેલિકોપ્ટર તેમજ ફાયર…
બિહારમાં પોલીસ અને બદમાશો વચ્ચે ભયંકર અથડામણ એન્કાઉન્ટરમાં મોત થયેલ ગુનેગાર ચુનમુન ઝા પૂર્ણિયા અને તનિષ્કના શોરૂમમાં થયેલી લૂંટમાં હતો સામેલ (જી.એન.એસ) તા. 22 પટણા, બિહારના અરરિયામાં ફરી એકવાર પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી જેમાં STFએ એન્કાઉન્ટરમાં એક ગુનેગારને ઠાર માર્યો છે. માર્યા ગયેલા ગુનેગારનું નામ ચુનમુન ઝા છે. નરપતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. એવું કહેવાય છે કે પટના એસટીએફ અને સ્થાનિક પોલીસ સ્ટેશને થલ્હા નહેર પાસે ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. આ સમગ્ર મામલે સૂત્રો થકી મળતી માહિતી અનુસાર, શુક્રવારે મોડી રાત્રે અરરિયાના નરપતગંજ…
ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી થી મોટી જાનહાની ટળી (જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સવારના સમયે એક જૂતાના શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના સમાચાર મળતાની સાથેજ તાત્કાલિક ધોરણે દિલ્હી ફાયર સર્વિસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો જેમાં ઘણી મહેનત બાદ તેઓ સફળ રહ્યા હતા. આ આગ ની ઘટના બાબતે દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, આગ લાગવાની સૂચના સવારે 11:17 વાગ્યે મળી હતી. શોરૂમમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ બહાર નીકળતી જોવા મળી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર…
1000 કુંડીય યજ્ઞ કાર્યક્રમમાં હંગામો મચી ગયો હતો જ્યારે વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ (જી.એન.એસ) તા. 22 કુરુક્ષેત્ર, હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે કેશવ પાર્કમાં ચાલી રહેલા 1000 કુંડી યજ્ઞ વચ્ચે બબાલ થઈ હતી જેમાં યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિ ઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા કેટલાક યુવાનોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી, જેના પછી વિવાદ થયો હતો. આ ઝઘડા દરમિયાન મહાયજ્ઞના…
આપણે એક જોઈન્ટ એક્શન કમિટી (JAC) બનાવવી જોઈએ. આનાથી લોકોમાં જાગૃતિ આવશે અને આપણો સંદેશ કેન્દ્ર સુધી પહોંચશે: એમકે સ્ટાલિન (જી.એન.એસ) તા. 22 ચેન્નાઈ, રાજ્યોમાં લોકસભા બેઠકોના સીમાંકન અંગે શનિવારે તમિલનાડુ ના ચેન્નાઈમાં 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને બોલાવી હતી, જેમાં 5 રાજ્યોના 14 નેતાઓએ ભાગ લીધો હતો. BJD વડા નવીન પટનાયક અને TMC પણ જોડાયા. આ બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, કેરળના સીએમ પિનરાઈ વિજયન, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, પંજાબના સીએમ ભગવંત માન, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર, તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે. હાજર રહ્યા હતા. ચંદ્રશેખર રાવ, ઓડિશા કોંગ્રેસના…
