Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
(જી.એન.એસ) તા. 24 બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રશિયાએ ફરી એકવાર યુક્રેન પર ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં સાત લોકો માર્યા ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રશિયાએ શનિવારે આખી રાત યુક્રેન પર 100થી વધુ ડ્રોન છોડયા હતા, જેમાંથી યુક્રેને ૯૭ ડ્રોન હવામાં તોડી પાડયા હતા, જ્યારે અન્ય ૨૫ ડ્રોન ટાર્ગેટ સુધી પહોંચ્યા નહોતા અને ખારકીવ, સુમી, ચેરનિહિવ, ઓદેડા, ડોનેટસક પ્રાંતમાં જઇને પડયા હતા. જેમાં પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં સાઇરન વાગ્યા હતા. એક સ્થાનિક નાગરિક ડીમીટ્રો…
આરોપી ફહીમ ખાનના ઘર પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયું (જી.એન.એસ) તા. 24 નાગપુર, ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ફરી વળ્યુ હતું. આરોપીના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેરીને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણને ઉશ્કેરવામાં સામેલ હતો. શમીમ લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના નાગપુર શહેર પ્રમુખ છે. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, કર્ણાટકમાં કોન્ટ્રાક્ટની અંદર 4% મુસ્લિમ અનામતને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ બંધારણની રક્ષા બંધ કરોનો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જુ અને ભાજપ નેતા જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. બંને નેતાઓએ કર્ણાટકના ડેપ્યુટી સીએમ દ્વારા ગૃહમાં આપેલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. ભારતના બંધારણ સંદર્ભે કોંગ્રેસે જે નિવેદનો કર્યા છે, તેના પર જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે, કોંગ્રેસે બાબા સાહેબે બનાવેલ બંધારણના તોડયું નાખ્યું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે દક્ષિણમાં કોંગ્રેસ સરકારે કોન્ટ્રાક્ટમાં ચાર ટકા…
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, શહેરના માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમા એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના સમાચાર નથી. આ ઘટના બાબતે સમાચાર મળતાજ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરવા પહોંચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળતા સમાચાર મુજબ આ દુર્ઘટનામાં 2 વ્યક્તિ દટાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી દુર્ઘટના થવા પાછળના કારણો હજુ સુધી સામે આવ્યા નથી. ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. દુર્ઘટનાને પગલે પોલીસ પણ તેની ટીમ સાથે રવાના થઈ છે. ફસાયેલા બે લોકોને સ્થાનિક અને ફાયર વિભાગ દ્વારા…
(જી.એન.એસ) તા. 24 ટોરોન્ટો/ઑન્ટારિઓ, કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે 28 એપ્રિલ 2025 ના રોજ દેશમાં સ્નેપ ચૂંટણી યોજાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેનેડીયન વડાપ્રધાન ની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય’ ટેરિફના જવાબમાં છે જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની ગઈ છે. આમ તો કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા નહોતી થવાની, પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે. તેમણે…
(જી.એન.એસ) તા. 24 રોમ, 88 વર્ષીય કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને 5 અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમણે હોસ્પિટલની બાલ્કનીમાંથી સમર્થકોનો આભાર માન્યો. ફેફસાના ચેપ લાગવાના કારણે પોપને 14 ફેબ્રુઆરીએ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી પોપ વેટિકન સિટીમાં તેમના ઘર, કાસા સાન્ટા માર્ટા પાછા ફર્યા હતા. શનિવારે, તેમની તબીબી ટીમના વડાએ કહ્યું કે વેટિકન પાછા ફર્યા પછી ફ્રાન્સિસને વધુ બે મહિના આરામની જરૂર પડશે. શનિવારે, પોપના ડોક્ટરોએ કહ્યું કે, સારવાર દરમિયાન બે વખત તેમના જીવને જોખમ હતું, પરંતુ હાલમાં તેમની…
(જી.એન.એસ) તા. 24 લખનૌ/સંભલ, ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી, ત્યારે સંભલ પોલીસે હિંસા ભડકાવવાના આરોપમાં મસ્જિદ કમિટીના મુખ્ય વીકલ ઝહર અલીની આ કેસના સંબંધમાં ધરપકડ કરી લીધી હતી. 24 નવેમ્બર 2025 ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં ભડકેલી હિંસાની પૂછપરછ કરવા માટે જામા મસ્જિદના વકીલ ઝફર અલીને બોલાવ્યો હતો ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલી SITએ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને પૂછપરછ કર્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સંભલની શાહી જામા મસ્જિદનું રંગકામ ગયા 21 માર્ચ, 2025ને શુક્રવારના રોજ પૂર્ણ થયું હતું. આ સપ્તાહની શરૂઆતમાં કોર્ટના આદેશ બાદ આ કામ શરૂ…
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો (જી.એન.એસ) તા. 23 પાલીતાણા, ભાવનગરનાં પાલીતાણામાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાહનનામં ડ્રાઈવરે શારીરિક અડપલાં કર્યા હતા જે બાદ બાળકી જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી ત્યારે ઘટના અંગે માતા પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે જૈન સમાજના આગેવાનોએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી. બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે ખૂબ ડરી ગયેલી હતી અને તેના પિતા દ્વારા આ સમગ્ર મામલે સ્કૂલનાં સંચાલકોને જાણ કરવામાં આવતા સ્કૂલનાં ટ્રસ્ટીઓ દ્વારા મામલો દબાવી દેવા જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે જૈન સમાજનાં આગેવાનો દ્વારા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.…
(જી.એન.એસ) તા. 23 ગોંડલ, ગુજરાતના ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છ, પાટીદાર સમાજના સગીરને માર મારવાના મામલે રાજકોટમાં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોકે, મામલો વકરતા બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. ત્યારે હવે ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ થઈ છે, તેમને કહ્યું હતું કે, ‘કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.’ વધુમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની…
(જી.એન.એસ) તા. 23 ઈઝરાયલી સેનાના સતત હુમલાને કારણે ગાઝામાં તણાવ વધી ગયો છે. મીડિયા સૂત્રો થકી મળી રહેલી માહિતી મુજબ ગાઝાના ખાન યુનિસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના વરિષ્ઠ રાજકીય નેતા સલાહ અલ-બરદાવિલનું મોત થયું છે. ઇઝરાયલ દ્વારા રતન સમયે કરવામાં આવેલ હુમલામાં અલ-બરદાવિલની સાથે તેમની પત્ની અને 19 પેલેસ્ટિનિયનના પણ મોત થયા હતા. આ ઘટના બાદ હવે ઇઝરાયલ અને હમાસ સંઘર્ષ વધે તેવી પૂર્ણ શક્યતાઓ છે. આ મામલે મીડિયાના સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, દક્ષિણ ગાઝાની બે હોસ્પિટલોએ જણાવ્યું હતું કે, રાત્રિના હુમલામાં માર્યા ગયેલા બાળકો અને મહિલાઓ સહિત 17 લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હમાસે જણાવ્યું હતું…
