Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
(જી.એન.એસ) તા. 26 મુંબઈ, હવે એટીએમમાંથી વધુ પડતી રોકડ ઉપાડનારા લોકો માટે આંચકા સ્વરૂપ સમાચાર છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેના લીધે હવે એટીએમમાંથી ઉપાડ મોંઘો થશે. નવા ચાર્જ 1 મે, 2025થી લાગુ થશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 1 મેથી બદલાતા નિયમો હેઠળ હોમ બેન્ક નેટવર્કની બહારના કોઈ એટીએમ મશીનમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. અર્થાત પોતાની બેન્ક સિવાય અન્ય બેન્કના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચેક કરવા પર વધુ ચાર્જ આપવો પડશે. હાલ પણ હોમ બેન્ક નેટવર્કની બહાર એટીએમનો ઉપયોગ કરવા પર ચાર્જ લાગુ છે. આ ચાર્જમાં વધારો નેશનલ પેમેન્ટ કમિશન…
(જી.એન.એસ) તા. 26 આણંદ/અમદાવાદ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપતા લિવર અને કિડનીનું દાન મળ્યું છે. આ સમગ્ર મુદ્દે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પણ હાલ આણંદના મફતપુરા ખાતે રહીને કલરકામની મજુરીથી પરિવારનું ગુજરાન ચલાવતા મુલાયમ યાદવ ૧૯ માર્ચના કરમસદ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માત થયો હતો. ગાય બાઇક સાથે અથડાવવાથી મુલાયમ નીચે પડી ગયો હતો અને માથામાં ઈજા થતાં બેભાન થયો હતો. તેમને તાકીદે કરમસદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સીટી સ્કેન બાદ…
(જી.એન.એસ) તા. 26 લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં સંભલ, મથુરા, મુસ્લિમ, બુલડોઝર, વિરોધ અને વકફ સુધારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સાથે વીરોધીઓ પર કટાક્ષ પણ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાઉડસ્પીકર હટાવવાના નિર્ણય પર કહ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ અમે મસ્જિદ પરિસરમાંથી લાઉડસ્પીકરમાંથી આવતા અવાજને નિયંત્રિત કરવાનું કામ કર્યું છે. રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી પર સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને પાઠ ભણાવવામાં આવશે. જેઓ જે ભાષા સમજે છે તેને તે ભાષામાં સમજાવવામાં આવશે. સંભલ પર સીએમએ કહ્યું કે અમે તેનું સત્ય દરેકને બતાવીશું. સંભલમાં 68 તીર્થસ્થળો છે. અમે…
(જી.એન.એસ) તા. 26 લખનૌ/નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું કે ‘એક સગીર છોકરીના સ્તનો પકડીને તેના પાયજામાની દોરી તોડવી એ બળાત્કાર નથી’. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આવો આદેશ લખનારા જજની સંવેદનશીલતા સામે પણ સવાલ ઊઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને એ જાણીને દુઃખ થાય છે કે આ નિર્ણય લખનારાઓમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો છે. આ નિર્ણય તાત્કાલિક નથી લેવાયો પણ ચુકાદો સુરક્ષિત રાખ્યાના ચાર મહિના બાદ સંભળાવાયો છે. અમે સામાન્ય રીતે આ લેવલ પર વિલંબ કરવામાં ખચકાઈએ છીએ પણ પેરા 21, 24 અને 26 માં કરાયેલી વાતો કાયદામાં નથી…
ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ (જી.એન.એસ) તા. 26 તેહરાન, ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ…
(જી.એન.એસ) તા. 26 વોશિંગ્ટન, અમેરિકાની સરકારના અધિકારીઓએ યમનમાં ઈરાનના ટેકેદાર હૂતી ગ્રૂપ પર અમેરિકા દ્વારા હુમલો કરવાના કેટલાક સમય પહેલાં એક મેસેજિંગ ગ્રૂપમાં ભૂલથી યમન સાથેનાં યુદ્ધની યોજના જાહેર કરી હતી. આ વખતે તેમાં એક પત્રકાર પણ હાજર હતા. આ વાતનો ખુલાસો થતા વ્હાઈટ હાઉસમાં કેટલાક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊઠયા છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડેમોક્રેટિક સાંસદોએ માગણી કરી છે. ડેમોક્રેટિક સાંસદોએ આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થઈ જાય તેની આકરી ટીકા કરી કહ્યું હતું કે આ પ્રકારે મહત્ત્વની માહિતી લીક થવી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ કાયદાના ભંગ સમાન છે. સંસદ દ્વારા તપાસ જરૂરી છે. એટલાન્ટિકના મુખ્ય સંપાદક…
(જી.એન.એસ) તા. 26 રાયપુર, મહાદેવ બેટિંગ એપ કેસમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા ધારાસભ્યએ સીબીઆઈનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં કાર્યકર્તાઓએ બધેલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ માહિતી સામે આવી છે. સીબીઆઈની ટીમે પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ભિલાઈ-3 પદુમ નગરમાં, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવનું નિવાસ્થાન સેક્ટર-5માં, IPS અભિષેક…
ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા આ આદેશનો ઉદ્દેશ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું (જી.એન.એસ) તા. 26 વોશિંગ્ટન, અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા એક મહત્ત્વપૂર્ણ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં, મતદારોએ રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણ, જેમ કે, પાસપોર્ટ અનિવાર્યપણે રજૂ કરવો પડશે. તેમજ તમામ બેલેટ પેપર ચૂંટણીના દિવસ સુધી તમામને મળી રહે તેની ખાતરી કરવાની રહેશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ આદેશનો ઉદ્દેશ ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનું છે. આ નવા કાર્યકારી આદેશ હેઠળ બેલેટ્સ પેપર…
(જી.એન.એસ) તા. 26 દક્ષિણ કોરિયામાં જંગલમાં લાગેલી આગની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. દેશના દક્ષિણ વિસ્તારમાં લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. આગના બનાવ બાબતે અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 મૃતકોમાં ચાર ફાયરબ્રિગેડના અને એક સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે. બુધવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આગમાં 200 થી વધુ ઇમારતો રાખ થઈ ગઈ હતી. જ્યારે 27 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ આગને દ.કોરિયાના ઈતિહાસમાં જંગલમાં લાગેલી સૌથી ભીષણ આગ ગણાવવામાં આવી રહી છે. દક્ષિણ કોરિયા સરકારના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે જણાવ્યું હતું કે આગમાં 1,300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ પણ…
(જી.એન.એસ) તા. 25 અમદાવાદ, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટે ગાડી હંકારી અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર આરોપી તથ્થ પટેલ અને તેના પિતા દ્વારા હવે આ કેસમાંથી મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. 19મી જુલાઈ, 2023 ની રાત્રે તેની જગુઆર કાર દ્વારા તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ પહેલા તેને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા. આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલતો જેલમાં…
