Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકો (જી.એન.એસ) તા. 28 દુબઈ, ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતી સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકાર, ફેબ્રુઆરીમાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી. યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે કેદીઓને મુક્ત કરવાની વાત કરી હતી. હવે રમઝાનના અંતમાં 1,295 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે 1,518 કેદીઓને માફ કરવાની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકોનો…
(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને એક મોટી રાહત મળી છે જેમાં, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી દીધી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. કલા દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. વિચારોનો આદર કરવો જ જોઇએ. કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ તેમની સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરી દીધી છે. કવિતા સાથે જોડાયેલા આરોપો પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ…
(જી.એન.એસ) તા. 28 ટોરોન્ટો, અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાના નિર્ણયની ટીકા કરતાં કાર્નીએ આ જાહેરાત કરી છે. કાર્નીએ જણાવ્યું કે, ‘અમેરિકા સાથે અમારા સારા સંબંધો હવે પૂરા થયા. અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સેનાના મજબૂત જોડાણ આધારિત અમારા અમેરિકા સાથેના જૂના સંબંધો હવે સમાપ્ત થયા છે. ટ્રમ્પનો કાર ટેરિફ અન્યાયી છે. તેઓએ બંને દેશો વચ્ચેના ઉમદા વેપાર કરારો તોડ્યા છે.’ આ…
(જી.એન.એસ) તા. 27 રાયગઢ, મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ડ્રગ્સ લેબનો ભાંડો ફોડ્યો છે. એનસીબીના અધિકારીઓ દ્વારા દરોડો પાડી બે લોકો પાસેથી 46.8 કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી કિંમત આશરે રૂપિયા 50 કરોડ આંકવામાં આવી છે. આ મામલે એનસીબી ના કહેવા પ્રમાણે, તેમની ટીમે ભાંડુપ વિસ્તારના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે શોધખોળ હાથ ધરતા મકાનમાં એક પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી જથ્થો જોવા મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવતા તે જથ્થો મેફેડ્રોન હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે 46.8 કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું…
(જી.એન.એસ) તા. 27 અયોધ્યા, આ વર્ષે 6 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામને સૂર્ય તિલક થશે, આ રામ નવમીથી સતત 20 વર્ષ સુધી સૂર્યના કિરણો રામ જન્મોત્સવ પર રામ લલ્લાનો અભિષેક કરશે. મંદિરના શિખર પરથી સૂર્ય કિરણો ગર્ભગૃહમાં લાવવામાં આવશે. આ માટે ખાસ પ્રકારના અરીસાઓ અને લેન્સ લગાવવામાં આવી રહ્યા છે. રૂરકીના વૈજ્ઞાનિકોની ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે અને સૂર્ય તિલક માટે સાધનો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. વૈજ્ઞાનિકોના મતે આગામી 19 વર્ષ સુધી સૂર્ય તિલકનો સમયગાળો દર વર્ષે વધશે. આ પ્રસંગ માટે વૈજ્ઞાનિકોની ટીમે આ માટે એક પ્રોગ્રામ વિકસાવ્યો છે અને તેને કમ્પ્યુટરમાં ફીડ કર્યો છે. આ વખતે રામ…
15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ (જી.એન.એસ) તા. 27 ભરૂચ, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જીઆઈડીસીમાં આવેલી એક સ્ટીલ ફેબ ઈક્યુમેન્ટ નામની કંપનીમાં આ 8 આરોપીઓએ ભેગા મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને 15 દિવસમાં 3 વખત સતત ચોરી કરી હતી. આ દરમિયાન આરોપીઓએ ઘણા માલસામાનની ચોરી કરી હતી. આ તમામ આઠ આરોપીઓએ ભેગા મળીને એસ.એસનો 3.92 લાખ રૂપિયાના કૂલ સામાનની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આજે તેમાં પોલીસને સફળતા મળી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે…
જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે દિવસમાં ત્રણ વખત પાણી છંટકાવ કરવામાં આવશે (જી.એન.એસ) તા. 27 જામનગર, જામનગર મહાનગર પાલિકા દ્વારા લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓ આવેલા છે જેમને કાળઝાળ ગરમીની ઋતુમાં રાહત મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને પ્રતિદિન દિવસમાં ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથે ના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓ આવેલા છે. ખાસ કરીને બજરીગર, લવબર્ડ, કાકાટીલ, બતક, પોપટ સહિતના નાની મોટી અનેક પ્રજાતિના ડોમેસ્ટિક સહિતના પક્ષીઓને રાખવામાં આવ્યા છે, અને પ્રજાજનો…
(જી.એન.એસ) તા. 27 લખનૌ, ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોમાં પણ મોટો ચર્ચાનો વિષય બન્યો હતો, એક મહિલાને તેના પતિ દ્વારા પોતાના બે બાળકોની જવાબદારી લઈને પત્નીને પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા છે. પહેલા પતિએ પોતાની પત્ની સાથે કોર્ટમાં નોટરી કરાવી અને ત્યાર બાદ એક મંદિરમાં જઈને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા હતા. આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પતિએ કહ્યું કે, સારુ, તુ ખુશ રહેજે. હું તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવી આપુ…
(જી.એન.એસ) તા. 27 દુબઈ, દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ ‘હિન્દ’ રાખ્યું છે. આ પહેલા શાહી દંપતીને બે દીકરા અને એક દીકરી પણ છે. હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સ છે. આ સાથે જ તેઓ સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પણ છે. આ બાબતે મીડિયા અહેવાલ પ્રમાણે શેખ હમદાને પોતાની માતા શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના સન્માનમાં પોતાની દીકરીનું…
(જી.એન.એસ) તા. 27 ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય કટોકટી ના સમાચાર આવ્યા છે જેમાં, પાકિસ્તાની સેનાના જૂનિયર અધિકારીઓએ સેના પ્રમુખ મુનીર વિરૂદ્ધ સામે બળવો કર્યો છે. તેમણે ખુલ્લેઆમ રાજીનામાની માગ કરી દીધી છે. અધિકારીઓએ અસીમ મુનીરને ચેતવણી આપી દીધી છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ રાજીનામું આપી દે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે. પોતાના દ્વારા જ બળવાથી મુનીર મહામુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, જૂનિયર અધિકારીઓએ એક પત્ર લખીને રાજીનામાની માગ કરી છે. મુનીર પર સેનાને રાજનીતિક પ્રતાડના અને વ્યક્તિગત બદલામાં ફેરવવાનો આરોપ લગાવાયો. કથિત રીતે કર્નલ, મેજર, કેપ્ટન અને જવાનોએ લખેલા…
