Author: devarshi

(જી.એન.એસ) તા.૬ અમદાવાદ, દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ દાણીલીમડા પોલીસને માહિતી મળી હતી કે દાણીલીમડાના બેરલ માર્કેટ વિસ્તારમાં ફાતેમા ફ્લેટમાં સરફરાઝ સુરતવાલા નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપ બોટલોનું વેચાણ કરે છે.જેને આધારે પોલીસે દાણીલીમડામાં નબીનગરની બાદમાં બેરલ માર્કેટ પાછળ અલહબીબ સોસાયટીના ફાતમા ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે સરફરાઝ હાજીમોહંમદ સુરતવાલાની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપની કુલ-46 બોટલો કબજે કરી હતી. પોલીસે કફ સીરપની બોટલો તથા મોબાઈલ વગેરે મળીને રૂ.13,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું. કફ સીરપની આ બોટલ અંગે પુછપરછ કરતા આરોપી…

Read More

(જી.એન.એસ) તા.૪ ગાંધીનગર, તા.૦૩/૧/૨૦૨૫ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગરમાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાંદોલ સેવા સહકારી મંડળી હોલ દેહગામ તાલુકા ખાતે DEAF(ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ) અંતર્ગત સ્વસહાય જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ આપવામાં આવી.જેમાં ગાંધીનગર જિલ્લાના લીડબેંક મેનેજરશ્રી SBI, FLC કાઉન્સેલરશ્રી SBI લીડ બેંક,આરસેટી ડીરેક્ટરશ્રી BOB,બ્રાંચ મેનેજરશ્રી BGGB દેહગામ,એપીએમશ્રી-ડી(એમ એફ NRLM) તેમજ TLMશ્રી દેહગામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વસહાય જૂથોના ૫૦ બહેનો ને RBI ના નિયત કરેલ તમામ મોડયુલની તાલીમ આપવામાં આવી હતી.

Read More

(જી.એન.એસ) તા.૪ અમદાવાદ, આ કાર્નિવલનું આયોજન બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયુંઅમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ (ભારતીય માનક મેળા) યોજવામાં આવ્યો. આ કાર્નિવલ વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી, અમદાવાદ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્નિવલના ઉદ્ઘાટન સમારંભમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં સાયન્સ સિટી ખાતે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અત્યારથી સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે?…

Read More

(જી.એન.એસ) તા.૪ આણંદ, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત-વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, જમીન અને ગૌ માતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે*આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*ડેરી ક્ષેત્રના ટકાઉ અને સમાવેશી પરિવર્તનની કલ્પના અને વૈશ્વિક ડેરી વેપારમાં અગ્રેસર રહેવાનો આ યોગ્ય સમય છે : એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મિનેષ શાહ*૫૮૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત : ૪૩ તેજસ્વી વિદ્યાર્થીઓને ૯૮ સુવર્ણચંદ્રક અપાયા : રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને…

Read More

(જી.એન.એસ) તા.૪ આણંદ, આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ૨૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી બન્ને પદ્ધતિઓથી ઉગાવવામાં આવેલા ઘઉં અને ચણાના પાકનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવવામાં આવેલો પાક વધુ સારો હોવાથી રાજયપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ મુલાકાત વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરિયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા તેમજ વિશ્વવિદ્યાલયના સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

Read More

(જી.એન.એસ) તા.૪ ગાંધીધામ, ગાંધીધામનાં કિડાણા રહેતા આધેડ સાથે મુન્દ્રા રહેતા તબીબે ૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.જેમાં તબીબે પોતાની પત્નીનાં નામની કારનું તેના મિત્ર સાથે બે વખત સોદ્દો કર્યો હતો. જેમાં પહેલા સોદ્દામાં કાર પેટે રોકડા ૧૦.૫૦ પડાવી લીધા હતા અને તબીબે ફરી તેના મિત્રને ભોળવી કારનું બીજી વખત ૯.૫૦ લાખ રૂપિયામાં સોદ્દો કરી ફરી કારનાં બદલામાં રોકડા ૪.૫૦ લાખ રૂપિયા મેળવી લીધા હતા અને કાર પણ આપી ન હતી. જેમાં આધેડે તબીબને પોતાના રૂપિયા અંગે કેહવા જતા તબીબે આધેડને રોકડા ૭ લાખ રૂપિયા પરત કર્યા હતા અને બાકી નીકળતા ૮ લાખ રૂપિયા પરત ન આપી…

Read More

(જી.એન.એસ) તા.૪ કલોલ, કલોલમાં હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની માપણી કરવામાં આવી રહી છે અને રોડ ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં નગરપાલિકાએ ચાર દિવસથી કાર્યવાહી કરીને આ રોડ ઉપરના દબાણો દૂર કર્યા હતા અને આજે વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે મળતી વિગતો અનુસાર નગરપાલિકા દ્વારા શહેરના સિંદબાદ હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીના રોડ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો ને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ચાર દિવસથી અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કરોડોની જમીન ખુલ્લી કરવામાં…

Read More

(જી.એન.એસ) તા.૪ કચ્છ, મેનેજરે સીઆઈડી ક્રાઈમમાં કંપનીના માલિકો સામે ફરિયાદ નોંધાવી છે. કચ્છ, ગાંધીધામમાં આવેલી ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકની બ્રાંચમાં 12 જેટલા બિલ્ડરોએ બિલ્ડીંગના બાંધકામને બદલે લોનનો અંગત વપરાશમાં ઉપયોગ કરી લોનની ચૂકવણી ન કરી બેંકને 64 કરોડનો ચૂનો ચોંટાડ્યો હોવાની CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતા મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતાએ બેંકમાં નકલી દસ્તાવેજો જમા કરી બિઝનેસ લોન લીધી હતી. પરંતુ સમસયર ભરપાઈ કરી નહોતી, જે હેતુ માટે લોન લીધી હતી તેના માટે વપરાઈ…

Read More

(જી.એન.એસ) તા.૪ સુરત, અનુસંધાને જમીન માફિયા સામે કાર્યવાહીનો સંતોષ ન જણાતાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરમાં બિલ્ડરોએ ખેડૂતોના નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી પ્લોટ વેચી 2000 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હોવાની CID ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરાતા ખળભળાટ મચી ગયો છે. બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી સકારી અધિકારીઓ સાથે મીલિભગત કરી સુરતના ડુમસ અને વાટા ગામની આશરે 5 લાખ વારની જમીનને પ્લોટિંગની સ્કીમ મૂકી વેચાણ કરી ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. CID ક્રાઈમે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1ના અધિકારી કાનાલાલ પી. ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ…

Read More

(જી.એન.એસ) તા.૪ વલસાડ, ડ્રાફ્ટમાં પેરેંટલ કન્સેન્ટ લેવાની સિસ્ટમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વાપી જીઆઈડીસીમાં કામ કરતા કામદારની કંપનીની બહાર હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. માઈક્રો ઓર્ગો કેમ નામની કંપનીમાં વાયરમેન તરીકે ફરજ બજાવતા શખ્સની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વાપી GIDCમાં કામ કરતા કામ કરતા કામદારની અજાણ્યા કારણોસર હત્યા કરી દેવાનું હાલ સામે આવ્યું છે. સેકન્ડ ફેસમાં માઇક્રો ઓર્ગો કેમ નામની કંપની બહાર એક કામદાર સમાધાન પાટીલની અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા થતાં લોકોનું ટોળું જમા થઈ ગયું…

Read More