Author: devarshi

(જી.એન.એસ) તા. 22 તાઇપી, તાઇવાનની ‘મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ’ દ્વારા લેવામાં આવેલ એક મોટા અને મહત્વના નિર્ણય વિષે જણાવતા મંત્રી ચીયુ ચુઈ ચેંગે કહ્યું હતું કે, સામ્યવાદી ચીનના સ્વાયત્ત પ્રદેશો હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે તેનું કારણ ‘સલામતીનો સમયગાળો’ લંબાવવો પડે તેમ છે. આ બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણય લેવા પાછળનું કારણ તે છે કે, તળભૂમિ ઉપરનાં સામ્યવાદી ચીને સંભવતઃ તેના જાસૂસો તે સ્વાયત્ત પ્રદેશોમાં ઘૂસાડી દીધા હોય, તેઓ પણ મેકાઉ કે હોંગકોંગના વતનીઓ તરીકે તાઇવાનમાં ઘૂસી જઈ શકે તેમ છે. બીજી આશંકા તે પણ છે કે તેઓ તે પ્રદેશોની…

Read More

(જી.એન.એસ) તા. 22 મોસ્કો, અમેરિકન પ્રમુખ દ્વારા બહાર આપીને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈસ્ટરને ધ્યાને રાખી 30 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જે બાદ 20મી એપ્રિલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. રશિયા અને યુક્રેન બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. પુતિને જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી ત્યારથી જ યુક્રેને આ જાહેરાતને એક નાટક ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું…

Read More

(જી.એન.એસ) તા. 22 રિયાધ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા પહોંચ્યા ત્યારે સૌપ્રથમ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે તેમના વિમાનને 3 ફાઇટર વિમાનો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીનું રક્ષણ કરતા સાઉદી એરફોર્સનું F15 આકાશમાં જોવા મળ્યું હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પોસ્ટમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતા સંબંધો પર ચર્ચા કરી. તેમણે સાઉદી અરેબિયાને એક વિશ્વસનીય મિત્ર અને વ્યૂહાત્મક સાથી ગણાવ્યું હતુ. સાઉદીમાં, પીએમ મોદીને રોયલ સાઉદી એરફોર્સના F15 વિમાન દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે 2019 માં વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની રચના થઈ ત્યારથી, દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે. એક પોસ્ટમાં, પીએમ મોદીએ ક્રાઉન…

Read More

(જી.એન.એસ) તા. 22 બીજીંગ, અમેરિકા-ચીન વચ્ચેની ટેરિફ વોર હવે જાણે વધુ પડતું ઉગ્ર બની ગયું હોય તેવી પ્રસીથીતીઓ સર્જાઈ છે ત્યારે ચીનના પ્રમુખ શી-જિનપિંગ તો રીતસર ઝનૂને ચઢ્યા હોય તેમ લાગે છે. તેઓએ અન્ય દેશોને ખુલ્લં ખુલ્લા ધમકી આપતાં કહ્યું છે કે, ‘જો કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય તો તેનું પરિણામ ભયંકર આવશે. ચીનને તેવી સમજૂતી સ્વીકાર્ય નહીં રહે અને તેના જવાબી પગલાં લેશે જ. ચીનની આ ધમકી એવા સમયે આવી છે કે જ્યારે ટ્રમ્પ-પ્રશાસને કેટલાએ દેશો ઉપર દબાણ કર્યું છે કે, જો તેમને ટેરિફમાં છૂટછાટો જોઈએ તો ચીન…

Read More

હાર્વર્ડે યુનિવર્સિટી દ્વારા ટ્રમ્પની સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો (જી.એન.એસ) તા. 22 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાર્વર્ડને $2.2 બિલિયનનું ફંડિંગ બંધ કરી દીધું છે ત્યારે હવે હાર્વર્ડ યુનિવર્સિટીએ 21 એપ્રિલે ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અગાઉ ટ્રમ્પ સરકાર હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સુપરવિઝનની પણ માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે, હાર્વર્ડ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ છે. હાર્વર્ડની વેબસાઇટ અનુસાર, 2024-2025 શૈક્ષણિક વર્ષમાં કુલ નોંધણીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો હિસ્સો 27.2% છે.…

Read More

(જી.એન.એસ) તા. 22 IPL 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવીને ગુજરાત ટાઈટન્સ ની ટીમના એક ખિલાડી એ મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. શુભમન ગિલને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે T20માં ગિલને 12મી ગિલને T20 મેચનો એવોર્ડ મળ્યો છે. આમ કરીને ગિલે પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. શુભમન ગિલ 25 વર્ષની ઉંમરે સૌથી વધુ T20 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 25 વર્ષની ઉંમર સુધીમાં કોહલીએ T20માં 11…

Read More

(જી.એન.એસ) તા. 22 વેટિકન સીટી, ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું હતું, પોપ ફ્રાન્સિસનું સાચું નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો હતું. 13 માર્ચ, 2013 ના રોજ, તેઓ ૨૬૬મા પોપ તરીકે ચૂંટાયા હતા. નવા પોપ કોણ હોઈ શકે? નવા પોપ બનવા માટે કેટલા અને કોણ છે ટોપ લિસ્ટમાં? વેટિકન સિટીમાં 253 કાર્ડિનલ્સ છે. 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે, ફક્ત 138 કાર્ડિનલ્સને જ મતદાન કરવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે, ફક્ત 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ જ આ માટે પાત્ર છે. હાલના નિયમો હેઠળ, આ પસંદગીકારોની સંખ્યા 120 છે. જોકે, વેટિકનની તાજેતરની ગણતરી મુજબ…

Read More

(જી.એન.એસ) તા. 22 વડોદરા, વડોદરા સયાજીગંજ પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં એક બાતમી ના આધારે સયાજીગંજ પી.આઈ. ઝેડ.એન.ઘાસુરાની સીધી દોરવણી હેઠળ પો. સ્ટે. વિસ્તારમા નાઈટ પેટ્રોલીગમા સર્વેલેન્સ સ્કોડના પો.સ.ઈ. તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે “કલ્યાણનગર વુડાના મકાન સી/4 પાસે આવેલ કપાઉંન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે”. બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કપાઉન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા ગોળ કુંડાળુ વળી પાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી સયાજીગંજ પો.સ્ટે. ખાતે જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ…

Read More

ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 21 મુંબઈ, બીસીસીઆઈ દ્વારા ક્રિકેટ પ્લેયર્સના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં, ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દરવર્ષે રૂ. 7 કરોડ મળે છે. બીસીસીઆઈ દ્વારા દરવર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓના પર્ફોર્મન્સ, સાતત્ય અને યોગદાનના આધારે ગ્રેડ ફાળવણી થાય છે. તેમાં ગ્રેડ A+ માં વાર્ષિક રૂ. 7 કરોડ, ગ્રેડ Aમાં રૂ. 5 કરોડ, ગ્રેડ Bમાં રૂ. 3 કરોડ અને ગ્રેડ Cમાં રૂ. 1 કરોડ મળે…

Read More

(જી.એન.એસ) તા. 21 બોકારો, ઝારખંડમાં બોકારોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કોબ્રા કમાન્ડો અને નકસલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ. આ અથડામણમાં કોબ્રા કમાન્ડનો મોટી સફળતા મળી. સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાં વિવેક દસ્તેનો પણ સમાવેશ થાય છે, તેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ છે. ઘટનાસ્થળેથી એક INSAS રાઇફલ, એક સેલ્ફ-લોડિંગ રાઇફલ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. આ મામલે મળતી માહિતી મુજબ, લુગુ પહાડીઓમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ઘણાં અન્ય નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ એક…

Read More