Author: devarshi

(જી.એન.એસ) તા.4 લખનૌ, વક્ફ સુધારા બિલ 2025 લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. બંને ગૃહોમાં વક્ફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા બાદ હવે યોગી સરકારે વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રેવન્યુ રેકોર્ડમાં નોંધ ન હોય તેમજ નિયમો વિરુદ્ધ વક્ફ તરીકે જાહેર કરેલી મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે. આ મિલકતોની ઓળખ બાદ તેની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બાબતે મીડિયા સૂત્રો દ્વારા માહિતી અનુસાર મહેસૂલ વિભાગ મુજબ ઉત્તર પ્રદેશમાં વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલી મોટાભાગની મિલકતોનો કોઈ સત્તાવાર રેકોર્ડ…

Read More

ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ (જી.એન.એસ) તા. 4 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ​​ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં યુએસ શેરબજારમાં નાસ્ડેક 4.78 ટકા ઘટ્યો છે, તેવી જ રીતે S&P 500 પણ 3.97 ટકા ઘટ્યો છે. આ ઉપરાંત ડાઉ જેન્સમાં પણ 3.57 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, તેમ છતાં પણ શેરમાં પણ નોંધપાત્ર…

Read More

(જી.એન.એસ) તા.૪ વડોદરા, વડોદરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ન્યુ વીઆઇપી રોડ વિસ્તારની એક દુકાનમાં મીટીંગ કરી સાસરીયા સાથેના કોર્ટ કેસમાં 50 કરોડ મળવાના છે અને મને મદદ કરનારને ડબલ રકમ ચૂકવીશ તેમ કહી 75 લાખની છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે ફરાર મહિલાને 11 મહિના બાદ ઝડપી પાડી હતી. શહેરના સયાજીપુરામાં રહેતા અને ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવતા કમલેશભાઈ ગુપ્તાએ 11 મહિના પહેલા વારસિયા પોલીસ સ્ટેશનમાં બીના સોની, સુરેશ ઠક્કર અને પ્રવીણ પંચાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દુકાનદારે કહ્યું હતું કે, સુરેશભાઈ અનાજનું ટ્રેડિંગ કરતા હોવાથી મારે પરિચય હતો. તેઓ બીના સોની નામની…

Read More

કેરળમાં વામ લોકતાંત્રિત મોર્ચા (LDF) સરકારને મોટો ઝટકો  (જી.એન.એસ) તા.4 નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વીના ટી પર કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ (CMRL) થી ગેરકાયદેસર આરોપ લાગ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અનુસાર ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ (SFIO) એ કોચ્ચિમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની ચાર્જશીટ રજૂ કરી. SFIO અનુસાર વીના અને તેમની ફર્મ ‘એક્સાલોજિક સોલ્યૂશન્સ’ એ CMRL થી 2.73 કરોડ રૂપિયા લીધા છે. જ્યારે તેના બદલામાં તેમણે…

Read More

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની મોટી જાહેરાત સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને થતી હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત (જી.એન.એસ) તા.4 પણજી, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેની હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત કરી હતી. ગોવામાં નવા કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી પોર્વોરિમમાં મંત્રાલય (સચિવાલય) ખાતે પ્રેસ વાર્તા દરમિયાન સીએમ સાવંતે જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રવેશતા તમામ પ્રવાસી વાહનોની રાજ્ય સરહદે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો તેઓ રસ્તાના કિનારે…

Read More

(જી.એન.એસ) તા. 4 સુરત, વર્ષ 2017 માં દુષ્કર્મના આરોપ મામલે સુરત કોર્ટે જૈન મુનિ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશનાં 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. વર્ષ 2017 માં સ્વામી દ્વારા વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા. જે બાદ એકાંતમાં રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે અઠવા પોલીસ મથકમાં પોલીસે કલમ 376 (1), 376(2)(F) હેઠળ ગુનો નોંધાયો હતો. આ બાબતે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સાથે વર્ષ 2017 માં સુરત…

Read More

(જી.એન.એસ) તા.4 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા માટે હવે ચીને 34 ટકા ટેરિફની સાથે નિકાસ પર નિયંત્રણની પણ જાહેરાત કરી છે. ચીન અમેરિકાને અત્યાર સુધી દુર્લભ ધાતુ જેવી કે સમારિયમ, ગેડોલીનીયમ, ટેરબિયમ આપતું હતું. જોકે ચોથી એપ્રિલથી આ તમામ દુર્લભ ધાતુની નિકાસ પર નિયંત્રણ કરવામાં આવશે. ચીન દ્વારા અમેરિકાની પ્રોડક્ટ્સ…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સરકારી કર્મચારીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો (જી.એન.એસ) તા.4 વશિંટોન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવાનો આદેશ આપ્યો છે. જો કે, આ આદેશ ચીનની બહાર તહેનાત અમેરિકન કર્મચારીઓ પર લાગુ પડશે નહીં. જે લોકો અગાઉથી જ ચીની નાગરિકો સાથે સંબંધો ધરાવતાં હોય તેમણે આ પ્રતિબંધમાંથી છૂટ મેળવવા માટે અરજી કરવી પડશે. સરકારી આદેશ અનુસાર અમેરિકન સરકારી…

Read More

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ બંને નેતાઓની પ્રથમ મુલાકાત (જી.એન.એસ) તા.4 બેંગકોક, થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ત્યાં સુધી કે, સીમા પર ઘુસણખોરોની હરકત પણ વધવા લાગી છે. વળી, આ દરમિયાન મોહમ્મદ યુનુસ સામે પણ દેશની અંદરથી અવાજ ઊભા થઈ રહ્યા છે. લોકો જલ્દી બાંગ્લાદેશમાં…

Read More

બેંગકોકમાં યોજાઈ રહેલ BIMSTEC સમિટમાં ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લીધો અમે BIMSTECને સામૂહિક રીતે સક્રિય કરીશું અને અમારા યુવાનો તેનું નેતૃત્વ કરશે: પીએમ મોદી (જી.એન.એસ) તા.4 બેંગકોક, થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ યોજાઈ રહી છે જેમાં ભારત સહિત 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ BIMSTECને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે તેને પ્રાદેશિક સહયોગ માટે એક મજબૂત પ્લેટફોર્મ બનાવવા માટે ઘણાં નક્કર પગલાં લીધાં છે. બેંગકોકમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 મુદ્દાની એક્શન પ્લાનનો ઉલ્લેખ કર્યો છે. ખૂબ મહત્વનું છે કે, BIMSTEC સમિટમાં PM મોદીએ કહ્યું હતું કે, અમે BIMSTECને સામૂહિક રીતે…

Read More