Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૪/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ ૦૪/૦૫/૨૦૨૬)
- ‘બોલ અમેરિકાના કોર્ટમાં છે, વાટાઘાટો દ્વારા સમાધાન અથવા યુદ્ધ’ માટે તૈયાર: ઈરાન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મણીનગર નગર દ્વારા “સામાજિક સદભાવ બેઠક” યોજાઈ
- ઈરાન યુદ્ધ ઇચ્છતું ન હતું, પરંતુ હુમલાઓ નો જવાબ આપવા માટે મજબૂર હતો: ભારતમાં સુપ્રીમ લીડરના રાજદૂત
- પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો: માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી
- તારા સુતારિયા આ સિઝનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે
- ‘સત્ય કહેનારાઓ સુરક્ષિત હોવા જોઈએ’: યુએનના વડાએ ‘અસ્વીકાર્ય મુક્તિ’ ની ચેતવણી આપી કારણ કે વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા 25 વર્ષના નીચલા સ્તરે પહોંચી
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સજ્જ
- ફાલ્ટાથી 1 લાખથી વધુ મતોથી જીત મેળવીશ: ભાજપના દેવાંગશુ પાંડા
- 5 રાજ્યોની 823 બેઠકો માટે આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી યોજાશે
- દિલ્હીમાં આગની ઘટનામાં જાનહાનિ પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 17 અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5માં જીન્સ બનાવવાના શેડમાં આગની ઘટના સામે આવી છે. શરણ-5માં ચોથા માળે સી-401 નંબરમાં જીન્સ બનાવવાનું કારખાનું આવેલું છે. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ચોથા માળે ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. નોંધનીય છે કે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી. આગની ઘટનાને 2 કલાક જેટલો સમય વિતી ચૂક્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. અત્યાર સુધીમાં આશરે 15 જેટલી ફાયર ફાઇટરની…
(જી.એન.એસ) તા. 17 મેરઠ, મેરઠમાંથી વધુ એક મોટો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે. હત્યા છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાંપ છોડી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે તો પોલીસને એવું જ લાગ્યું કે, અમિતનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે, પરંતુ પરિવારને શરૂઆતથી જ કાવતરું ઘડાયું હોવાની શંકા હતી. તેમની વિનંતી પર અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં સંપૂર્ણ સત્ય બહાર આવ્યું. આ મામલે પોલીસ…
(જી.એન.એસ) તા. 17 વડોદરા, શહેર તથા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ફરી એકવાર ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઇ રહી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 46 તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 31 વાહનો ડીટેઇન કરાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ વાહન ચાલકો પાસેથી રૂ.1.81 લાખનો દંડ પણ ઉઘરાવવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક શાખા) પટેલ જ્યોતિ પંકજએ ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી હતી. જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર ડી.એમ.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક…
નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નોઈડા ખાતે “સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો” શરૂ કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી, ભારત સરકારના કાપડ મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય હાથવણાટ વિકાસ નિગમ દ્વારા નોઈડા સ્થિત તેમની કોર્પોરેટ ઓફિસ ખાતે “સ્પેશિયલ હેન્ડલૂમ એક્સ્પો” શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 13 રાજ્યોના હાથવણાટ વણકરોને એકસાથે લાવવામાં આવ્યા છે અને તેનો ઉદ્દેશ્ય હાથવણાટ, વણાટની સદીઓ જૂની પરંપરા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને વણકરોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચવા માટે એક વધારાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે; સાડી, ડ્રેસ મટિરિયલ, સ્ટોલ, દુપટ્ટા વગેરેની શ્રેષ્ઠ જાતો પ્રદર્શિત કરતા હાથવણાટ ઉત્પાદનોના 25 સ્ટોલ. “સ્પેશિયલ…
