Author: devarshi

(જી.એન.એસ) તા. 21 જામનગર, જામનગરની જનતાને નવું અને અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે શહેરના જુના એસ.ટી. બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સમય દરમિયાન જૂની એસ.ટી. બસ સ્ટેન્ડ વાળી જગ્યા, કે જે સ્થળે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જુના બસ સ્ટેશન વાળી ઇમારત કે જેની પાડતોડની પ્રક્રિયાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે, અને જુદા-જુદા હિટાચી મશીનો વગેરે લગાવીને એસટી બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Read More

(જી.એન.એસ) તા. 21 જામનગર, જામનગરમાં એરફોર્સના એક હેલિકોપ્ટરમાં અચાનક ખામી સર્જાતા ચંગા ગામ પાસે રંગમતિ ડેમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ એરફોર્સની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટરને એરફોર્સ સ્ટેશને પરત લઈ જવાયું હતું. આ સમગ્ર ઘટનામાં કોઈ અકસ્માત કે જાનહાનિના અહેવાલો મળ્યા નથી. સમગ્ર મામલામાં એરફોર્સની ટીમ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

Read More

(જી.એન.એસ) તા. 21 ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી તમન્ના ભાટિયાએ અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે નવી ફિલ્મ સાઈન કરી છે. રોહિત શેટ્ટી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં તમન્ના રાકેશ મારિયાનાં પત્ની પ્રીતિ મારિયાની ભૂમિકામાં દેખાશે. અભિનેતા જ્હોન અને તમન્ના બીજી વાર સ્ક્રીન શેર કરવાની છે. આ પહેલાં તમન્નાએ જોન અબ્રાહમની ‘વેદા’ ફિલ્મમાં પણ એક ટૂંકી ભૂમિકા ભજવી હતી. તમન્ના આજકાલ ધડાધડ ફિલ્મો સાઈન કરી રહી છે. તેણે થોડા દિવસો પહેલાં જ ‘નો એન્ટ્રી ટૂ’ પણ સાઈન કરી હોવાના અહેવાલો હતા.

Read More

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ, અમદાવાદના ચાંગોદરમાં ગયા અઠવાડિયે પથ્થરોના ઘા મારીને બે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે બાદ પોલીસ ગુનો નોંધી 4 ટીમો અને 150થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો જેમાં બે વૃદ્ધા (દેરાણી-જેઠાણી) ને માત્ર 15 મિનિટના ગાળામાં મોતને ઘાટ ઉતારનારા આરોપીને મધ્ય પ્રદેશના સતના જિલ્લાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમર ગતના બાબતે મળતી માહિતી મુજબ, અમદાવાદના સાણંદ તાલુકાના ચાંચરાવાડી વાસણા ગામના પાટિયા વિસ્તાર નજીક એક ગોચરમાં ગત 14 એપ્રિલ, 2025ના રોજ જતનબહેન સોલંકી અને સોનબહેન સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંને વૃદ્ધ મહિલાઓ નજીકના માટોડા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.…

Read More

(જી.એન.એસ) તા. 21 બીજાપુર, છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સશસ્ત્ર દળોના એક જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા જ ભયાનક વિસ્ફોટ થયો હતો જેમાં તેઓ શહીદ થયા છે. આ બાબતે પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, જિલ્લાના તોયનારથી ફરસેગઢ વચ્ચે આવેલા મોરમેડ ગામના જંગલમાં આઈઈડીની ઝપેટમાં આવતા સીએએફ 19વી બટાલિયનના 26 વર્ષિક જવાન મનોજ પુજારી શહીદ થયા છે. તોયમારથી ફરસેગઢ વચ્ચે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તેની સુરક્ષા કરવા માટે સીએએફની ટીમ પેટ્રોલિંગ પર ગઈ હતી. ટીમ જ્યારે તોયનારથી ફરસેગઢ તરફ ચાર કિલોમીટર દુર મોરમેડ ગામના જંગલોમાં હતી. આ દરમિયાન જવાન મનોજ પુજારીનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ થયો હતો, જેમાં તેઓ…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, દિલ્હીમાં તો ભાજપ માટે આમ આદમી પાર્ટી (આપ) એ જાણે ખુશખબરી આપી હોય તેમ પરિસ્થિ સર્જાઈ છે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી ન લડવાનો નિર્ણય લઈ ભાજપની ટ્રીપલ સરકારનો માર્ગ મોકળો કરી દીધો છે. દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પરાજય થવાના ભયે આપ દ્વારા મેયરની ચૂંટણી ન લડવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના આપ સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાશે. આપ નેતા આતિશીએ સ્વીકાર્યું કે, મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપ પાસે બહુમત છે. અત્યાર સુધી કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવી નથી. તેમની પાસે…

