Author: devarshi

(જી.એન.એસ) તા. 5 રૉકલેન્ડ, કેનેડાના રૉકલેન્ડમાં એક ભારતીય નાગરિકની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે કેનેડામાં ભારતીય દૂતાવાસ અનુસાર, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. કેનેડાની પોલીસે સમગ્ર ઘટનાના વિશે હજુ સુધી ખુલાસો નથી કર્યો પરંતુ, ભારતીય દૂતાવાસે પીડિત પરિવારને દરેક સંભવ સહાય કરવા પ્રયાસ હાથ ધર્યા છે. આ મામલે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, ‘અમે રૉકલેન્ડમાં ભારતીય નાગરિકની ચાકૂ મારીને કરવામાં આવેલી હત્યાથી ખૂબ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે, એક શંકાસ્પદ શખસની અટકાયત કરવામાં આવી છે. અમે સ્થાનિક સમુદાય દ્વારા શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય…

Read More

ગાયકવાડ હવેલી પોલીસે પૂર્વ ધારાસભ્યનો પુત્ર જ્વલીત ખત્રી સહિત 4ની ધરપકડ (જી.એન.એસ) તા. 5 અમદાવાદ, શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ છે. આ તોડબાજ ટોળકીનો મુખ્ય સૂત્રધાર પૂર્વ ધારાસભ્યનો પુત્ર જ્વલીત ખત્રી અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી બિલ્ડર પાસેથી આરોપીઓએ અંદાજિત 24 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ચાર આરોપીઓ જ્વલીત ભુપેન્દ્રભાઈ ખત્રી, હારુન બેલીમ, બિલાલ લુહાર અને ભરત મહેતાની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમણે બિલ્ડર પાસેથી અંદાજિત 24 લાખ રૂપિયા ખંડણી પેટે પડાવી લીધા હતા. બિલ્ડરની ગેરકાયદેસર બનતી…

Read More

(જી.એન.એસ) તા. 5 અમરેલી, મોરબીમાંથી શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યા છે. મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા છે. ઓલ ઈન્ડિયા પરમિટ મેળવેલા હથિયારો એજન્ટ થકી મગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોરબીમાં શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, મણિપુર અને નાગાલેન્ડથી ખરીદેલા હથિયારના શંકાસ્પદ લાયસન્સ અંગે કાર્યવાહી કરાઈ છે. એજન્ટો દ્વારા મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો મગાવવામાં આવ્યા છે. SOGએ 2 પિસ્તોલ, 6 રિવોલ્વર, 1 બારબોર અને 251 અલગ અલગ કાર્ટીઝ જપ્ત કર્યા છે. મણિપુર અને નાગાલેન્ડથી હથિયારના પરવાના મેળવી હથિયાર ખરીદેલા હોય તે કબજે કરવામાં આવ્યા…

Read More

(જી.એન.એસ) તા. 5 સુરત, આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે શુક્રવારે (4 એપ્રિલ) દોષિત ઠેરવ્યા છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લાં આઠ વર્ષથી જૈનમુનિ જેલમાં જ છે. તેને જામીન પણ મળ્યા નથી. આ ઘટનામાં આઠ વર્ષ પહેલા સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન ઉપાશ્રયમા મૂળ મધ્યપ્રદેશની વતની તથા વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતિને પરિવાર સાથે ધાર્મિક વિધિના નામે બોલાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલાં આરોપી દિગંબર જૈન મુની શાંતિ સાગરજી મહારાજ…

Read More

(જી.એન.એસ) તા. 5 ભારત પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ સીરિઝ જૂનથી ઓગસ્ટ સુધી રમાશે. હવે આ સીરિઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે આ સીરિઝ પહેલા ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તેના માટે આ સીરિઝ રમવું મુશ્કેલ થઈ ગયું છે. આ સમાચારથી ઈંગ્લેન્ડ અને તેની કાઉન્ટી ટીમ નોટિંઘમશાયરને મોટો ઝટકો લાગ્યો છે. જો કે, 31 વર્ષીય ઓલી સ્ટોનને ઘૂંટણની ઈજા અને સર્જરી ઈંગ્લેન્ડ અને નોટિંઘમશાયર બંને માટે એક મોટો ઝટકો છે, ખાસ કરીને ભારત સામેની આગામી ટેસ્ટ સીરિઝને ધ્યાનમાં લેતા. તે નિરાશાજનક છે કે તેને વારંવાર ફિટનેસ સમસ્યાઓનો સામનો…

Read More

અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીએ યશવંત વર્માને શપથ લેવડાવ્યા  (જી.એન.એસ) તા. 5 જસ્ટિસ યશવંત વર્માએ શનિવાર, 5 એપ્રિલના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જો કે જ્યાં સુધી કેશ કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને કોઈ ન્યાયિક કાર્ય સોંપવામાં આવશે નહીં. આ પગલું સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલે નિર્દેશ આપ્યો હતો. નોટ રિકવરી કેસમાં ફસાયા બાદ જસ્ટિસ યશવંત વર્માની દિલ્હી હાઈકોર્ટમાંથી બદલી કરવામાં આવી છે. જોકે વિવાદોના કારણે જસ્ટિસ યશવંત વર્માએ ચીફ જસ્ટિસની ચેમ્બરમાં જ શપથ લીધા છે. કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયા…

Read More

(જી.એન.એસ) તા. 5 નોઇડા, શનિવારે સવારના સમયે નોઈડાના સેક્ટર 63માં બહલોલપુર નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે ઝૂંપડીઓમાં રાખેલા સિલિન્ડરો ફાટવા લાગ્યા, જેના કારણે થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું અને થોડી જ વારમાં ડઝનબંધ ઝૂંપડીઓ આગની લપેટમાં આવી ગઈ. આગને કારણે ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અંધાધૂંધીમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કોઈક રીતે બહાર આવીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. માહિતી મળતા જ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કરી દીધું. આગની ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આશરે 50 થી 100 ઝૂંપડાઓમાં…

Read More

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની કરી સમીક્ષા (જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર, ગુરશરણ કૌરને હવે Z કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને Z કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ 26 ડિસેમ્બરે 92 વર્ષની ઉંમરમાં દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના પરિવારથી હોવાના કારણે તેમને પહેલા Z+ કેટેગરીની કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી ગુરશરણ કૌરની સુરક્ષા હાલમાં કરાયેલી સમીક્ષામાં તેમને Z કેટેગરીમાં રાખવાની જોગવાઈ કરાઈ…

Read More

(જી.એન.એસ) તા. 5 સુરત, સુરતના ઉધનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં, પોલીસે ઉધનાના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી અજય કાફેની ડિલિવરી કરવાની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી અજય કાફેની ડિલિવરી કરવાની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાં નાના-મોટા 100 જેટલાં કેન ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે કુલદીપ ચનિયારા, અશ્વિન કુમાર અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા અજય કાફેમાં સામાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ કરતા હતા.…

Read More

ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપી  (જી.એન.એસ) તા. 5 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપતા એક પોસ્ટ શેર કરી હતી જેમાં હુથી બળવાખોરોના એક જૂથનો માત્ર 25 સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલ આ તાજેતરના વીડિયોમાં હુથીઓ એક વર્તુળમાં ઉભા રહેલા જોઈ શકાય છે. ત્યાર બાદ અચાનક વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાય છે. ત્યારબાદ વીડિયો ઝૂમ આઉટ થાય છે. તેમાં બે વાહનો પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો હશે. જો કે, આ વીડિયો રાજકીય…

Read More