Author: devarshi

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો (જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખ બની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર પણ જોવા મળી રહી છે ત્યારે હવે, હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે હવે હાર્વર્ડ સામે ઝૂકવા માટે એક નવી યુક્તિ અપનાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ધમકી આપી છે કે જો સરકારની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હાર્વર્ડને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી રોકી દેવામાં આવશે. આ વિવાદ માત્ર હાર્વર્ડની સ્વતંત્રતાને પડકારતો નથી, પરંતુ અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના સપના…

Read More

(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી/હૈદરાબાદ, યોગ્ય ઓથોરિટીની મંજૂરી વગર જ તેલંગાણા ના હૈદરાબાદમાં 100 એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે 100 એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જો તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, જંગલને કાપતી વખતે તેમાં રહેતા પશુઓની જે હાલત થઇ છે તેના વીડિયોની પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ એજી મસિહની બેંચે તાત્કાલીક આ પશુઓની સુરક્ષા માટે રાજ્યના વાઇલ્ડલાઇફ વોર્ડનને પુરતી વ્યવસ્થા…

Read More

(જી.એન.એસ) તા. 17 મુંબઈ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025માં ભારતીય ટીમના નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ હવે સપોર્ટિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાંથી ચાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. જેમાં ગંભીરના અત્યંત નજીકના ગણાતા આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને પણ હાંકી કાઢવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ અને કંડિશનિંગ કોચ તથા એક મસાજરને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીરના અત્યંત ખાસ અભિષેક નાયર કોલકાતા નાઈટ રાઈડર્સના દિવસોથી ગંભીર સાથે જોડાયેલો હતો. ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બન્યો તો અભિષેક નાયરને આસિસ્ટન્ટ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી.…

Read More

(જી.એન.એસ) તા. 17 મુંબઈ, બોલીવુડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પુત્રી દુઆ સાથે જલદી મુંબઇના બાંદરા બેન્ડસ્ટેન્ડના નવા ઘરમાં શિફ્ટ થશે. બાંદરાના બેન્ડસ્ટેડ દરિયા કિનારા પાસે આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તેમણે ૧૬થી ૧૯ એમ ચાર માળનો ક્વાડ્રુપ્લેક્સ તૈયાર કરાવ્યો છે. જે કુલ ૧૧,૨૬૬ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. ૧,૩૦૦ સ્કે. ફૂટની ટેરેસ પણ તેમાં આવેલી છે. દીપિકા અને રણવીરનાં આ આલીશાન એપાર્ટમેન્ટની નજીક જ શાહરુખ ખાનનો મન્નત બંગલો તથા સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ આવેલાં છે. જોકે, હાલ મન્નતનું રિનોવેશન થવાનું હોવથી શાહરુખ ખુદ પરિવાર સાથે પાલીહિલમાં ભાડાંનાં ત્રણ ફલેટમાં શિફ્ટ થઈ ચૂક્યો છે. દીપિકા અને રણવીર હાલ સાઉથ મુંબઈના પ્રભાદેવી…

Read More

અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાની મંજૂરી આપવા માટે એક નવી યોજના રજૂ કરી (જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જો સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી રકમ પણ આપશે. તે સારા માણસોને મદદ કરવા હું તૈયાર છું. તેમ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. આ રીતે પ્રમુખે અમેરિકામાં વસેલા ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે પહેલી જ વાર કુણું વલણ દાખવ્યું હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકાર પોતે તેમના દેશમાં પાછા ફરનારાઓને હવાઈ ટિકિટ અને ભથ્થું આપશે. અમેરિકાના આ પગલાને ગંભીર ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને તેમના દેશમાં પાછા મોકલવાની દિશામાં એક…

Read More

(જી.એન.એસ) તા. 17 વિક્ટોરિયા, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કોઈપણ દેશને રાહત ન આપવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકામાં આવતા 800 ડૉલરથી ઓછી કિંમતના પેકેજ પર અપાતી છૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે હોંગકોંગ સરકારે ટ્રમ્પના આ નિર્ણયનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે અને અમેરિકન પાર્સલની ડિલીવરી અને સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી ટેરિફ મુદ્દે હોંગકોંગ સરકારે કહ્યું હતું કે, ‘અમેરિકા અયોગ્ય વ્યવહાર કરી રહ્યો છે, ધમકીઓ આપી રહ્યા છે અને ખોટી રીતે ટેરિફ ઝિંકી રહ્યા છે. હોંગકોંગે ટ્રમ્પ સરકારના અયોગ્ય વ્યવહાર અને ધમકાવતી હરકતોને ધ્યાને રાખી નાગરિકોને વધુ પડતી અને ગેરવાજબી ટેક્સની ચૂકવણી…

Read More

(જી.એન.એસ) તા. 17 વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તકલીફોમાં વધારો થઈ શકે છે, એક ભારતીય અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓએ ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે. આ ચાર વિદ્યાર્થીઓને અમેરિકાથી દેશનિકાલ કરવાની યોજના હતી અને હવે તેમણે પોતાનો કાયદેસર દરજ્જો પાછો મેળવવા માટે કોર્ટમાં અપીલ કરી છે. મહત્વનું છે કે, આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે કેમ્પસ એક્ટિવિઝમને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનું શરૂ કર્યું છે. ભારતીયો સહિત અનેક વિદ્યાર્થીઓને તેમના વતન પાછા ફરવા માટે ઇમેઇલ મોકલવામાં આવ્યા છે. દુકાનોમાંથી સામાન ચોરી કરવા અથવા ટ્રાફિક નિયમો તોડવા જેવા નાના ગુનાઓના આરોપી વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવી…

Read More

આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું, રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ (જી.એન.એસ) તા. 17 અરવલ્લી, પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન માલપુરનાં લાલપુરનાં BSF જવાનનું હૃદયરોગથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ છે. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિ.પં. પ્રમુખ, તા.પં. પ્રમુખ, તાલુકા BJP પ્રમુખ સહિતનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં માલપુર તાલુકાનાં લાલપુર ગામનાં વતની બાબુભાઈ હીરાભાઈ ખાંટ બીએસએફ જવાન તરીકે પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા હતા. દરમિયાન, બાબુભાઈને હૃદયરોગનો હુમલો થતાં તેમનું મોત નીપજ્યું હતું. બાબુભાઈનાં નશ્વર દેહને વતન લાલપુર લવાયો હતો.…

Read More

જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોની માગોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ગુરુવારે (17 એપ્રિલ, 2025) આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મુખ્યમંત્રીએ કમિટીને આદેશ કર્યા છે. આ દરમિયાન જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આખા રાજ્યમાંથી…

Read More

(જી.એન.એસ) તા. 17 બીજીંગ/નવી દિલ્હી, ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025 વચ્ચે 85,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા છે. આ બાબતે ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગના જણાવ્યા મુજબ, “9 એપ્રિલ, 2025 સુધીમાં, ભારતમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સે આ વર્ષે ચીનની મુસાફરી કરતા ભારતીય નાગરિકોને 85,000 થી વધુ વિઝા જાહેર કર્યા છે. તેમને X પર લખ્યું છે…

Read More