Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
આ કેસમાં ડોગ સ્ક્વોડ દ્વારા આરોપી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી (જી.એન.એસ) તા. 29 અમદાવાદ, શહેરની મણિનગર પોલીસની ટીમ દ્વારા વધુ એક સરાહનીય કામ કરવામાં આવ્યું હતું જેમાં મણિનગર વિસ્તારની ની સર્વોદય સોસાયટીના એક ઘરમાં થયેલ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પડ્યો હતો. આરોપી દ્વારા સર્વોદય સોસાયટી ના એક મકાનમાં પ્રવેશ કરી 13. 96 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોંઘીદાટ કાંડા ઘડિયાળ ની ચોરી કરી હતી. ચોરીની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા આરોપી અર્જુન ચુનારા હોવાની શંકા વ્યક્ત થઇ હતી. જેથી આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા હતા. તે સમયે જ…
(જી.એન.એસ) તા. 29 કઠુઆ, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા પાંચ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ. બધા આતંકવાદી જૈસ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ અથડામણમાં ચાર પોલીસકર્મીઓ પણ શહીદ થયાની પુષ્ટિ થઈ છે. જિલ્લાના સુદૂર વનવિસ્તારમાં પહેલાં થયેલી અથડામણવાળી જગ્યાની નજીક શુક્રવારે ડ્રોન દ્વારા વધુ એક પોલીસકર્મીનો મૃતદેહ જોવા મળ્યો હતો. વધુમાં એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચોથો પોલીસકર્મી પણ શહીદ થયો છે. સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે જણાવ્યું કે બીજા દિવસે પણ ભારે ગોળીબાર અને વિસ્ફોટોના તીવ્ર અવાજ સંભળાતા રહ્યા. પોલીસ, સેના અને…
(જી.એન.એસ) તા. 29 અમરેલી, અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી જઇ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ખૂબ મહેનત બાદ આખરે આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કારખાનામાં કચરાનું રિસાયક્લિંગ કરવામાં આવતું હતું. જાફરાબાદના બાબરકોટ નજીક આવેલા ખાનગી કારખાનામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ…
(જી.એન.એસ) તા. 29 વડોદરા, વડોદરા જિલ્લામાંથી દારૂની હેરાફેરી સહિતની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા વડોદરા ગ્રામ્ય એલસીબી ની સક્રિય કામગીરી નો દાખલો જોવા મળ્યો હતો જેમાં, એલસીબીના પીએસઆઇ અને ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન કોન્સ્ટેબલને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટ્રક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે ભારતમાલા હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બતમીથી મળતો બંધ બોડીનો આઇસર ટ્રક જણાઇ આવતા તેને કોર્ડન કરીને તેને રોકવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાં એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેનું નામ…
(જી.એન.એસ) તા. 29 જયપુર, રાજસ્થાનના જયપુરમાં સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. આ મામલે નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની નિંદા કરી હતી. આ સાથે તેમણે જયપુર પોલીસ કમિશનરને આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, ‘અસામાજિક તત્ત્વો દ્વારા આવી હરકત શ્રદ્ધાળુઓની મજાક છે, જેને સહન કરવામાં આવશે નહીં.’ ઉલ્લેખનીય…
(જી.એન.એસ) તા. 29 ચેન્નાઈ, સાઉથના સુપરસ્ટારઅને તમિલગા વેત્રી કઝગમ પાર્ટી (TVK)ના વડા વિજયને તમિલનાડુ માં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એક મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવી રહ્યા છે ત્યારે શુક્રવારે તેમની પાર્ટીની પહેલી જનરલ કાઉન્સિલ બેઠક દરમિયાન, તેમણે ભાજપ અને ડીએમકે પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તમિલગા વેત્રી કઝગમ (TVK)ના કાર્યકરો સાથેની બેઠક દરમિયાન વિજયે દાવો કર્યો હતો કે એક તરફ DMKનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે, તો બીજી તરફ તેઓ ભાજપ સાથે પણ મૌન સમજૂતી ધરાવે છે. બેઠક આ બેઠક દરમિયાન, વિજયે સીમાંકન, હિન્દી લાદવા, GST સંગ્રહ, મહિલાઓ સામે વધતા ગુનાઓ અને મોદી સરકારની વન નેશન વન ઇલેકશન નીતિ પર…
(જી.એન.એસ) તા. 29 સુકમા, છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળો ને મોટી સફળતા મળી છે જેમાં, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું હતું ત્યારે સામ સામે ફાયરિંગમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો આ ઓપરેશનમાં સામેલ છે. તે વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળ્યા બાદ શુક્રવારે રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.’ ગયા મંગળવારે પણ…
(જી.એન.એસ) તા. 29 અમદાવાદ, અમદાવાદના દાસ્તાન ફાર્મ નજીક પીસીબીની ટીમે દ્વારા રાજસ્થાનથી આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ કરતાં તેમાંથી રૂપિયા 43 લાખની કિંમતની 18,500 બોટલ વિદેશી દારૂ ની પકડાઈ હતી તેને જપ્ત કરીને ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનના એક બુટલેગરે જયપુરથી દારૂ ભરેલા કન્ટેનરને આપીને અસલાલીમાં પાર્કિગમાં અન્ય એક વ્યક્તિને પહોંચતુ કરવા માટે સુચના આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીસીબીની ટીમને આ મામલે એક બાતમી મળી હતી કે દાસ્તાન ચાર રસ્તા સરદાર પટેલ રીંગ રોડ પર દારૂનો મોટો જથ્થો એક કન્ટેનરમાં મોકલવામાં આવી રહ્યો છે. જેના આધારે…
(જી.એન.એસ) તા. 29 બેરૂત, ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો અને ઇઝરાયલી દળોએ જ્યાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું છે. આમાં ઘણા આતંકીઓ માર્યા જવાની પણ આશંકા છે. ઇઝરાયેલ દ્વારા હિઝબુલ્લાહના સૈન્ય મથક પરનો આ હુમલો તાજેતરના કલાકોમાં કરવામાં આવ્યો છે, જેમાં ઇઝરાયેલની વાયુસેનાના ફાઇટર પ્લેન્સે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના મુખ્ય મથક, તેના લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને આતંકવાદીઓને નષ્ટ…
(જી.એન.એસ) તા. 29 કેનબેરા, વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે જાહેરાત કરી હતી કે, 3 મે 2025 ના રોજ ચૂંટણી યોજાશે. ઓસ્ટ્રેલિયામાં હાઉસ-ઓફ- રેપ્રિઝેન્ટેટીવ્સની મુદત ૩ વર્ષની છે. સંસદ ભવનમાં પત્રકારોને સંબોધવા સમગ્ર દેશને પણ કરેલાં સંબોધનમાં તેઓએ રાષ્ટ્ર સમક્ષ રહેલા પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અત્યારે વિશ્વભરમાં અનિશ્ચિતતા વ્યાપી રહી છે, તેણે ઉભા કરેલા પડકારોને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પૂર્વે પેસિફિકને સ્પર્શે છે. પશ્ચિમે હિન્દ મહાસાગરને સ્પર્શે છે. બંને મહાસાગરમાં ચીનની વધતી જતી દાદાગીરી ઉપરાંત વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ ધરાવતું હોવાથી ભારત માટે ઓસ્ટ્રેલિયા અત્યંત…
