Author: devarshi

અમેરિકામાં લોકપ્રિય શોર્ટ વિડીયો એપ ટિકટોક પર હાલ પ્રતિબંધ મૂકવામાં નહિ આવે (જી.એન.એસ) તા. 5 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ યુએસમાં TikTokની કામગીરીને 75 દિવસ સુધી ચાલુ રાખવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી રહ્યા છે, જેથી તેમના વહીવટીતંત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને યુએસ માલિકી હેઠળ લાવવા માટે સોદો કરવા માટે વધુ સમય મળે. 170 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે, TikTok યુએસમાં અત્યંત લોકપ્રિય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે તે ઇચ્છે છે કે આ એપ્લિકેશન અમેરિકન વપરાશકર્તાઓ માટે સલામત અને વિશ્વસનીય રહે. ટ્રમ્પે કહ્યું, “અમે એક સોદા પર કામ કરી રહ્યા છીએ જેથી ટિકટોક અમેરિકામાં ચાલુ રહી…

Read More

(જી.એન.એસ) તા. 5 અમેરિકાના જીઓલોજિકલ સર્વે મુજબ, ન્યુ બ્રિટન ટાપુના દરિયાકાંઠે 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તે જ સમયે, ન્યૂ બ્રિટન આઇલેન્ડના દરિયાકાંઠે આવેલા ભૂકંપ બાદ હવે પાપુઆ ન્યૂ ગિની માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, “સુનામીના મોજા એકથી ત્રણ મીટર સુધી ઉછળવાની આશંકા છે. આ સિવાય સોલોમન ટાપુઓ પર પણ સુનામીના નાના મોજા ઉછળવાની સંભાવના છે.” સુનામીની ચેતવણી બાદ જણાવવામાં આવ્યું હતું કે ન્યુ બ્રિટન આઇલેન્ડ પર 6.9ની તીવ્રતાના ભૂકંપના લગભગ 30 મિનિટ બાદ તે જ વિસ્તારમાં ફરીથી બીજો કંપન અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં…

Read More

(જી.એન.એસ) તા. 5 ચેન્નાઈ, આવનાર ટૂંક સમયમાં કે. અન્નામલાઈ તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું પદ છોડશે. કે.અન્નામલાઈએ જણાવ્યું હતું કે, ‘ભાજપમાં પદ માટે નેતાઓ પ્રતિસ્પર્ધા નથી કરતા. અમે સૌ સાથે મળીને આગામી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરીશું. હું પદની રેસમાં નથી.’ અન્નામલાઈએ વધુમાં કહ્યું છે કે હું ઇચ્છું છું કે પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ હોય, પક્ષના વિકાસ માટે અનેક લોકોએ પોતાના જીવ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટી અને AIADMK વચ્ચે ફરી ગઠબંધન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. એવામાં અન્નામલાઈને હટાવીને અન્ય કોઈ નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે. વર્ષ 2023માં…

Read More

વકફ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું (જી.એન.એસ) તા.4 નવી દિલ્હી, વકફ બિલ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હવે વકફ સંશોધન બિલનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વકફ સંશોધન કાયદાને પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, વક્ફ સુધારા બિલ 2025 લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં આ બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા. તો રાજ્યસભામાં વકફ…

Read More

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના (જી.એન.એસ) તા.4 ખંડવા, મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, 6 મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે, જેના કારણે કૂવો કળણ બની ગયો છે. આ સાફ કરવા માટે 8 લોકો નીચે આવ્યા હતા. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે ઝેરી ગેસ બનવાને કારણે આ લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જેના કારણે બધાના મોત થયા. મૃતકોમાં રાકેશ પિતા હરી, વાસુદેવ પિતા આસારામ, અર્જુન પિતા ગોવિંદ,…

Read More

આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાની માનહાનિનો દાવો કરવાની ચીમકી (જી.એન.એસ) તા.૪ રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ દ્વારા આપ ના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, ‘કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.’ આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, ‘આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે… કુંવરજીભાઈ…

Read More

(જી.એન.એસ) તા.૪ નવસારી નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવ પાસે દિવસ દરમ્યાન બાળકો બાળકો ક્રિકેટ રમતા હતા તે દરમિયાન બોલ તળાવના પાણીમાં પડ્યો અને આ બાળક તળાવમાંથી બોલ લેવા ગયો અને પાછો જ ના આવ્યો. બીજા બાળકોને લાગ્યું કે તે મસ્તી કરતો હશે એટલે ધ્યાન ના આપ્યું. ત્યારે વિસ્તારમાં બાળક ગુમ થયાનું સામે આવતા પોલીસ પણ શોધવાની કામગીરીમાં લાગી. બાળકનું નામ ભૌતિક પંકજભાઈ ગૌસ્વામી છે તેવું જાણવા મળ્યું છે.પોલીસે ફાયરબ્રીગેડ ની મદદ દ્વારા તળાવમાં બાળકની શોધખોળ શરુ કરી હતી. ફાયરબ્રિગેડને અને પોલીસે 4 થી 5 કલાક મહેનત કર્યા પછી બાળકનો મૃતદેહ…

Read More

(જી.એન.એસ) તા. 4 ભરૂચ, ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી અંદર આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ અને ભીષણ હતી કે બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલે ભયંકર હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. આ સમાચાર…

Read More

(જી.એન.એસ) તા.4 નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.’ કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલવે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેતા આ પરિયોજનાઓ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિમી સુધી વિસ્તૃત કરશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘રેલવે…

Read More

(જી.એન.એસ) તા. 4 વડોદરા, ભારતીય માનક બ્યૂરો દ્વારા (ISI) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટ મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી., સર્વે નં-1691 બી.12,વડોદરા, સાવલી હાલોલ રોડ, શેરપુર, વડોદરા, ગુજરાત -391520ની ઉપરની તારીખ 03-04-25ના દીને છાપામારી દરમિયાન મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી. પાસે 311 બોક્સ (ISI) માર્ક લગાડ્યા વિનાના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ જપ્ત કરવામાં આવી. ઉપરોક્‍ત યુનિટ પાસ ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું બી આઈ એસ લાયસન્‍સ હોવા છતાં વિના આઈ એસ આઈ માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્‍પાદન કરતા હતા. વિના આઇ એસ આઇ (ISI) માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન થઈ શકે નહી. જેથી ઉરોક્ત યુનિટમાં છાપામારી કરવામાં આવી. વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગના આદેશની સંખ્યા CG-DL-E-08052024-254115 તારીખ 02 મૅ 2024 ફરજિયાત કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ (ગુણવંતા નિયંત્રણ) આદેશ -2024ના અંતર્ગત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડની ઉપર આઇ એસ આઇ (ISI) માર્ક 02-11-2024 પછી ફરિજિયાત કરવા માં આવ્યું છે, અર્થાત કોઈ પણ ઉત્પાદન અથવા વ્યાપારી વગર આઈ એસ આઈ માર્ક ચિહ્નિત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન, વિક્રમ અને સંગ્રહ નથી કરી શકાતું. આ માટે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ,2016ના અનુચ્છેદ 17 કે પ્રતિબંધની કાર્યવાહીની રજૂઆત, તે વર્ષ સુધી ગુનાહીત છે જે અંતર્ગત બે વરસ નો કારાવાસ અથવા ફક્ત 200000/- આર્થિક દંડ અથવા બંનેનો કાનુન છે. ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Read More