Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 14 સિસ્તાન, ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો દ્વારા આઠ પાકિસ્તાની મજૂરોની હત્યા કરવામાં આવી હતી. આ બધાજ મજૂરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે મેહરિસ્તાન જિલ્લામાં બની હતી. બાદમાં બલુચિસ્તાન નેશનલ આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી. તેઓએ સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં કાર રિપેર વર્કશોપમાં કામ કરતા કામદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. બળવાખોરો એક કાર રિપેર વર્કશોપમાં ઘૂસી ગયા. તેઓએ પહેલા ત્યાં કામ કરતા મજૂરોના હાથ-પગ બાંધી દીધા અને પછી તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ દરમિયાન આઠ મજૂરોના મોત થયા. પાકિસ્તાને આઠ મજૂરોની હત્યાને અમાનવીય અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે અને આ મામલાની તપાસ…
બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 14 ઢાકા, ઈઝરાયલ વિરુદ્ધ બાંગ્લાદેશના રસ્તાઓ પર જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. શનિવારે 10 લાખથી વધુ બાંગ્લાદેશી લોકો ગાઝાના સમર્થનમાં રેલીમાં સામેલ થયા હતા. આ લોકોએ ઈઝરાયલ સાથે સબંધિત પ્રોડક્ટ અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારે હવે બાંગ્લાદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનુસ સરકારે હવે પેતાના નાગરિકોને જારી કરવામાં આવતા પાસપોર્ટમાં એક ખાસ લાઈન લખી છે. નવા જારી કરવામાં આવી રહેલા પાસપોર્ટમાં લખ્યું છે કે- ‘THIS PASSPORT IS VALID FOR ALL COUNTRIES OF THE WORLD EXCEPT ISRAEL’. આનો અર્થ એ કે આ પાસપોર્ટ ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે…
(જી.એન.એસ) તા. 14 માધોપુર, રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું, આ ઘટના ની વાત કરીએ તો ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો? લગભગ બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના…
(જી.એન.એસ) તા. 14 હૈદરાબાદ, આઈપીએલ 2025માં રમનારી એક ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જો કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના એક માળ પર આગ લાગી હતી. જોકે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ આગ લાગવની ઘટના અંગે સૂત્રો દ્વારા…
આકાશમાં અદભૂત નજારો જોવા મળ્યો (જી.એન.એસ) તા. 14 ફ્લોરિડા, ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફરી એલવાર મોટું મિશન હાથ ધર્યું હતું જેમાં શનિવારે રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. તેના કારણે પૂર્ણિમાની રાત્રે આકાશમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. આ મિશનમાં ફાલ્કન ૯એ કુલ ૨૧ સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમાંથી ૧૩ ઉપગ્રહો ડાયરેક્ટ યુ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી મોબાઈલ ટાવરની જરૂરિયાત વિના મોબાઈલ ફોન સાથે સેટેલાઈટની કનેક્ટિવિટી શક્ય બનાવશે. તેના કારણે નેટવર્ક વિનાના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ મળી રહેશે. મહત્વનું છે કે, ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધા યુએસમાં ટી-મોબાઈલ સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવશે. તેનો…
સુરત પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 14 સુરત, શહેરના કોઈ આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ ચોરોની ગેંગ ને સુરત પોલીસ ઝડપી પાડી. સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે. લૂંટારૂઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, કારણ કે ટ્રાવેલ્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લૂંટારૂઓનો ટાર્ગેટ આંગડિયા પેઢીના કર્મચારીઓ હતા. આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. આ લૂંટારુઓ શ્રી રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ કરવાના…
(જી.એન.એસ) તા. 14 વોશિંગટન, અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કાયમી નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘આ બધા માલ પર ટૂંક સમયમાં ‘સેમિકન્ડક્ટર ટેરિફ’ લાદવામાં આવશે. આ નિયમ એક કે બે મહિનામાં લાગુ કરવામાં આવશે. તે બધી વસ્તુઓ સેમિકન્ડક્ટર હેઠળ આવશે. આ તમામ પર ખાસ રીતે ટેરિફ લગાવામાં આવશે અને અમે ખાતરી કરીશું કે તે ઉત્પાદનો ફરીથી સ્થાપિત થાય.’ મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું કે, ‘અમને…
યુક્રેનના સુમી શહેરમાં સવારે બેલેસ્ટિક મિસાઇલો ત્રાટકી છેલ્લા એક સપ્તાહમાં રશિયાનો બીજો વિનાશક હુમલો (જી.એન.એસ) તા. 14 કીવ, યુક્રેનના સુમી શહેરમાં રશિયાએ કરેલા મિસાઇલ હુમલામાં ૩૪થી વધુ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૧૭ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલા મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર પામ સન્ડેની ઉજવણી કરવા માટે લોકો એકત્ર થયા હતાં ત્યારે સવારે ૧૦.૧૫ કલાકે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો…
અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની નીકીતા એ જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી (જી.એન.એસ) તા. 14 વિસ્કોન્સિન માત્ર 17 વર્ષીય નિકિતા કાસાપ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો અને તેના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી 7 મેના રોજ કરવામાં આવશે. વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી 17 વર્ષના નિકિતા કાસાપ પર એના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા…
(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. ખેડૂતોના પાકને પણ ઘણું નુકસાન થયું છે. છેલ્લા 48 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર થયો છે. શુક્રવારે સાંજે, દિલ્હી એનસીઆર અને નજીકના રાજ્યોમાં વાવાઝોડા અને હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. IMD એ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વલણ આજે અને કાલે પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48…
