Author: devarshi

(જી.એન.એસ) તા.૬ અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. જિલ્લાના ભિલોડના ભટેરા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા. અરવલ્લી જિલ્લામાં રવિવાર ગોઝારો નીવડ્યો હતો. જિલ્લાના ભિલોડના ભટેરા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા. અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક સહિત ત્રણના મોત થયા હતા. આ ઉપરાંત અન્ય યુવક ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં વિજય, શંકરભાઈ અને શૈલેષ નામના યુવકના મોત થયા હતા. ભિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જાતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા…

Read More

(જી.એન.એસ) તા.૬ નવસારી, બનાવટ કરનારાઓની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ નકલી સરકારી અધિકારી હોવાં છતાં અસલી સરકારી અધિકારી પર રોબ ઝાડે છે. ચીફ મિનિસ્ટર ઓફિસ ના નકલી અધિકારી બનીને સરકારી અધિકારી પાસેથી ખોટું કામ કરાવવું જવું ભારે પડી ગયું છે. નવસારીમાં નિતેશ ચૌધરી નામના વ્યક્તિએ સીએમઓમાં કામ કરતા હોવાનું નાટક કર્યું હતું. બનાવટ કરનારાઓની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ નકલી સરકારી અધિકારી હોવાં છતાં અસલી સરકારી અધિકારી પર રોબ ઝાડે છે. ચીફ મિનિસ્ટર ઓફિસ ના નકલી અધિકારી બનીને સરકારી અધિકારી પાસેથી ખોટું કામ કરાવવું જવું ભારે પડી ગયું છે. નવસારીમાં નિતેશ ચૌધરી નામના વ્યક્તિએ…

Read More

(જી.એન.એસ) તા.૬ વલસાડ, વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. વલસાડમાં આજે વહેલી સવારે 4:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતા સાથે વલસાડથી દૂર 39 કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે. વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા…

Read More

(જી.એન.એસ) તા.૬ કચ્છ, માંડવીમાં યુવતીની નિર્મમ હત્યાના વિરોધમાં લોકોએ મૌન રેલી યોજીને કચ્છ કલેક્ટરને આવેદન આપીને SIT તપાસની માગ કરવામાં આવી છે. કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામમાં થયેલી એક યુવતીની હત્યાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ગ્રીષ્મા હત્યાકાંડ જેવી આ ઘટનામાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા આરોપીએ ગુપ્તી અને તલવાર વડે યુવતીની નિર્મમ હત્યા કરી હતી. આ ઘટનાના વિરોધમાં આજે ભૂજમાં સર્વ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન લોકોએ કચ્છ કલેક્ટરને આવેદન આપીને આરોપીને ફાંસીની સજા, પોલીસ તપાસમાં પારદર્શિતા, પરિવારને આર્થિક સહાય, ખાસ સરકારી વકીલની નિયુક્તિ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવા માંગો કરી હતી. કલેક્ટરે લોકોને…

Read More

(જી.એન.એસ) તા.૬ બોટાદ, ગુજરાત પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેના 39 વર્ષીય પતિએ એક વીડિયો નોટ છોડી છે, જેમાં તેના પરિવારને તેની પત્નીને તેના મૃત્યુ માટે પાઠ ભણાવવાનું કહ્યું છે. ગુજરાતના બોટાદ જિલ્લાના ઝમરડા ગામમાં પત્ની દ્વારા હેરાન પરેશાન એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. પતિએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના મોત માટે પત્નીને જવાબદાર ઠેરવીને વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે તેના પરિવારને તેની પત્નીને પાઠ ભણાવવા કહ્યું છે. આ ઘટના 30મી ડિસેમ્બરે બની હતી. પોલીસે મૃતકની પત્ની સામે માનસિક ત્રાસનો ગુનો નોંધ્યો છે. આ ઘટના બાદ પતિના…

