Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 16 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખિલાડી ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા’ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ પ્રશંસકોને એક મોટા ખુશખબર આપ્યા છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે 8 વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો છે અને તેમણે પોતાના દીકરાનું નામ પણ રિવીલ કર્યું છે. પહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે ઝહીરે બાળકને ખોળામાં લીધું છે અને સાગરિકા ઝહીરને ગળે લગાવી રહી છે. બીજા ફોટામાં સાગરિકા અને ઝહીરે બાળકનો હાથ પકડ્યો છે. સાગરિકાએ ફોટોઝ શેર કરતા લખ્યું કે, ‘પ્રેમ…
(જી.એન.એસ) તા. 16 અભિનેત્રી પ્રિયંકા ચોપરા દ્વારા હોલીવૂડની એક ફિલ્મ સાઈન કરવામાં આવી છે, આ ફિલ્મ કોમેડી જોનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન અભિનય કરશે. જો કે, પ્રિયંકાની આ નવી ફિલ્મનું હજુ ટાઈટલ નક્કી થયું નથી. આ ફિલ્મનું દિગ્દર્શન નિકોલસ સ્ટોલર કરવાનો છે. આ ફિલ્મની વાર્તા એક ટીવી જજ પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ, સાઉથ અને હોલીવૂડ ત્રણેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કરી દીધો છે. તેણે મહેશબાબુની સાથે સાઉથની ફિલ્મ સાઇન કરી છે. ઋતિક રોશન સાથેની ‘ક્રિશ ફોર’માં પણ તે દેખાવાની હોવાનું કહેવાય છે. જોકે, ભારતની સાથે…
(જી.એન.એસ) તા. 16 બસ્તર, છત્તીસગઢના કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને-સામને થયા. બંને બાજુથી થયેલા ગોળીબારમાં બે કટ્ટર નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળેથી એક AK-47 રાઇફલ અને બે મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લાના ભૈરમગઢ અને મિર્તુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાત નક્સલીઓની ધરપકડ કરી હતી. આ નક્સલીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) એ પેટ્રોલિંગ દરમિયાન દાલેર ગામના જંગલમાંથી છ નક્સલીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી…
(જી.એન.એસ) તા. 16 મુઝફ્ફરનગર, બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં રામપુરમ ગામના એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગી હતી અને તે એટલે વિકરાળ હતી કે તરત જ આજુબાજુ માં ઘરોમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું. આગ લાગ્યા ની જાણ થતાં જ ફાયર બ્રિગેડના બે વાહનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. પોલીસની…
(જી.એન.એસ) તા. 16 ગોધરા, પંચમહાલના ગોધરા શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બોગસ તબીબ દ્વારા ખોટી રીતે હોસ્પિટલ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો. શહેરમાં બોગસ હોસ્પિટલની જાણકારી મળતા મોડિકલ ઓફિસર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચાલતી હતી. જેમાં ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર આસ્થા નામની હોસ્પિટલ ચલાવી રહ્યો હતો.…
(જી.એન.એસ) તા. 16 ગાંધીધામ, રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના ના CCTV ફૂટેજમાં દેખાય છે કે સામેથી પૂરઝડપે આવતી વોલ્વો બસનો ચાલક અચાનક સ્ટીયરિંગ પરનું સંતુલન ગુમાવે છે અને બસ ડિવાઇડર…
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ની તકલીફોમાં વધારો (જી.એન.એસ) તા. 16 ઢાકા, બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય 16 લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ બધા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એવો આરોપ છે કે હસીના અને અન્ય આરોપીઓ રાજધાની ઢાકાની બહાર રહેણાંક પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાઓમાં સામેલ હતા. “ઢાકા મેટ્રોપોલિટન સિનિયર સ્પેશિયલ જજની કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના આધારે પૂર્વાચલ ન્યુ ટાઉનમાં જમીન ફાળવણીમાં અનિયમિતતાના બે કેસોમાં વોરંટ જારી કર્યા છે,” કોર્ટના એક અધિકારીએ જણાવ્યું. ફરિયાદ પક્ષના વકીલના મતે, મોટાભાગના આરોપીઓ સરકારી અધિકારીઓ હતા. કોર્ટે…
બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવ્યો
(જી.એન.એસ) તા. 16 ઢાકા, બાંગ્લાદેશની સરકાર દ્વારા વધુ એક ભારત વિરોધી પગલું લીધું છે જેમાં, બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય હેઠળ બેનાપોલ, ભોમરા, સોનામસ્જિદ, બંગલાબંધા અને બુરિમારી જેવા પ્રમુખ ભૂમિ બંદરો દ્વારા દોરાની આયાતની મંજૂરી હવે નહીં મળે. આ પગલું BTMA (બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન)ની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતથી સસ્તા ભાવે દોરા આયાત કરવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે BTMAનું કહેવું છે કે, ભારતથી જમીન માર્ગે આયાત કરવામાં આવતા દોરાની કિંમત સમુદ્રી માર્ગે આવતા…
ચીન – અમેરિકા વચ્ચે ટ્રેડવોર બન્યું વધુ ભયંકર, ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને કર્યું ફરમાન (જી.એન.એસ) તા. 16 બીજીંગ, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે હવે ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને ફરમાન કર્યું હતું કે, તેઓ અમેરિકાની પ્લેન બનાવનારી દિગ્ગજ કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરે. આ રિપોર્ટ મંગળવાર તા. ૧૫ એપ્રિલે એવા સમયે આવ્યો છે કે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ ચક્રવાતી બની રહ્યું છે. મીડિયા સૂત્રો દ્વારા માહીતગાર વર્તુળોનો હવાલો આપતાં આ રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. તે રીપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકી કંપનીઓને વિમાન સંબંધી ઉપકરણો અને છૂટા…
અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત (જી.એન.એસ) તા. 16 રાજકોટ, શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કિરણબેન કક્કડ, ચિન્મયભાઇ, સંગીતાબેન બેલ બહાદુર નેપાળી, (ઉંમર 40) જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35) જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમનો સમાવેશ થાય છે. અકસ્માતની…
