Author: devarshi

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો અનુરાગ ઠાકુરના વકફ જમીન હડપ કરવાના આરોપો પર વળતો પ્રહાર  (જી.એન.એસ) તા.3 નવી દિલ્હી, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વક્ફ બિલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર આરોપો લગાવ્યા હતા, જેના પર હવે ખડગેએ વળતો પ્રહાર કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જો મારી પાસે એક ઇંચ પણ વકફ જમીન હોય તો તે સાબિત કરો. તેમણે એમ પણ કહ્યું કે, જો ભાજપના લોકો મને ડરાવીને નમાવવા માંગતા હોય, તો હું તેમને યાદ અપાવી દઉં કે હું તૂટી જઈશ પણ ક્યારેય નમવાનો નથી. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. ઠાકુરે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા…

Read More

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ને વધુ એક મોટો ઝટકો (જી.એન.એસ) તા. 2 રાયપુર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવાયા છે. 6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં 60 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં બધેલનું આવાસ, અમુક અમલદાર અને પોલીસ અધિકારીઓના ઘર સામેલ હતા. આ ઘટનાની એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને પ્રોટેક્શન મની તરીકે મોટી રકમ આપી. જેથી તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક્શન…

Read More

(જી.એન.એસ) તા. 2 દેહરાદુન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાણીવાળી ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 2016માં ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ સાયરા બાનુ ચર્ચામાં આવ્યા હતા. સાયરા બાનુ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુરના રહેવાસી છે. તેમણે ટ્રિપલ તલાક સામે કાનૂની લડાઈ લડી હતી. ટ્રિપલ તલાક અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં હતો. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2016માં કાશીપુરના રહેવાસી સાયરા બાનુએ સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરીને અરજી કરી હતી. સાયરાએ 2002માં અલ્હાબાદના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.સાયરાએ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો…

Read More

13મી મેચ દરમિયાન ખિલાડીને વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું (જી.એન.એસ) તા. 2 હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી20 ની 13મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ 25 વર્ષીય દિગ્વેશને મેચ ફીના 25 ટકા દંડ ભરવા આદેશ આપ્યો છે. તેમજ તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે. પંજાબ કિંગ્સનો બેટર પ્રિયાંશ આર્ય આઉટ થઈ જતાં બોલર દિગ્વેશ લેટર રાઈટિંગ સેલિબ્રેશન કર્યું હતું. જેના લીધે બીસીસીઆઈએ તેના પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે. તેમજ તેને એક…

Read More

(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની પાંચ દિવસની ભારત મુલાકાતનાં ભાગરૂપે નવી દિલ્હીમાં ચિલીનાં સાંસ્કૃતિક, કળા અને વારસા મંત્રી મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી હતી. માનનીય મંત્રીએ વિવિધ ચર્ચાઓનું સંચાલન કર્યું, ખાસ કરીને આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) અંગે, જે 1 થી 4 મે, 2025 દરમિયાન યોજાવાની છે. માનનીય મંત્રીએ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું અને મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડોને ભારતીય શિલ્પો દર્શાવતું એક પેઇન્ટિંગ ભેટમાં આપ્યું. આ બેઠકમાં ચિલીના પ્રતિનિધિમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં ચિલીના દૂતાવાસના ત્રીજા સચિવ શ્રી માર્ટિન ગોર્માઝ, વિદેશ મંત્રાલયના અંડર…

Read More

ચિરાગ પાસવાનના પરિવારમાં મિલકતનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો (જી.એન.એસ) તા. 2 અલૌલી રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ અલૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની ભાભીઓ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ઘરમાંથી ઘરેણાં અને સામાન ફેંકી દેવામાં આવ્યા હતા અને રૂમોને તાળા મારી દેવામાં આવ્યા હતા. પશુપતિ કુમાર પારસના જૂથે આ ઘટનાને ચિરાગ પાસવાન દ્વારા રચવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના પરિવારમાં મિલકત વિવાદનો મામલો સામે આવ્યો છે. જે હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ તેમની બે ભાભીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ…

Read More

(જી.એન.એસ) તા. 2 બૉલીવુડ ના ખ્યાતનામ અભિનેતા ને ભાઈજાન ના નામે પ્રખ્યાત એવા સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ ને રીલીઝ થવાના 4 દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે.દર્શકો સલમાન ખાનની ‘સિકંદર’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ રિલીઝ થયા પછી, દર્શકો ફિલ્મથી નિરાશ થયા હોય તેવું લાગે છે. ઈદના અવસર પર રિલીઝ થયેલી ‘સિકંદર’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ સિકંદરે બોક્સ ઓફિસ પર પણ કંઈ ખાસ કમાણી કરી રહી હોય તેવું લાગતું નથી. ઈદ પછી, ‘સિકંદર’નું કલેક્શન ખૂબ જ ઘટી ગયું છે અને ચોથા દિવસે, ફિલ્મની…

Read More

(જી.એન.એસ) તા. 2 બુલઢાણા, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બસ અને એક બોલેરો વચ્ચે અથડામણ થતાં ઘટનાસ્થળે જ લગભગ 5 જેટલાં લોકોના મોત અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ…

Read More

(જી.એન.એસ) તા. 2 તાઇવાન, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા ફરી એકવાર તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા શી યીના જણાવ્યા અનુસાર, આ લશ્કરી કવાયતમાં નૌકાદળ, વાયુસેના અને રોકેટ ફોર્સ સામેલ હતા અને તેનો હેતુ તાઇવાનની સ્વતંત્રતાને કડક ચેતવણી આપવાનો હતો. હવે ચીનના આ લશ્કરી કવાયત પર તાઇવાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. “ચીનની સ્પષ્ટ લશ્કરી ઉશ્કેરણી માત્ર તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ માટે જોખમી નથી,…

Read More

(જી.એન.એસ) તા. 2 સુરત, સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટો સિક્કો બનાવી દુરૂપયોગ કરવામાં આવતો હતો. આરોપી દિપક પટનાયક આ ખોટા સિક્કાનો ઉપયોગ કરીને આધાર કાર્ડના ફોર્મ અપડેટ કરતો અને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને ટૂંક જ સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપક પટનાયકની ઓફિસમાંથી આધારકાર્ડ અપડેટ કરવાના ફોર્મ અને અન્ય પુરાવા એકત્રિત કરી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના બાબતે સુરતની કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી છે. તેની પાસેથી 29થી વધારે ફોર્મ મળી આવ્યા છે, જેમાં ધારાસભ્યની ખોટી સહી અને ખોટા…

Read More