Author: devarshi

(જી.એન.એસ) તા.૭ ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું છે. સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૦૭ લાખ હેક્ટર રહ્યો છે. જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું…

Read More

(જી.એન.એસ) તા.૬ વસો, વતનપ્રેમી શ્રી રમેશભાઈ પટેલે શિક્ષણકાર્ય માટે આપ્યું રૂ. ૪ કરોડનું દાન*ફક્ત પુસ્તકિયા શિક્ષણ સુધી સીમિત ના રહેતા વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમૂહજીવનની ભાવના નિર્માણ કરવાની અપીલ કરતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરઆદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે વસો ગ્રામવાસીઓને સરસ્વતી વિદ્યાલય નવીન શાળા માટે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શરૂ કરાયેલ સર્વ શિક્ષા અભિયાન, નમો સરસ્વતી યોજના, પીએમ શ્રી શાળા, સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળા, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન…

Read More

(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર, કુલ 1.72 લાખ પુરૂષ, 2.23 લાખ સ્ત્રી અને ત્રીજી જાતિના 20 મતદારોનો વધારો આખરી મતદારયાદીમાં 2.58 કરોડ પુરૂષ, 2.44 કરોડ સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મળી કુલ 5.03 કરોડ મતદારો નોંધાયા છે ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત તા.20 ઑગસ્ટથી તા.18…

Read More

(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર, સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશેરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ…

Read More

(જી.એન.એસ) તા.૬ નડિયાદ, નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલાને કેનેડાના વિઝા અપાવવાનો વિશ્વાસ આપી ઓવરસીઝ કંપનીએ રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે વિઝાનું કામ કરતી ત્રિપૂટી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકો નડિયાદ મિશન રોડ પર મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વૈભવીબેન આનંદ અમૃતભાઈ ઠાકોર મહેન્દ્ર કોટક બેંકમાં સિનિયર જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. જ્યારે તેમના પતિ ખાનગી શાળામાં શિક્ષકની નોકરી કરે છે. વૈભવીબહેન અને તેમના પતિને કેનેડા આલ્બર્ટા જવા માટે નડિયાદ પીપલગ રોડ ઉપર ઓમહાર્મની કોમ્પ્લેક્સમાં આવેલી બ્લુ સ્ટોન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક કરતા વિઝાનું કામ કરતા અનિલ…

Read More

(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર, ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નના કેસની મુદત ભરવા માટે મહારાષ્ટ્રના ઓરંગાબાદથી વકીલ અસીલ અને તેના ભાઈ તેમજ પિતા આવ્યા હતા. આ દરમિયાન અસીલ અને વકીલ વચ્ચે તકરાર થતા આ ચાર શખ્સો દ્વારા વકીલને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે રહેતા અને ડીસ્ટ્રીક કોર્ટમાં વકીલાત કરતા સંકેત પોપટરાવ જાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના અસીલ ગણેશ કુંડલીક ફાળકે,રહે નારાલા ઓરંગાબાદ મહારાષ્ટ્રને ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલતો હોવાથી ગત ગુરુવારે તેમના સહાયક વકીલ તેમજ ગણેશ ફાળકે તેના પિતા કુંડલીક ફાળકે અને…

Read More

(જી.એન.એસ) તા.૬ સુરેન્દ્રનગર, દસાડા તાલુકાના વણોદ ગામે એક શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ લાકડીઓ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દસાડાના વણોદ ગામે રહેતા સોહિલભાઈ સીકંદરભાઈ સીપાઈ અને તેમનો મિત્ર મુબારક બંને બેચરાજી હાઈવે પર આવેલી એક હોટલમાં જમીને રાત્રીના સમયે બહાર ઉભા હતા. તે દરમિયાન ચાર શખ્સોએ લાકડી લઈ એકસંપ થઈ સોહિલભાઈ પાસે આવ્યા હતા અને સોહિલભાઈના કૌટુંમ્બીક દાદીનો દિકરો અબ્બાસભાઈ અબ્દુલભાઈ વાઘેલા ને વણોદ કેમ બોલાવે છે અને સાથે કેમ ફરે છે તેમ જણાવી સોહિલભાઈને અપશબ્દો બોલી એકસંપ થઈ લાકડીઓ વડે મારમારી…

Read More

(જી.એન.એસ) તા.૬ જામનગર, જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ આરોપીઓને શોધી રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિનું એક બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ આરોપીઓને શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધૂનધોરાજીમાં રહેતા કૈલાશભાઈ આદિવાસી અને તેના પત્ની ઉષાબેન તથા પુત્રી નિશાબેન કે જેઓ ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા, જે દરમિયાન વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા ગોટુ માવી…

Read More

(જી.એન.એસ) તા.૬ સુરત, માતાએ જ્યારે ઘરે આવી જોયું તો પુત્રી મૃત અવસ્થામાં મળી આવતા ચોધાર આંસુએ રડવા લાગી હતી. સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો બન્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત કર્યો છે. માતાએ મોબાઈલ છીનવી લેતાં પુત્રીએ માતાની ગેરહાજરીમાં ઘરે ગળોફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાયો છે. સુરતમાં પાંડેસરાના ચીકુવાડી વિસ્તારના આર્વિભાવ સોસાયટીમાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. વર્ષા નિષાદ નામની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી હતી. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે તેના સ્વાસ્થ્ય અને ભણતર પર અસર થતા બચવા માતાએ મોબાઈલ હાથમાંથી ઝૂંટવી લીધો હતો. તેમજ વધુ ફોન ન વાપરવા ટકોર કરી…

Read More

(જી.એન.એસ) તા.૬ સુરત, બાળકી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીઓને રમાડવાના બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. વિકૃત ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે ઉના વિસ્તારમાં રહેતા મહંમદ અન્સારી નામના શખ્સની ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમજ અન્ય બાળકી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં ભેસ્તાન પોલીસે ઘરની બહાર રમતી નાની દીકરીઓને રમાડવાને બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. જોકે, સમગ્ર વિકૃત હરકતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ…

Read More