Author: devarshi

(જી.એન.એસ) તા.1 રાંચી/સાહિબગંજ, ઝારખંડના સાહિબગંજમાં એક મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાય છે. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમટી પર ઉભી હતી ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર…

Read More

(જી.એન.એસ) તા.1 ટોરોન્ટો, આજથી, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી, કેનેડાભરના કામદારોને ફેડરલ અને પ્રાંતીય લઘુત્તમ વેતનમાં વધારો થતાં તેમના પગારમાં વધારો જોવા મળશે.કેનેડિયન સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફેડરલ લઘુત્તમ વેતન $૧૭.૩૦ થી વધીને $૧૭.૭૫ પ્રતિ કલાક થયું છે – જે ૨.૪% નો વધારો છે. આ તે લોકોને લાગુ પડે છે જેઓ ફેડરલ રીતે નિયંત્રિત ખાનગી ક્ષેત્રોમાં કામ કરે છે, જેમાં બેંકો, પોસ્ટલ અને કુરિયર સેવાઓ, ટેલિકોમ્યુનિકેશન અને હવાઈ, રેલ, માર્ગ અને દરિયાઈ પરિવહનનો સમાવેશ થાય છે. લઘુત્તમ વેતનમાં ફેરફાર કેનેડિયન નાગરિકો તેમજ આ ક્ષેત્રોમાં ઇમિગ્રન્ટ્સને લાગુ પડશે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે કેનેડાના કામચલાઉ વિદેશી કામદારોમાં ભારતીયોનો હિસ્સો…

Read More

સરકારી તંત્ર દ્વારા દ્વારા કરવામાં આવેલ આ કાર્યથી લોકોમાં રાહત (જી.એન.એસ) તા.1 વડોદરા, વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીમાં બે વાર આવેલા ભયાનક પૂર પછી નદીને પહોળી અને ઊંડી કરવાના લેવાયેલા નિર્ણય બાદ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે જેથી લોકોની તકલીફોમ ઘટાડો થાય, જેમાં જેતલપુર બ્રિજ નજીક પરશુરામ ભઠ્ઠા પાસે આવેલા અડધા ઉપરાંત ભીમનાથ તળાવને એના કે એના પૂરી દેવામાં આવ્યું છે. આ તળાવને પુનઃ મૂળ સ્વરૂપે લાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોને ચોમાસા અને વિશ્વામિત્રીમાં પૂરના સમયે વિસ્તારમાં પ્રવેશતા વરસાદી પાણીથી મુક્તિ મળશે. જો કે ગત ચોમાસાના ઓગસ્ટ મહિનામાં બે વખત શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂર ફરી…

Read More

(જી.એન.એસ) તા.1 ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે. સુનિતા વિલિયમ્સ ટૂંક જ સમયમાં ભારત પણ આવશે. તેમણે જણાવ્યું હતું છે, કે ‘ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે જે અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની…

Read More

(જી.એન.એસ) તા. 31 સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરનાં સાયલા-પાળીયાદ હાઈવે પર બપોરના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારતા 10 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ખાનગી શાળાનાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરી જઈ રહ્યા હતા. અકસ્માતમાં 10 થી વધુ બાળકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જાતા હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને બાળકોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલ્યા હતા.

Read More

રાજકોટમાં 2 વર્ષની માસૂમની હત્યાનાં કેસમાં મોટો ખુલાસો (જી.એન.એસ) તા. 31 રાજકોટ, રાજકોટમાં એક કૂવામાંથી એક મહિના પહેલા બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા હવે નવો ખુલાસો સામે આવ્યો છે. બે વર્ષની માસૂમ બાળકીની જનેતા એ જ હત્યા કરી હોવાની હચમચાવે એવી હકીકત સામે આવી છે. બાળકી અંગે પતિને શંકા થતા અને બાળકીને માતાનાં પ્રેમીને આપી દેવાનું કહેતા માતાએ જ માસૂમને કૂવામાં ફેંકી હત્યા નિપજાવી હતી. થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગત 28 ફેબ્રુઆરીનાં રોજ બે વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ મામલે…

Read More

ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કર્યો હતો કાબુ (જી.એન.એસ) તા. 31 અમદાવાદ, શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જે બાદ તાત્કાલીક ફાયર બ્રિગ્રેડને આ બાબતે જાણ કરતા ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ લાગેલ વાહનો પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ ઓઢવ પોલીસને થતા પોલીસકર્મચારીઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ કેવી રીતે લાગી તે બાબતે તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાબતે ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે સાત વાગ્યાની…

Read More

(જી.એન.એસ) તા. 31 વલસાડ, વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર એક ટ્રકે સાઈકલ સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બનવા પામી. ટ્રકની અડફેટે આવતા સાઈકલ સવાર નીચે પટકાયો. અને ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર સાઈકલ ચાલકનું મોત નિપજયું. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રક ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માતની ઘટના બનવા પામી છે. નેશનલ હાઈવે પર બ્રિજ પરથી પસાર થા ટ્રક ચાલકે બેફામપણે વાહન હંકારતા સાઈકલ સવારને અડફેટે લીધો. ઓવરબ્રિજ પર ચઢાણ હોવા છતાં ડ્રાઈવર ફૂલ સ્પીડમાં ટ્રક હંકારી…

Read More

(જી.એન.એસ) તા. 31 કપડવંજ, કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં સવાર 4 પૈકી એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 20 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં થાર કારનો ભુક્કો બોલાયો છે. ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસ (Kapadvanj Police) સ્થળે પહોંચી તપાસ હાથધરી છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાનાં કપડવંજ-નડિયાદ રોડ પરથી પસાર થતી કેનાલ નજીક થાર ગાડી અને એસટી બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી.…

Read More

(જી.એન.એસ) તા. 31 ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે તેને અડીને જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી. આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ગાંધીધામ-ભચાઉ હાઇવે પર મીઠી રોહર નજીક ટીમ્બરના લાકડાના જથ્થામાં ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે.આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર…

Read More