Author: devarshi

(જી.એન.એસ) તા. 2 વોશિંગ્ટન, અમેરિકામાં હવે શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ વરસી હોય તેમ લાગી રહ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર 10,000 લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ (HHS)ની છટણીની યોજનાઓમાં હાઈ-પ્રોફાઈલ ફેડરલ એજન્સીઓ જેમ કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) નો સમાવેશ થાય છે. આ છટણી કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને…

Read More

(જી.એન.એસ) તા. 2 વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે 2 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેરિફ તરત જ અમલમાં આવશે, જ્યારે ઓટો ટેરિફ 3 એપ્રિલના રોજ નિર્ધારિત મુજબ લાગુ કરવામાં આવશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં કેમ કર્યું નહીં અને ભારત પણ કેમ છેક હવે ટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે તેવો સવાલ ટ્રમ્પે કર્યો હતો. બીજીબાજુ વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારત રેસિપ્રોકલ ટેરિફની અર્થતંત્ર પર પડનારી અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ટ્રમ્પે એકદમ ચોખ્ખી વાત…

Read More

(જી.એન.એસ) તા. 2 થરાદ, બનાસકાંઠાના થરાદમાં દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક ગાડી નર્મદા કેનાલમાં પડી હતી. આ ગાડીમાં સવાર કુલ 5 પેસેન્જર્સમાંથી 4નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે પ્રસરી જતા જ સ્થાનિકો સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ થરાદ નગર પાલિકાને આ ગમખ્વાર અકસ્માત વિશે જાણ કરી. જેથી થરાદ નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતની ઘટના મામલે મળતી માહિતી…

Read More

બુકરના ભાઈ અને તેમના સંબંધીઓ સંસદની ગેલેરીમાં બેસીને તેમને સાંભળતા રહ્યા (જી.એન.એસ) તા. 2 વોશિંગ્ટન, ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. આ સાથે તેમણે 1957નો રેકોર્ડ તોડ્યો. બુકરે મંગળવારે 25 કલાક અને પાંચ મિનિટનું મેરેથોન ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેમના નિર્ણયો પર જોરદાર નિશાન સાધ્યું. આ મેરેથોન ભાષણ સાથે, તેમણે સેનેટર સ્ટોર્મ થર્મોન્ડનો 1957માં 24 કલાક અને 18 મિનિટના ભાષણનો રેકોર્ડ તોડ્યો. કોરી બુકરે સોમવારે સાંજે 6:59 વાગ્યે પોતાનું ભાષણ શરૂ કર્યું અને મંગળવારે રાત્રે 8:05 વાગ્યે પૂરું થયું. આ રીતે તેણે સાત દાયકાનો…

Read More

આ બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, આજે (2, એપ્રિલ 2025) ને બુધવારના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. નોંધનીય છે કે અગાઉ વક્ફ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું બાદમાં તેને વિસ્તૃત ચર્ચા માટે JPCમાં મોકલવામાં આવ્યું હતું. JPCમાં પક્ષ અને વિપક્ષના નેતાઓની ચર્ચા બાદ બિલમાં સુધારા…

Read More

ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે થયો મોટો ઘટસ્ફોટ (જી.એન.એસ) તા.1 ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. ત્યારેબાદ 31મી માર્ચે ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા આ માનવ શરીરના અંગોના રહસ્યનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ માનવ અંગો શ્રવણ ચોકડી નજીક રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સ્થળો પરથી મળી આવેલ માનવ શરીરના અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને શ્રવણ ચોકડી પાસે રહેતા સચિન…

Read More

મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા (જી.એન.એસ) તા.1 મોરબી, મોરબીમાં મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા આજે 2 ફુટ ખોલવામાં આવશે. 1300 ક્યુસેકથી તબક્કા વાર 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા છે. મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બાદમાં તબકકાવાર વધારીને 3500 ક્યુસેક પ્રવાહ પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ અપાયું છે. મોરબી તાલુકાના, જોધપર, લીલાપર, ભડીયાદ,…

Read More

(જી.એન.એસ) તા.1 ડીસા, બનાસકાંઠામાં ડીસાના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

Read More

(જી.એન.એસ) તા.1 મુંબઈ, બોલિવૂડમાં હીમેન તરીકે જાણીતા, 89 વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મહારાષ્ટ્રના મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની આંખ પર બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જોઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે. હોસ્પિટલની બહાર પેપ્સે તેમને જોયા તો ખબર-અંતર પૂછવા લાગ્યા. ધર્મેન્દ્રએ કહ્યું ‘હું હજુ ખૂબ સ્ટ્રોન્ગ છું. હજુ ધર્મેન્દ્રમાં ખૂબ તાકાત છે. મારી આંખ આઈ ગ્રાફ્ટ થઈ ગઈ છે. હું મજબૂત છું.’ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખ પર બેનડેજવાળો ફોટો જોતાંજ સોશિયલ મીડિયામાં દેશ અને…

Read More

(જી.એન.એસ) તા.1 નવી દિલ્હી, નાણાકીય વર્ષના પહેલા દિવસે જ 900થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના 2024ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડરના ફકરાં નંબર ૧૬(૨)માં મેન્યુફેક્ચરર્સને હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સના વધારા પ્રમાણે દવાના ભાવમાં વધારો કરવાની છૂટ આપવામાં આવેલી છે. 2023ની હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં…

Read More