Author: devarshi

(જી.એન.એસ)તા 6 સુરત ગુજરાતના સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો ધરાવતું કારખાનું ઝડપાયું છે.આ કારખાનું સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં આવેલુ છે.બાતમી ના આધારે LCB(Local Crime Branch) ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો ચાઈનીઝ દોરી નો માલ જપ્ત કર્યો છે. .ભારત માં ચાઈનીજ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર તેનું વેચાણ થતું જોવા મળે છે. હાલ માં આ કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે. અને આ ધંધા માં કેટલા લોકો જોડાયેલા છે અને બીજી કેટલી જગ્યા એ આ પ્રકાર ના કારખાના અથવા ચાઇનીઝ દોરી નું વેચાણ તથા આની બનાવટ કરવામાં માં આવે છે તે માટે…

Read More

(જી.એન.એસ) તા. 6 મુંબઈ, આ મહિને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે, એવા સમાચાર આવ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં અમુક મહત્ત્વના ફેરફારો થઈ શકે છે, જેમાંનો એક શ્રેયસ અય્યરનું પુનરાગમન પણ છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન અય્યરને ગયા વર્ષે એકથી વધુ વિવાદોને કારણે યાદીમાંથી બહાર કરાયો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સહિતની ટુર્નામેન્ટ્સમાં તેનું વર્તમાન ફોર્મ જોતા તેનો પુનઃપ્રવેશ અપેક્ષિત છે. BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એ વાર્ષિક રિટેનરશિપ સિસ્ટમ છે, જેમાં ભારતના વરિષ્ઠ પુરુષ ક્રિકેટરોને તેમના પ્રદર્શન અને યોગદાનના આધારે વર્ગીકૃત કરાય છે અને તે પ્રમાણે રકમ અપાય છે. આ સિસ્ટમમાં ખેલાડીઓને ચાર જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે-…

Read More

(જી.એન.એસ) તા. 6 ઑન્ટારિઓ, કેનેડાના ઑન્ટારિઓમાં સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારનો યુવાન ઉપર શુક્રવારે પડોશી યુવાને હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું તે દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પાડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશીશ કરી હતી. પત્નીને બચાવવા જવા જતાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરા-ઉપરી બે ઘા ઝીંકાતા તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો. આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા નોંગણવદર ગામના વતની અને સુરતમાં મોટાવરાછા વિસ્તારમાં આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતા વલ્લભભાઈ કથીરીયાનો પુત્ર ધર્મેશ પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે સુરતથી કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ…

Read More

(જી.એન.એસ) તા. 6 ઈઝરાયલે હવે બ્રિટન સામે જ કડક વલણ અપનાવ્યું છે જેમાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા અમારા બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરવી અને તેમને દેશમાં પ્રવેશતા રોકવા એ અસ્વીકાર્ય અને ગંભીર ચિંતાનો વિષય છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટીના બે સાંસદ યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદ લંડનથી ઈઝરાયલ જવા રવાના થયા હતા પણ તેમણે ઈઝરાયલી અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધા…

Read More

કેવી રીતે વેવ્સ એનિમે અને મંગા હરીફાઈ પ્રતિભાને ટ્રાયમ્ફમાં પરિવર્તિત કરી રહી છે (જી.એન.એસ) તા. 6 રેશમ તલવાર હંમેશા અવાજની શક્તિમાં વિશ્વાસ રાખતી હતી. એક દૃષ્ટિહીન કલાકાર તરીકે, તે જાણતી હતી કે તેના અવાજમાં માત્ર શબ્દો કરતાં ઘણું વધારે હતું, તેમાં લાગણી, અભિવ્યક્તિ અને પાત્રોને જીવંત કરવાની ક્ષમતા હતી. તેણે પોતાની વિકલાંગતાને તેની વ્યાખ્યા કરવા દીધી નહીં. તેના બદલે, તેણે વોઇસ એક્ટિંગની અત્યંત સ્પર્ધાત્મક દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું. દિલ્હીમાં વેવ્સ એનિમે એન્ડ મંગા કોન્ટેસ્ટ (WAM!)માં વોઇસ એક્ટિંગ કેટેગરી જીતવાથી તેની સફરમાં વધારો થયો અને સાબિત થયું કે તેની કલાત્મકતા કોઈ પણ અવરોધને તોડી શકે છે. રેડિયો જોકી, વોઇસ-ઓવર અને ઓડિયો એડિટિંગમાં રેશમની કુશળતાએ તેની ક્ષમતાઓ સાબિત કરી દીધી હતી, પરંતુ WAM !! તેને મોટા સ્ટેજ…