(જી.એન.એસ) તા. 17 સુરત, સુરત મહાનગર પાલિકા ફરી એકવાર એક્શન માં આવી છે, લિંબાયત ઝોનમાં પાલિકાની મંજુરી વિના ટેમ્પરરી સ્ટ્રકચરવાળા ગોડાઉનના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ પણ ગોડાઉન બંધ ન થતાં ઝોન દ્વારા આવા 18 ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા પર બનાવેલા પતરાના શેડ દુર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ (લિંબાયત) ઝોન વિસ્તારમાં આવેલ ફા.ટી.પી સ્કીમ નંબર-39(ઉધના-લિંબાયત) અને મોજે ઉધનામાં વિવિધ સ્થળોએ મંજુરી વગર મિલકતદારો/કબજેદારો દ્વારા ધંધાદારી ઉપયોગ કરી ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં દુકાન, ગોડાઉન બનાવવામાં આવ્યા છે. પાલિકાની મંજુરી વિના આ સ્ટ્રચર બનાવ્યા છે જે આસપાસના લોકો માટે જોખમી…
(જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ચીનની બદલાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ હવે તેના પર 245% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ચીનથી અમેરિકા આવતા માલ હવે ઘણા મોંઘા થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ચીની કંપનીઓ માટે મોટો ફટકો હશે જેમના માટે અમેરિકા એક મોટું બજાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનીતિથી દુનિયા ભરમાં હલચલ મચી ગઇ છે. સરેરાશ ૧૦ ટકા ટેરિફ તમામ દેશો પર નાખ્યું છે પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ વૉર બની ગયું છે. બંને દેશો વચ્ચેનો વેપાર સંઘર્ષ દિન પ્રતિદિન વધતો…
ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વધુ વણસી (જી.એન.એસ) તા. 16 વોશિંગ્ટન, અમેરિકાએ ફરી એક વખત ચીન પર ટેરિફમાં ધરખમ વધારો કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી” ના કારણે ચીનને હવે 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. ચીને અમેરિકાના ટેરિફ સામે હાલમાં જ નિકાસ પ્રતિબંધો અને સામા ટેરિફ લાદવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરિફ 145 ટકાથી વધારી 245 ટકા કર્યો છે. આ પગલાં સાથે બંને દેશો વચ્ચે ચાલી રહેલો ટ્રેડવૉર ભયાવહ બન્યો છે. વ્હાઈટ હાઉસે ચીનની બદલાની ભાવનાને ધ્યાનમાં લેતાં ટેરિફ 100 ટકા…
500થી વધુ એફઆઇઆરને આધારે દાખલ કરાયેલો મની લોન્ડરિંગ કેસ (જી.એન.એસ) તા. 16 લોનાવાલા, સહારા ગ્રુપ વિરુદ્ધના મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મહારાષ્ટ્રના લોનાવાલામાં ૧૪૬૦ કરોડ રૂપિયાના ૭૦૭ એકરમાં ફેલાયેલ એમ્બી વેલી સિટી અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લઇ લીધો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. એમ્બી વેલી સિટી વિસ્તાર મુંબઇથી ૧૧૦ કિમી અને પૂણેથી ૯૦ કિમી દૂર આવેલો છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એમ્બી વેલી સિટીને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઇડીની કોલકાતા ઓફિસ દ્વારા પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ જમીન બેનામી નામોથી ખરીદવામાં આવી હતી…
(જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, ભારતીય રેલવે પેસેન્જર્સને યાત્રા સિવાય અનેક પાયાની સુવિધાઓ પૂરી પાડે છે. હવે ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન ATM ની સુવિધા મળશે. હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે. આ બાબતે સેન્ટ્રલ રેલ્વેએ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે ATM લગાવ્યું છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ એટીએમ એક ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યું છે અને તે આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના…
(જી.એન.એસ) તા. 16 મુંબઈ, છેલ્લા 4-5 દિવસ થી સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિવેક દહિયા સાથે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે, ત્યારે હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘અમને આ સમાચાર સાંભળીને આનંદ થઈ રહ્યો છે. દિવ્યાંકા અને હું હસીએ છીએ. આઈસ્ક્રીમ ખાતી વખતે અમને લાગે છે કે જો આ અફવા વધુ લાંબી થશે તો અમે પોપકોર્ન પણ ઓર્ડર કરીશું.’ વિવેકે કહ્યું હતું કે, આ સમાચારમાં બિલકુલ સત્ય નથી, પરંતુ તે અને દિવ્યાંકા તેમના પર હસી રહ્યા છે. એક્ટરે પોતાનું…