Read More

ટૂંક સમયમાં વેટિકનમાં નવા પોપની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે (જી.એન.એસ) તા. 21 વેટિકન સિટી, ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધર્મ ગુરૂ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયુ છે. તે ઘણા સમયથી બીમાર હતા. હવે ટૂંક સમયમાં વેટિકનમાં નવા પોપની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. વેટિકન કેથોલિક ચર્ચ હવે ખ્રિસ્તી ધર્મના ગુરૂ પસંદ કરવા એક પ્રક્રિયાનું પાલન કરે છે. જેમાં પોપના નિધન તથા તેમની નિષ્ક્રિયતાના કિસ્સામાં વેટિકનના સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન નવા પોપની પસંદગી સુધી ચર્ચના દૈનિક કાર્યોનું મેનેજમેન્ટ કરશે. ત્યારે હવે આગામી પોપની પસંદગીમાં બે ભારતીય કાર્ડિનલને મત આપવાનો અધિકાર છે. જેથી આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયામાં ભારતની ઉપસ્થિતિ ખૂબ મહત્ત્વપૂર્ણ બનશે. 79…

Read More

(જી.એન.એસ) તા. 21 બેંગલુરુ, કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની હત્યા કરવામાં આવી છે, તેમનો મૃતદેહ બેંગલુરુ ના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. ઘટના સમયે ઘરમાં ફક્ત તેમની પત્ની અને પુત્રી જ હાજર હતા. 68 વર્ષીય નિવૃત્ત ડીજીપીના પેટ અને છાતી પર ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પત્ની સાથે સંપત્તિ વિવાદ મામલે ઝઘડો થતાં પત્નીએ પહેલાં મરચાનો પાવડર ફેંકી પતિને દોરડાં વડે બાંધી દીધા હતા અને બાદમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હુમલામાં એક કાચની બોટલનો પણ ઉપયોગ થયો હતો. આ ઘટના મામલે સુત્રોએ જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ નિવૃત્ત…

Read More

(જી.એન.એસ) તા. 21 વડોદરા, એક ખાનગી ટ્રાવેલ્સ બસ વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળ જઈ રહેલી ટ્રકને જોરદાર ટક્કર મારતા ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. ખાનગી ટ્રાવેલ્સ ની બસ ગોલ્ડન ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં બસમાં રહેલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો…

Read More

(જી.એન.એસ) તા. 21 લુસાકા, આફ્રિકી દેશ જાંબિયામાં ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન અને બીજી સુરક્ષા એજન્સીઓ સાથે મળી ને એક ભારતીય યુવક ની ધરપકડ કરી છે અને તેની પાસેથી 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એક 27 વર્ષિય ભારતીય યુવકને દુબઈની ફ્લાઈટ માટે જાંબિયાના લુસાકા સ્થિત કૈનેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસને ચેકિંગ દરમિયાન તેના પર શક થયો, ત્યારબાદ જાંબિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને તપાસ કરી હતી અને ટીમે જ્યારે તેની સૂટકેસ ખોલતા જ તમામ ચોંકી ગયા હતા. આરોપી વ્યક્તિએ તેની બેગમાં નોટોના બંડલો અને…

Read More