Author: devarshi

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, કોંગ્રેસ ની તકલીફોમાં વધારો, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પલેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટની નોંધ લેવા અંગેની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે.

Read More

(જી.એન.એસ) તા. 15 ટેક્સાસ, જેફ બેઝોસની અવકાશ કંપની બ્લુ ઓરિજિનએ 14 એપ્રિલ, 2025ના રોજ એક નવો ઇતિહાસ રચ્યો. આ દિવસે, કંપની પ્રથમ વખત 6 મહિલાઓને એકસાથે અવકાશની સફર પર લઈ ગઈ. આ મિશનમાં જાણીતી પોપ ગાયિકા કેટી પેરી, જેફ બેઝોસનાં જીવનસાથી લોરેન સાંચેઝ, ‘સીબીએસ મોર્નિંગ્સ’નાં સહ-યજમાન ગેઇલ કિંગ, આઈશા બોવે, અમાન્ડા ન્ગ્યુએન અને કેરીન ફ્લાયનનો સમાવેશ થયો હતો. આ ઉડાન અવકાશ પ્રવાસનના નવા યુગનો એક ભાગ છે, જે ધનાઢ્ય અને પ્રખ્યાત વ્યક્તિઓ માટે અવકાશ યાત્રાને સરળ અને સુલભ બનાવે છે. આ ઐતિહાસિક ઉડાન બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામની 11મી માનવસહિત ઉડાન હતી, જેનું નામ NS-31 હતું. રોકેટે ટેક્સાસના વેન હોર્ન…

Read More

(જી.એન.એસ) તા. 15 પટના/નવી દિલ્હી, આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોમાં બેઠકો નો દોર શરૂ થઈ ગયો છે તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં મહાગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાજદના મોટા નેતાઓએ મહત્ત્વપૂર્ણ બેઠક કરી છે. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક બાદ તેજસ્વી યાદવે મીડિયા સાથે વાતચીત પણ કરી. આ વાતચીતમાં તેજસ્વી યાદવે બિહારમાં મહાગઠબંધનના સીએમ ફેસ મુદ્દે પણ જવાબ આપ્યો. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કેસી વેણુ…

Read More

(જી.એન.એસ) તા. 15 સાન ડિએગો, કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં ભૂકંપ નો આંચકો આવ્યો, મેક્સિકોની સરહદ નજીક આવેલા સાન ડિએગો કાઉન્ટીમાં સોમવારે (14 એપ્રિલ, 2025)ના રોજ સવારે 10:10 વાગ્યે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી 2.49 માઇલ દક્ષિણમાં નોંધાયું હતું. શરૂઆતના ભૂકંપ પછી તરત જ ઓછામાં ઓછા સાત આફ્ટરશોક નોંધાયા હતા. આ બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાન ડિએગો કાઉન્ટી એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક કાઉન્ટી (જિલ્લો) છે. તેનું મુખ્ય શહેર છે સાન ડિએગો, જે કાઉન્ટીનું સૌથી મોટું શહેર અને મુખ્ય વહીવટી કેન્દ્ર પણ છે. ભૂકંપની અસર લગભગ 120…

Read More

(જી.એન.એસ) તા. 15 મોસ્કો, યુક્રેનમાં અમેરિકાના એફ-૧૬ વિમાનને રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ તોડી પાડતા અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં ખળભળાટ મચી ગયો છે. એફ-૧૬ તોડી પાડવામાં આવતા યુક્રેનના હવાઇદળની રણનીતિને મોટો ઝાટકો લાગ્યો છે. તેની સાથે અમેરિકાની લશ્કરી ડિપ્લોમસી પર પણ સવાલ ઉઠયો છે. આ અહેવાલ એક મીડિયા સૂત્ર દ્વારા આપવામાં આવ્યો હોવાથી તેની વિશ્વસનીયતા પણ વધારે છે. આ ઉપરાંત ઘણા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આર-૩૭ નામની એર-ટુ-એર મિસાઇલે પણ એફ-૧૬ને નિશાન બનાવ્યું હોય તેવી પણ સંભાવના છે. જો કે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે એફ-૧૬ વિમાન નાટો અને અમેરિકાનું સૌથી…

Read More

(જી.એન.એસ) તા. 14 મુંબઈ, બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી છે. બોલીવુડમાં ભાઈજાન ના નામે વખણાતા સલમાન ખાન અને તેમના પરિવાર તરફથી અત્યાર સુધી આ ધમકી મુદ્દે કોઈ પ્રતિક્રિયા મળી નથી. આ ધમકીની હાલ કોઈએ જવાબદારી પણ લીધી નથી. ભાઈજાનના ચાહકો આ સમાચારથી ચિંતિંત થઈ ગયા છે.…

Read More

(જી.એન.એસ) તા. 14 કાલોલ, અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા એક સાથે 6 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એેક વ્યક્તિની હાલત ગંભીર જણાતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. શેરથા નજીક એક એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક, ટેમ્પો, કાર સહિત 6 વાહનોને એસટી બસને ટક્કર મારી હતી. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક એસટી બસનો ડ્રાઈવર બેફામ રીતે બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે અકસ્માતમાં 3…

Read More

બીજા દિવસે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા (જી.એન.એસ) તા. 14 માનવભક્ષી દીપડાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે (13મી એપ્રિલ) દીપડો ત્રણ વર્ષની બાળકીને ઊઠાવી ગયો હતો. બીજા દિવસે સવારે ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. જિલ્લાના મોરાસા ગામમાં રમેશ ચાવડાની ત્રણ વર્ષની દીકરી કુંદના રવિવારે રાત્રે ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી. આ દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. ત્યારે અચાનક જ માનવભક્ષી દીપડો આવ્યો અને બાળકીને ઊઠાવીને લઈ…

Read More

(જી.એન.એસ) તા. 14 પાલિતાણા, ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર 72 કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ વન્યજીવો વસવાટ કરતા હોવાથી વન્ય જીવ સૃષ્ટિ તેમજ પર્યાવરણને નુકસાન થતુ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. ભાવનગરના જાળીયા ગામે ડુંગર પર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગ લાગ્યાની ઘટના…

Read More

ઈઝરાયેલની ગાઝામાં હવાઈ હુમલા વધારવાની ચેતવણી (જી.એન.એસ) તા. 14 ઇઝરાયલની સેન દ્વારા ફરી એકવાર ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં ફરી એક વખત લોહીયાળ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલના આ હુમલામાં બાળકો સહિત ૨૧ લોકોનાં મોત નીપજ્યા છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા અને તેના સૈનિકોની હાજરી વધારવાની ચેતવણી પણ આપી છે. આ મામલે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ ગાઝામાં સૈન્ય અભિયાન વધારવાની અને પેલેસ્ટાઈનના લોકોને ‘ફાઈટિંગ ઝોન’થી દૂર રહેવા ચેતવણી આપી હતી. ઈઝરાયેલે શનિવારે ‘મોરાગ કોરિડોર’ બનાવવાની જાહેરાત કરી હતી, જેના મારફત ગાઝાના દક્ષિણી શહેર રાફાહને ગાઝા પટ્ટીથી અલગ કરવાની ઈઝરાયેલની યોજના છે. આ યોજનાના…

Read More