Read More

(જી.એન.એસ) તા.૬ વલસાડ, વલસાડ જિલ્લામાં પોલીસને દોડતી કરનાર 7 થી વધુ ચોરીઓ કરનાર ગેંગના સાગરિતોની પોલીસે ધરપકડ કરી. વલસાડ વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચોર ગેંગ એ આતંક મચાવ્યો હતો. વાપીમાં જૈન દેરાસર સહિત અનેક જગ્યાએ ચોરી આચરી જિલ્લા ભરની પોલીસને દોડતી કરનાર ચોર ટોળકી આખરે પોલીસના પાંજરે પુરાઈ છે. જૈન દેરાસરમાં ચોરી થયાના ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 26 લાખ 26 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચોર ગેંગના 3 આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગેંગે જૈન દેરાસર સહિત અનેક મંદિરો, મકાન અને બંગલાઓને શિકાર બનાવી વલસાડ…

Read More

(જી.એન.એસ) તા.૬ અરવલ્લી, 10 વર્ષની ધોરણ-5 માં ભણતી બાળકી, ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ. આજકાલની ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ખાસ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ, બાળકો માટે નવી પડકારો ઊભા કરી રહ્યો છે. એવું જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે, જેમાં 10 વર્ષની ધોરણ-5 માં ભણતી બાળકી, ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. 31 ડિસેમ્બર 2024ના રોજ ધનસુરા તાલુકામાં એક શ્રમજીવી પરિવારની દીકરીનાં અપહરણની ઘટના બની હતી. માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાની સાથે જ, પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું કે, બાળકીએ પોતાના માતાપિતાના એન્ડ્રોઈડ ફોનનો…

Read More

(જી.એન.એસ) તા.૬ જામનગર, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા ૨૫૦૦ ફૂટની જગ્યામાં ખડકી દેવાયેલા ચાર મકાનોને તોડી પડાયા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ડિમોલેશન કરાયું હતું, અને ચારેય મકાનમાં ના બાંધકામ ને જમીનદોસ્ત કરી દેવાયા હતા. આ ઉપરાંત તેના દ્વારા જ નદીના પટ વિસ્તારમાં ૫,૦૦૦ ફૂટ જેટલી સરકારી જગ્યામાં બોક્સ ક્રિકેટને લગતું બાંધકામ ખડકી દેવાયું હતું, તે ના ઉપર પણ બુલડોઝર ફેરવી દઈ ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું છે. આ સ્થળે એસપી ની સાથે મ્યુનિ. કમિશનર ખુદ…

Read More

(જી.એન.એસ) તા.૬ અમદાવાદ, પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે. ઈસનપુર પોલીસને માહિતી મલી હતી કે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મોહમ્મદ સિદ્દીક સૈયદ નામનો શખ્સ તેના ઘરમાં એમડી ડ્ગર્સનો જથ્થો રાકીને તેનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મોહંમદ હનીફના ઈસનપુરના ફિરદોસ કંપાઉન્ડમાં આવેલી પાનવાલી ચાલીના મકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા અહીંથી ગેરકાયદે નશીલા પદાર્થ મેફેડ્રોનનો 8 ગ્રામ 320 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.83,200 ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન, રૂ.58,380 રોકડા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મળીને કુલ રૂ. 1,52,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.…

Read More

(જી.એન.એસ) તા.૬ અમદાવાદ, બે યુવક અને યુવતી સહિત ચાર જણાએ ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં દિવસે-દિવસે આપઘાતના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં યુવકોનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં સગીર સહિત ચાર જણાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રથમ બનાવની વિગત મુજબ વાસમામાં અર્બન હેલ્થ સેન્ટર પાસે પ્રવિણનગર ગણેશ શેરી ખાતે રહેતા દિનેશભાઈ શિકારીના સગીર વયના પુત્રએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે વાસણા પોલીસ વધુ તપાસ કરી રહી છે. અન્ય બનાવમાં સરખેજમાં આઝાદનગર ન્યુ ફતેવાડી ધોળકા રોડ…

Read More