Author: devarshi

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો અબ્દુલ રહેમાન (જી.એન.એસ)તા.31 કરાંચી, પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન લશ્કર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરતો હતો. આતંકવાદી હાફિઝના સંબંધી પર થયેલા હુમલાનો સીસીટીવી ફુટેજ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ અબ્દુલ રહમાનની દુકાનમાં સામાન ખરીદવા આવે છે. આ દરમિયાન હુમલાખોર અચાનક બંદૂક નિકાળે છે અને…

Read More

(જી.એન.એસ) તા.30 અમદાવાદ, ગુજરાતમાં વાતાવરણ ડબલ અસર વર્તાઇ રહી છે, રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 03 એપ્રિલ, 2025 સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠાની આગાહી કરી છે. તો બીજી તરફ, આવતીકાલે સોમવારે (31 માર્ચ, 2025) રાજ્યના એક જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે 01 એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાના આગાહી કરી છે. જ્યારે આવતીકાલે 31 માર્ચે પોરબંદર…

Read More

(જી.એન.એસ)તા.30 કુલ્લૂ, હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલ મણિકર્ણ પાસે એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં લેન્ડ સ્લાઇડ થતાં પહાડી રસ્તા પર એક મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા અને છ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિકોની મદદથી આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે ભૂસ્ખલનના કારણે…

Read More

સુરત શહેરમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું  (જી.એન.એસ)તા.30 સુરત, શહેરના અમરોલીથી ઉતરાણ બ્રિજ તરફ આવતા આ યુવક ડ્રગ્સ સાથે પકડાયો છે. પોલીસે આરોપી ડ્રગ્સ પેડલર આસીફ મજીદ શાની ધરપકડ કરી છે. તેની તપાસ કરતા પોલીસને 15.75 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે. આ મામલે સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો છે. આ સાથે જ પોલીસે અમરોલી આવાસના જાકીરને પણ વોન્ડેટ જાહેર કર્યો છે. કાપોદ્રા પોલીસે ડ્રગ્સ પેડલરને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને યુવાધન ખોટી લત કે નશાના માર્ગે…

Read More

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો (જી.એન.એસ)તા.30 ગ્વાલિયર, મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ સરકારને તેની પત્નીથી રક્ષણ માટે અપીલ કરી છે. ગ્વાલિયરના રહેવાસી અમિત કુમાર સેનનો આરોપ છે કે, તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે અને તેમાંના એક સાથે તે લિવ-ઈનમાં રહે છે. જ્યારે, અમિતે આ વાતનો વિરોધ કર્યો ત્યારે પત્નીના બોયફ્રેન્ડે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગ્વાલિયરના મેંહદી સૈયદ વિસ્તારનો રહેવાસીએ ફરિયાદ કરી છે કે, લગ્ન બાદ પણ તેમની પત્નીના અનેક બોયફ્રેન્ડ છે. હાલમાં તે રાહુલ બાથમ નામના વ્યક્તિ સાથે લિવ-ઈનમાં રહે છે અને નાના દીકરાને પણ પોતાની સાથે લઈ ગઈ…

Read More

(જી.એન.એસ) તા.30 કાઠમંડુ, નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. નેપાળ સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા 25 સુરક્ષાકર્મીઓની સંખ્યા ઘટાડી 16 કરી છે. તેમજ જૂના તમામ સુરક્ષાકર્મીઓને બદલી નાખવામાં આવ્યા છે. વધુમાં કાઠમાંડૂ નગર નિગમે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને નુકસાનની ભરપાઈ કરવા નોટિસ પણ મોકલી છે. જેમાં પૂર્વ રાજા પાસે રૂ. 7.93 લાખ નેપાળી રૂપિયા (રૂ. 5 લાખ) ચૂકવવા આદેશ કરાયો છે. આ હિંસામાં બે લોકોના મોત નીપજ્યા હતા.…

Read More

(જી.એન.એસ) તા. 30 મ્યાનમારની ધરા 72 કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે બચાવ કામગીરી યથાવત છે. મ્યાનમારમાં 7.7 અને પછી 7.2 ની તીવ્રતાના એક પછી એક ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મ્યાનમાર પહેલાથી જ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. તે જ સમયે, ભૂકંપ પછી પણ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે થઈ રહી નથી. માળખાગત સુવિધાઓ અને રસ્તાઓને થયેલા નુકસાનને…

Read More

(જી.એન.એસ)તા.30 બીજાપુર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છત્તીસગઢ મુલાકાતના કલાકો પહેલા બીજાપુર જિલ્લામાં 50 નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. જેમાં 14 પર કુલ રૂ. 68 લાખનું ઈનામ હતું. સીઆરપીએફ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરન્ડર કર્યું હતું. સરન્ડર કરનારા નક્સલીઓએ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા જતા મતભેદોને ટાંકીને સરન્ડર કર્યું હોવાનું જણાવ્યું છે. આ મામલે બીજાપુરના વરિષ્ઠ પોલીસ અધિકારી જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે, દેશને નક્સલ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ સુરક્ષા કર્મીઓ ઉગ્ર કાર્યવાહી હાથ…

Read More

(જી.એન.એસ) તા.30 મોસ્કો, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં થવાના કારણે રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. 72 વર્ષીય પુતિન લિમોસિન ગાડીનો જ નિયમિત રૂપે ઉપયોગ કરે છે. તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણાં લોકોને આ ગાડી ભેટમાં આપી છે. હાલમાં જ મરમંસ્કમાં FSO (Federal Protective Service) ના અધિકારીઓ દ્વારા ઔપચારિક ગાર્ડોની તપાસ કરવામાં આી હતી. જોકે આ ઘટના થોડા દિવસ પહેલા યુક્રેનના પ્રમુખ…

Read More

(જી.એન.એસ) તા.30 વોશિંગ્ટન, અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના F-1 વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (DOS) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના F-1 સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, આદેશ છે કે, જો આ વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને તાત્કાલિક પોતાના દેશ નહીં જાય તો તેમને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સાથે કોઈ અન્ય દેશમાં પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે. યુએસ તરફથી આ વલણ વિદેશ મંત્રી માર્કો રુબિયોનીની જાહેરાત બાદ શરૂ…

Read More