(જી.એન.એસ) તા. 21
વડોદરા,
એક ખાનગી ટ્રાવેલ્સ બસ વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળ જઈ રહેલી ટ્રકને જોરદાર ટક્કર મારતા ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
ખાનગી ટ્રાવેલ્સ ની બસ ગોલ્ડન ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં બસમાં રહેલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,તો ઈજાગ્રસ્તોને પગના અને મોઢાના ભાગે ઈજા પહોંચી છે,પોલીસે ઈજાગ્રસ્તોના પણ નિવેદન નોંધ્યા છે અને મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયા છે,મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.મૃતકમાં ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા ઉંમર વર્ષ ૫૮ રહે અમદાવાદ અને પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ ૨૫ રહે અમરેલી.

