Author: devarshi

રાજકીય પક્ષોના હેડક્વાર્ટર્સ, મીડિયા બિલ્ડિંગો, શોપિંગ મોલ સહિત અનેક સ્થળે આગ, 12 થી વધુ પોલીસ ઘાયલ (જી.એન.એસ) તા. 29 કાઠમંડુ, પાડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે નેપાળ સેનાને રસ્તા પર ઉતારવામાં આવી છે.…

Read More

(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર/અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાતાવરણમાં બદલાવ આવવાની આગાહી કરી છે, રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. 31મી માર્ચે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે. પહેલી એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,…

Read More

(જી.એન.એસ) તા. 28 નિકોલસ પુરને આ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝનની સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. તેણે 18 બોલમાં સિક્સર વડે પોતાની ફિફટી પૂરી કરી હતી. બાદમાં, તેણે 27 માર્ચે બીજી વિકેટ માટે મિશેલ માર્શ (52 રન) સાથે 116 રનની ભાગીદારી કરી હતી. આ રીતે, આ T20 મેચમાં લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. આઈપીએલ ની આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો બેટિંગ ઓર્ડર સૌથી ખતરનાક માનવામાં આવે છે, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ બેટિંગ ઓર્ડરને તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાકીની કામગીરી બાદમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે કરી હતી. આ રીતે,…

Read More

મોહાલી કોર્ટે બજિન્દર સિંહને 1  એપ્રિલે સજા સંભળાવશે (જી.એન.એસ) તા. 28 મોહાલી જિલ્લા અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં વર્ષ 2018 ના દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા છે, તેના પર એક મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટ ૧ એપ્રિલે આરોપીને સજા સંભળાવશે. દરમિયાન, કોર્ટના નિર્ણય બાદ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં લઈ લીધો હતો. જો કે થોડા દિવસો પહેલા બજિન્દર સિંહનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે એક મહિલાને થપ્પડ મારતો જોવા મળ્યો હતો. જે બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે બજિન્દર સિંહ વિરુદ્ધ ચુકાદો આપ્યો અને તેમને દોષિત ઠેરવ્યા,જ્યારે આ કેસમાં અન્ય પાંચ…

Read More

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ મોદી સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક મોટો નિર્ણય લીધો. કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું બે ટકા વધારવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં વૃદ્ધિ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત 53 ટકાથી વધી 55 ટકા થશે. અગાઉ જુલાઈ, 2024માં ભથ્થુ 3 ટકા વધારવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ એક જાન્યુઆરી, 2025થી અમલી બનશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શર્સને લાભ મળશે. જેથી જો બેઝિક પગાર રૂ. 50,000 હોય તો…

Read More

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું (જી.એન.એસ) તા. 28 ચંડીગઢ, પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા દ્વારા આવતા મહિને એટલે કે 3 થી 8 એપ્રિલ, 2025 દરમિયાન ડેરા બાબા નાનકથી જલિયાંવાલા બાગ સુધી નશા મુક્તિ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા “યુદ્ધ નશા વિરુદ્ધ” અભિયાનનો એક ભાગ છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ સહયોગ કરી રહી છે. રાજ્યપાલ નશાની સમસ્યા અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્યો, મંત્રીઓ અને અન્ય અધિકારીઓને મળ્યા અને પદયાત્રાનું આયોજન કર્યું. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હવે નશા વિરુદ્ધના અભિયાનમાં રાજ્યપાલનું સમર્થન મળ્યું છે. રાજ્યમાં વધી રહેલા નશાના વ્યસનને જોતા રાજ્યપાલ…

Read More

(જી.એન.એસ) તા. 28 અમરાવતી, આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના કારણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે, રાજ્યમાં આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન (WOAH)એ 28 માર્ચ, 2025 ને શુક્રવારના રોજ આઠ કેસની પુષ્ટી કરી હતી. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસના કારણે છ લાખથી વધુ મરઘીઓના મોત થયા છે. આ મામલે WHAHના રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના અનેક મરઘા ફાર્મમાં વાયરસ ફેલાયો છે, જેના કારણે મરઘા ફાર્માના માલિકોએ તકેદારીના પગલા શરૂ કરી દીધા છે. બર્ડ ફૂલોના વાયરસ H5N1 અત્યંત…

Read More

(જી.એન.એસ) તા. 28 બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાને પોતાની ‘આમિર ખાન ટોકીઝ’ નામની યુ ટયૂબ ચેનલ શરુ કરી છે. તેણે શરુઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન’નાં નિર્માણ વિશેની વાતો ઉપરાંત ‘લાપત્તા લેડીઝ’માં તેના નિષ્ફળ ઓડિશનની વાતો શેર કરી છે. આ ચેનલના ઈન્ટ્રોડક્શન સ્ટુડિયોમાં આમિરે જણાવ્યુ હતું કે, ફિલ્મોની નિર્માણ પ્રક્રિયા પાછળ પણ કેટલીક સ્ટોરીઝ હોય છે. આ સ્ટોરીઝ પોતે કોઈ મધ્યસ્થી વિના સીધા જ દર્શકો સાથે શેર કરવા માગે છે. આથી તેણે આ યુ ટયૂબ ચેનલ ચાલુ કરી છે. તે આ ચેનલ દ્વારા પોતાની ફિલ્મ કારકિર્દીની વાતો જુદા જુદા એન્ગલથી રજૂ કરશે. આમિરે પોતાની સુપરહિટ ફિલ્મ ‘લગાન’નાં ભુજમાં થયેલાં શૂટિંગ વિશેની કેટલીય…

Read More

(જી.એન.એસ) તા. 28 ગ્રેટર નોઇડા, ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હોસ્ટેલમાં એસીમાં થયેલ બ્લાસ્ટના કારણે આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ ઘટના સમયે હોસ્ટેલમાં કેટલીક છોકરીઓ હાજર હતી, જેમણે કોઈક રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જો કે, આગની આ ઘટના દરમિયાન હોસ્ટેલના બીજા માળે બે વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તેમને સીડીની મદદથી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે ઉતરતી વખતે એક વિદ્યાર્થી…

Read More

પ્રધાનમંત્રી નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લેશે અને ડૉ. બી. આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે પ્રધાનમંત્રી બિલાસપુરમાં રૂ. 33,700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, કાર્ય શરૂ કરાવશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે (જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી/નાગપુર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 માર્ચનાં રોજ મહારાષ્ટ્ર અને છત્તિસગઢની મુલાકાત લેશે. તેઓ નાગપુર જશે અને સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ સ્મૃતિ મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ દીક્ષાભૂમિની મુલાકાત લેશે. સવારે લગભગ 10 કલાકે તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને એક જનસભાને સંબોધિત કરશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ નાગપુરમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડમાં યુએવી માટે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને રનવે સુવિધાનું ઉદઘાટન કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી બિલાસપુરનો પ્રવાસ ખેડશે…

Read More