Author: devarshi

(જી.એન.એસ) તા. 15 હૈદરાબાદ, તેલંગાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં હવે અનુસૂચિત જાતિ (SC) નું પેટા-વર્ગીકરણ લાગુ કરવામાં આવ્યું છે જેથી હવે આ શ્રેણીમાં આવતા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ કરી હતી. સરકારે પહેલાથી જ ન્યાયાધીશ શમીમ અખ્તરની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી, જેણે અનુસૂચિત જાતિઓને ત્રણ મુખ્ય જૂથો – I, II અને III માં વિભાજીત કરવાની ભલામણ કરી હતી. આ પેટા-વર્ગીકરણના અમલીકરણ સાથે, પેટા-વર્ગ હેઠળ આવતા લોકોને હવે સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં 15 ટકા અનામતનો લાભ મળશે. કમિશનની ભલામણોનો અમલ કરીને, તેલંગાણા વિધાનસભાએ પેટા-વર્ગીકરણ…

Read More

(જી.એન.એસ) તા. 15 બહરાઇચ, ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ દ્વારા એક રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. આ ભયાનક માર્ગ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગોંડા-બહરાઇચ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્ત લોકો હુઝુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામના રહેવાસી છે. તેઓ રીક્ષામાં લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બસે રીક્ષાને ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ…

Read More

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદની ખ્યાતિ હોસ્ટિલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરૂદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અગાઉ 9 આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ 130 વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા હતા. તેમજ BNS 183 મુજબ કુલ 7 સાહેદોનાં નિવેદનો મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા તપાસ દરમ્યાન કુલ 20 ઈલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા…

Read More

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાઈ (જી.એન.એસ) તા. 15 વડતાલ, સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ…

Read More

(જી.એન.એસ) તા. 15 વડોદરા, બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મેસેજ મોકલીને મોતની ધમકી આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેમના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે. આ મામલે મળતી જાણકારી મુજબ, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાંખવાની…

Read More

(જી.એન.એસ) તા. 15 ચેન્નાઈ, તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને રાજ્યને સ્વાયત્ત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે. આપણા દેશમાં જુદી-જુદી ભાષા, જાતિ અને સંસ્કૃતિના લોકો વસે છે. આપણે સૌએ સાથે મળીને રહેવું જોઈએ. ડૉ. આંબેડકરે તમામની રક્ષા કરતાં દેશની રાજનીતિ અને પ્રશાસનની પ્રણાલી ઘડી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વિધાનસભામાં કહ્યું હતું કે, રાજ્યના અધિકારોની રક્ષા અને કેન્દ્ર-રાજ્યના સંબંધોને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ ઘડવામાં આવી છે. આ સમિતિમાં પૂર્વ અધિકારી અશોક શેટ્ટી અને એમ.યુ. નાગરાજન જેવા લોકો સામેલ થશે. આ સમિતિ જાન્યુઆરી, 2026 સુધી એક વચગાળાનો રિપોર્ટ રજૂ…

Read More

સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો પણ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ કર્યા (જી.એન.એસ) તા. 15 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટાપાયે કોસ્ટ કટિંગ કરવામાં આવ્યું હતું, તેમણે વિવિધ ફેડરલ ડીપાર્ટમેન્ટમાં મોટાપાયે છટણી કરી છે. તેમજ સરકારી એજન્સીઓમાં ચાલતા વિવિધ કાર્યક્રમો બંધ કર્યા છે. હવે ટ્રમ્પના નિશાના પર નાસા છે. તેમણે કરેલા આદેશ બાદ નાસાએ ભારતીય મૂળના DEI ચીફ નીલા રાજેન્દ્ર ને બરતરફ કર્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે નાસાના અધિકારીઓ અને કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ પછી, નાસા દ્વારા ભારતીય મૂળના ડાયવર્સિટી ઈક્વિટી એન્ડ ઈન્ક્લુઝન (DEI) ના વડા નીલા રાજેન્દ્રને બરતરફ કર્યા. અગાઉ પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ…

Read More

‘સત્તાની તલપ બુઝાવવા વિદેશોનો સાથ લઈ રહ્યા છો’: શેખ હસીનાનો યુનુસ પર આરોપ (જી.એન.એસ) તા. 15 ઢાકા, દેશવટો ભોગવી રહેલા બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના દ્વારા ફરી એકવાર પોતાના સમર્થકોને એક વિડીયો દ્વારા સંબોધન કરતાં યુનુસ ઉપર બાંગ્લાદેશનો ઇતિહાસ મીટાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમાએ વિશેષત: બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આવામી લીગે આપેલા યોગદાનનો પણ ઇતિહાસ ભૂલાવવાનો આક્ષેપ મુક્યો હતો. શેખ હસીના દ્વારા બાંગ્લાદેશની વર્તમાન સરકારની ટીકા કરતાં મોહમ્મદ યુનુસ ઉપર પણ આક્ષેપ મુકયો હતો અને કહ્યું હતું કે પોતાની સત્તાની તલપ બુઝાવવા માટે તેમણે વિદેશી પ્લેયર્સનો સાથ લીધો હતો, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે તેઓ આગ સાથે લડી રહ્યા છે. જે…

Read More

(જી.એન.એસ) તા. 15 ન્યુયોર્ક, યુરોપ અને યુએસના યુવાઓને વળગી ‘લાફિંગ ગેસ’ નાઇટ્રસ ઓકસાઇડ સુંઘવાની લત, કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે અને મોજમસ્તી માટે લાફિંગ ગેસનો ઉપયોગ કરવાનું યુવાઓને ચાનક ચડે છે. અમુક વાર યુવાઓ આ ગેસને પાર્ટીઓમાં નશીલી દવા તરીકે લે છે. કેટલાક યુવાઓ ૧૫ થી ૧૭ વર્ષની નાની ઉંમરે જ નાઇટ્રસ ઓકસાઇડનો ઉપયોગ કરવાનું શીખી લે છે. કેટલાક લોકો ગુબ્બારામાં તો કેટલાક કેનમાં ભરીને ગેસ ખરીદે છે. યુરોપમાં કેટલાક સુપર માર્કેટમાં લાફિંગ ગેસ કાયદેસર રીતે સરળતાથી મળી રહે છે. કેટલીક ગ્રોસરીની દુકાનવાળા પણ લાફિંગ ગેસ રાખે છે. કોઇ ડિલરનો સંપર્ક કરવાથી પણ નાઇટ્રસ ઓકસાઇડ…

Read More

(જી.એન.એસ) તા. 15 ભુજ, ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી હતી અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સરપટા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે વિસ્ફોટ થયા હતા તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આગની ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી…

Read More