Read More

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના 25 ટકા ટેરિફની અસર (જી.એન.એસ) તા. 6 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સહિત યુરોપના ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેને પગલે યુરોપના દેશોની અમેરિકામાં કારની નિકાસ મોંઘી થશે. આવા સમયે ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવરે બ્રિટનમાં ઉત્પાદિત તેની કારની એક મહિના માટે અમેરિકામાં નિકાસ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવર બ્રિટનની સૌથી મોટી કાર બનાવતી કંપની છે. કંપનીએ લીધેલા નિર્ણયનો અમલ સોમવારથી થશે. અમેરિકન સરકારે ઓટો સેક્ટર પર લગાવેલો ૨૫ ટકા ટેરિફ ગુરુવારથી લાગુ થયો છે.…

Read More

(જી.એન.એસ) તા. 6 અમદાવાદ, અમદાવાદના વાસણા ખાતે આગની ભીષણ ઘટના સામે આવી છે. વાસણાના જીવરાજ મહેતા પાર્ક નજીક આગની આ ઘટના બની છે. જેમાં રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં એસીમાં ભરવાના ગેસના બાટલા ઘરમાં રાખવામાં આવતા હોવાનું બહાર આલવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આગ જોતજોતામાં આજુબાજુમાં પણ પ્રસરી ગઈ હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ધારાસભ્ય અમિત ઠાકરને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘરમાં ઘટના સમયે 5 લોકો હાજર હોવાની આશંકા છે. તેમજ…

Read More

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વધુ એક મોટો આંચકો (જી.એન.એસ) તા. 5 મોસ્કો, રશિયા દ્વારા હુમલા માટે ઉપયોગમાં લેવાતું રશિયાનું ખતરનાક સુપરસોનિક બોમ્બર જેટ Tu-22M3 રાતના અંધારામાં આગનો ગોળો બની ગયું હતું. આ દુર્ઘટના માત્ર રશિયાની સૈન્ય તાકાત પર જ સવાલો નથી ઉઠાવી રહી, પરંતુ પુતિનના વ્યૂહાત્મક આયોજનને પણ ઊંડો ફટકો પડ્યો છે. આશરે 253 કરોડ રૂપિયાની કિંમતનું આ ટુપોલેવ Tu-22M3 બોમ્બર જેટ ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટ પુતિનની ન્યુક્લિયર સ્ટ્રાઈક ફોર્સનો ભાગ હતો, જેને યુક્રેનના શહેરો પર તબાહી મચાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. દુર્ઘટનાનો વીડિયો રશિયન ટેલિગ્રામ ચેનલો પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે…

Read More

(જી.એન.એસ) તા. 5 અમદાવાદ, શહેરમાં ફરી એકવાર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે જેમાં, પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર GST વિભાગે દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હોવાના સૂત્રો દ્વારા સમાચાર છે. હોલસેલ વેપારી સહિત છૂટક વેપારીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગની રેડ દરમિયાન 5 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. GST વિભાગની ટીમે મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગોડાઉન, ડિસ્ટ્રિબ્યુટર્સ અને છૂટક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ્યના અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં GSTની ટીમોએ દરોડા પાડ્યા છે. આ તપાસ દરમિયાન બિનહિસાબી રોકડ વ્યવહારો, બિનહિસાબી વેચાણ, બિનહિસાબી…

Read More

(જી.એન.એસ) તા. 5 ભચાઉ, કચ્છના ભચાઉમ હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કચ્છમાં એક બાજુ પોલીસ એક પછી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. ત્યારે બીજી બાજુ આજે લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખૂન સહિત મારામારી ના વિવિધ 6થી વધુ ગુનાઓ નોંધાયેલ છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે. તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદે…

Read More