Author: devarshi

ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા (જી.એન.એસ) તા. 16 વોશિંગ્ટન, હવે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સામે પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા છે. સરકારનો દાવો છે કે આ યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેથી આ યુનિવર્સિટીઓ જોખમી બની ગઈ છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીનું ૨.૨ અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. સરકારનું કહેવું છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં છેલ્લા ૧૮ મહિનાથી પેલેસ્ટાઈન તરફી દેખાવો થઈ રહ્યા છે. યહુદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો તરફ ભેદભાવ થઈ રહ્યો છે. આ યુનિવર્સિટી યહુદીઓ પ્રત્યેની…

Read More

(જી.એન.એસ) તા. 16 હિન્દુકુશ, અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જોવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે 04ઃ43 વાગ્યે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ 75 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ક્લાઈમેટ ચેન્જ (UNOCHA) અનુસાર, અફઘાનિસ્તાનમાં પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ સહિત કુદરતી આફતો આવારનવાર આવતી છે. UNOCHA એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપથી ગણા ક્ષેત્રોને નુકસાન થાય છે. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના…

Read More

(જી.એન.એસ) તા. 16 સુરત, ફરી એકવાર સુરત પોલીસ દેવદૂત બની હોય તેનો દાખલો જોવા મળ્યો હતો જેમાં, સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી. પોલીસવાન કે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી જઈ ન શકતા પોલીસકર્મીએ પોતાના ખભા પર યુવતીને ઉંચકીને પોલીસવાન સુધી પહોંચાડી હતી. જ્યારે રસ્તામાં જ એમ્બ્યુલન્સ આવી જતાં યુવતીને તેમાં હોસ્પિટલ લઈ ગયા હતા. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીએ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો, સારોલીમાં…

Read More

(જી.એન.એસ) તા. 16 જુનાગઢ, જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ અને સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના અને મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપોને લઈ જિલ્લા વિકાસ અધિકારી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન વિરુદ્ધ મનસ્વી વર્તન અને તાનાશાહીના આક્ષેપો કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે . તાજેતરમાં સંપૂર્ણ મામલો વધુ ઘેરાયો છે, કારણ કે DDO દ્વારા સરપંચો વિરુદ્ધ…

Read More

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરશી રબારીની સ્વરુપગંજ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે સ્વરૂપગંજ કોર્ટે ઠાકરશી રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તેમના જ પક્ષના નેતા અફીણની હેરાફેરીમાં જેલભેગા થતા કોંગ્રેસને નીચા જોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફિણના કેસમાં ઠાકરશીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મઘ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરશી રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની…

Read More

રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ  (જી.એન.એસ) તા. 15 હજીરા, હજીરા પોલીસ દ્વારા રો-રો ફેરી મારફતે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં, એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જતાં બે લોકોને પોલીસ ઝડપી પડયા હતા. બાતમીને આધારે પોલીસે 1 લાખના દારૂ સાથે 18 લાખનો દારૂ જપ્ત કર્યો છે. હજીરા પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી ગેરકાયદે રીતે દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. જેથી પોલીસે રો-રો ફેરી ખાતે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્ક્રેપ ભરેલા ટ્રકમાં ગુપ્ત રીતે વિદેશી સંતાડેલી વિદેશી દારૂની…

Read More

(જી.એન.એસ) તા. 15 IPL 2025મા રમી રહેલી પંજાબ કિંગ્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે આખી મેચ નહોતો રમી શક્યો અને ચાલુ મેચમાં જ બહાર જતો રહ્યો હતો. આ મેચમાં તેણે માત્ર બે જ બોલ ફેંક્યા હતા. કોલકાતા સામેની મેચ પહેલા કોચ હોપ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોકી ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે. સિઝનના અંતે તેની અમારી ટીમમાં વાપસીની શક્યતા ખૂબ જ…

Read More

રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર અને પોલીસ એલર્ટ, તપાસ શરૂ (જી.એન.એસ) તા. 15 અયોધ્યા, અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાના જિલ્લા અધિકારીઓ(DM)ને ધમકીભર્યો મેઇલ મળ્યો છે. સોમવારે રાત્રે મેઇલ મળ્યા બાદ રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી અપાઈ છે. મેઇલમાં લખ્યું છે કે, ‘વધારી દો મંદિરની સુરક્ષા.’ આ મેઇલની સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મોટા ષડયંત્રની ધમકી અપાઈ છે. રામ મંદિર ટ્રસ્ટે ધમકીને ગંભીરતાથી લઈ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ધમકીનો મેઇલ મળ્યા બાદ સુરક્ષા…

Read More

(જી.એન.એસ) તા. 15 ટોરોન્ટો, કેનેડા નાગરિકતા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ જાહેરાત કરી કે તેણે પુખ્ત અરજદારો માટે નાગરિકતા અધિકાર ફી ૨૦% વધારીને $૧૦૦ થી $૧૧૯.૭૫ કરી છે. કેનેડામાં નાગરિકતા ફી બે પ્રકારમાં ચૂકવવાની હોય છે – પ્રોસેસિંગ ફી અને નાગરિકતા અધિકાર ફી. ફક્ત નાગરિકતા અધિકાર ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પ્રોસેસિંગ ફી $૫૩૦ પર યથાવત રહી છે. નાગરિકતા માટે અરજી કરતા ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોએ હવે પ્રોસેસિંગ ફી અને અપડેટેડ નાગરિકતા ફી સહિત કુલ ફીમાં $૬૪૯.૭૫ ચૂકવવા પડશે. ૧૮ વર્ષથી ઓછી…

Read More

(જી.એન.એસ) તા. 15 કોલકાતા/નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા મુદ્દે સર્જાયેલી હિંસાની તપાસ કરતી એજન્સીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે, બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં થયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશના બદમાશોની સંડોવણી છે. પોલીસે આ હિંસા મામલે અત્યારસુધીમાં કુલ 210 લોકોની ધરપકડ કરી છે. મુર્શિદાબાદમાં હાલ સ્થિતિ સામાન્ય બની છે. આ મામલે સૂત્રો અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જાણ કરવામાં આવી છે કે, પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં સર્જાયેલી હિંસાની પ્રારંભિક તપાસમાં બાંગ્લાદેશી બદમાશોની સંડોવણી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ સરકાર ઘૂસણખોરો પર નજર રાખવામાં નિષ્ફળ રહી છે. વક્ફ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો અચાનક હિંસક…

Read More