Author: devarshi

(જી.એન.એસ) તા.4 ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર’ કહેતા. તેઓ ક્રાંતિ અને ઉપકાર જેવી દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે પ્રખ્યાત હતા. 24 જુલાઈ 1937ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર તમામ કલાકારો માટે પ્રેરણારૂપ હતા. અભિનયની સાથે, મનોજ કુમારે ઘણી દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું, જેમાં “શહીદ” (1965), “ઉપકાર” (1967), “પૂરબ ઔર પશ્ચિમ” (1970),…

Read More

ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં (જી.એન.એસ) તા.4 દહેરાદૂન, આ વખતે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે તેના માટે ઉત્તરાખંડમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ કેદારનાથ ધામ માટે હેલી સેવાઓ શરૂ થાય છે. કેદારનાથ મંદિરના દરવાજા 2 મે 2025 ના રોજ સવારે 7 વાગ્યે ખુલશે. આવી સ્થિતિમાં, આ દિવસથી ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા પણ શરૂ થશે. IRCTC 8 એપ્રિલે હેલિકોપ્ટર ટિકિટના ઓનલાઈન…

Read More

સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ (જી.એન.એસ) તા.4 આરાકાન્સાસ/ઇલિનોય/ઇન્ડિયાના, અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં બધા લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે લગભગ બે લાખ જેટલા ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં ઉડી ગયા, મોટી સંખ્યામાં ગાડીઓને પણ નુકસાન થયું હતું. આરાકાન્સાસ, ઇલિનોય, ઇન્ડિયાના, મિસુરી અને મિસિસિપી પર ડઝનબંધ ટોર્નેડો અને વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસમાં સાઉથ અને મીડ વેસ્ટ ઇલાકામાં ભારે બાર ઇંચ જેટલો વરસાદ થવાની અને પૂરના પાણી ફરી વળવાની આગાહી નેશનલ વેધર…

Read More

(જી.એન.એસ) તા.4 ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે તેના દ્વારા પુત્રીની યોગ્ય કાળજી લેવામાં નથી આવી રહી. હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘શમી અહેમદ કોલકાતા આવે છે. પરંતુ ક્યારેય તેની પુત્રી આયરાને મળવાનો પ્રયાસ કરતો નથી.’ છેલ્લી વાર જ્યારે મોહમ્મદ શમી તેની પુત્રીને મળ્યો હતો. ત્યારે તેણે જસ્ટિસ તીર્થંકર ઘોષના ડરથી આવું કર્યું હતું. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘શમીને ક્યારેય તેની દીકરી માટે કોઈ ચિંતા કે જવાબદારી નહોતી અને હવે પણ નથી.’ પણ સસ્તો સમાજ મને કહે છે કે હું ખોટી છું. શમી અહેમદે ક્યારેય પોતાની દીકરીને મળવાનો, તેને…

Read More

2012થી 2017ની વચ્ચે, કોઈ વંશીય હિંસા ન હોવા છતાં, મણિપુર દર વર્ષે સરેરાશ 212 દિવસ માટે બંધ રહ્યું હતું (જી.એન.એસ) તા.3 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજૂરી માટે લોકસભામાં એક વૈધાનિક ઠરાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ નીચલા ગૃહ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગૃહે મણિપુરમાં થયેલી હિંસામાં પોતાનો જીવ ગુમાવનારાઓ પ્રત્યે આદર, સહાનુભૂતિ અને ઊંડું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આ પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું હતું કે, અનામત સંબંધિત વિવાદ અંગે મણિપુર હાઇકોર્ટના નિર્ણયને કારણે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે વંશીય હિંસાની શરૂઆત થઇ…

Read More

(જી.એન.એસ) તા. 3 ભાવનગર, ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડૉ. સુશીલ ગોપીકાંત ઝાએ અચાનક રાજીનામું ધરી દીધું છે. સુશીલ ઝા સર ટી હોસ્પિટલના એક માત્ર ENT ડોકટર છે. અનેક વિવાદો વચ્ચે રાજીનામું ધરી દેતાં ચકચાર મચી ગઈ છે. ઇન્ચાર્જ ડીન ડૉ. સુશીલ ઝા છેલ્લા 10 દિવસથી રજા પર છે. કોન્ટ્રાકટ બેઝ ડીનના પણ રાજીનામાના આદેશ અપાયા છે. ડૉ. હેમંત મહેતાના રાજીનામાં માટે સરકારે સૂચના આપી છે. કોલેજના ડીન તરીકે હવે ડૉ. અમિત પરમાર ધુરા સંભાળશે. ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન અને એકમાત્ર ENT સર ટી. ડૉ. સુશીલ ઝાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને રાજીનામું આપી દીધું છે. ડૉ. ઝા 10…

Read More

(જી.એન.એસ) તા. 3 જામનગર, જામનગરના સુવરડા ગામની સીમ વિસ્તારમાં રાતના સમયે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. 2318 હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-4, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું. જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એરફોર્સના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન અપાયું હતું, અને તેમના પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.

Read More

રાજકોટ શહેરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો વધુ એક કિસ્સો? (જી.એન.એસ) તા. 3 રાજકોટ, રાજકોટના તુલીપ પાર્ટી પ્લોટ પાસે એક ગાડી અને પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કાર ચાલકે ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતની ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા તુલીપ પાર્ટી પાસે બુધવારે સાંજે પૂરપાટ ઝડપે નીકળેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અજયકુમાર પીપળીયાને…

Read More

BCCI દ્વારા આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરવામાં આવી (જી.એન.એસ) તા.3 હાલ તો સમગ્ર વિશ્વમાં જેની ચર્ચા ચાલી રહી છે તે આઈપીએલ-2025ની મેચ ભારતમાં રમાઈ રહી છે ત્યારે બીસીસીઆઈ દ્વારા આંતરરાષ્ટ્રીય મેચોની તારીખો જાહેર કરી છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ તારીખો મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા પહેલા ઓસ્ટ્રેલિયના પ્રવાસે જશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં મેચ રમશે. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવશે. આ બંને દેશો સાથે ભારતની ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મેચ રમાશે. આ દરમિયાન કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવશે. બંને દેશો…

Read More

(જી.એન.એસ) તા.3 બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી ઐશ્વર્યા તેમના અભિનેતા પતિ અભિષેક બચ્ચન સાથે દીકરી આરાધ્યા ‘કજરા રે’ ગીત પર એક સાથે ડાન્સ કરતાં હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક પારિવારિક મિત્રને ત્યાં લગ્નમાં ગાયં હતાં. ત્યાંની તેમની અનેક તસવીરો તથા વીડિયો વાયરલ થયા છે. એક વાયરલ વીડિયોમાં બંને પતિ પત્ની ‘કજરા રે ‘ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે અને તેમની દીકરી આરાધ્યા પણ તેમની સાથે ડાન્સ કરી રહી છે તેવું દર્શાવાયું છે. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે આરાધ્યાએ તેના મમ્મી, પપ્પા અને દાદાના ઓરિજનલ સોંગ પર ડાન્સ માટે સારી એવી પ્રેક્ટિસ પણ કરી હશે. તેણે આ સોંગના…

Read More