Author: devarshi

(જી.એન.એસ) તા.૧૫ જૂનાગઢ, ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જૂનાગઢ માં શહેરના મધુરમ બાયપાસ પાસે કારમાં આગ લાગતા કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારચાલક કારમાંથી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. ફાયરવિભાગને આગની જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે. જૂનાગઢમાં શહેરના મધુરમ બાયપાસ પાસે મોડી રાત્રે કારમાં આગ લાગતા ધુમાડા નીકળતા કાર ચાલક કારમાંથી સમયસર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આખી કાર સંપૂર્ણ બળીને રાખ થઈ હતી. ફાયરને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબિગ્રેડે પાણીની મારો ચાલવી આગ પર કાબૂ મેળવ્યો…

Read More

(જી.એન.એસ) તા.૧૫ મહેસાણા, મહેસાણા જીલ્લામાં સતલાસણાના નવાવાસ રાજપુર ગામમાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે મહેસાણામાં પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પતિએ પત્નીની કુહાડી વડે ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહેસાણા જીલ્લામાં સતલાસણાના નવાવાસ રાજપુર ગામમાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે. માહિતી પ્રમાણે પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. હાલ મોતનું કારણ સામે આવ્યું નથી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી પોલીસે તપાસ શરૂ કરી છે, તેમજ ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

Read More

(જી.એન.એસ) તા.૧૫ સુરેન્દ્રનગર, કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. સુરેન્દ્રનગરમાં ચુડાના મોજીદડ ગામની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ઘઉં, જીરા સહિતનો પાક નાશ થતાં હજારો હેક્ટર જમીન પર પાણી ફરી વળ્યું છે. સુરેન્દ્રનગરમાં ચુડાના મોજીદડ ગામની કેનાલમાં ગાબડું તૂટી પડતાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનો ઘઉં, જીરા સહિતનો તૈયાર પાક ધોવાયો છે. કેનાલના પાણી હજારો હેક્ટર જમીન પર ફરી વળ્યા છે. ખેડૂતોના ખેતરનો પાક નાશ થવાથી લાખોનું નુકસાન થવા પામ્યું છે. ગામમાંથી પસાર થતી LD-8 નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. અગાઉ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામ…

Read More

(જી.એન.એસ) તા.૧૫ વડોદરા, મરણની પાકી નોંધ કરી આપવાના બદલામાં 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી વડોદરામાં મરણની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે લાંચ લેતા મામલતદાર કટેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરને ACB એ​​ ઝડપી લીધો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. જે અરજીમાં કાંચી નોંધને પાકી નોંધમાં ફેરવવા વડોદરા જિલ્લાના ડેસર મામલતદાર કચેરીના ઈ-ધરા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ આર.પરમારે રૂ.૬૦૦૦ ની માંગણી કરી હતી. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે એસીબીએ ઇ-ધરા…

Read More

(જી.એન.એસ) તા.૧૫ અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ પરિવાર માટે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આકાર પામશે અદ્યતન સુવિધાસભર પોલીસ લાઈન*ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર પોલીસકર્મીઓને મળશે 2-BHK (૫૫ ચો.મી.) આવાસ – 920 પોલીસ પરિવાર માટે 13 માળના 18 બ્લોકમાં બનશેકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી.આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના…

Read More

(જી.એન.એસ) તા૧૩ ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતમાં વર્ષ-૨૦૨૪ માં ૧૧૯ અંગદાનથી ૩૮૭ વ્યક્તિઓને નવજીવન મળ્યું વર્ષ-૨૦૨૩ માં સરેરાશ ૧૪૭ અંગદાન થયા, જે વર્ષ ૨૦૨૪ ની સરખામણીએ ૨૦% વધારે હતા*વર્ષ ૨૦૨૪ માં સરકારી સંસ્થામાં ૪૪૧ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે• અંદાજીત ૬,૬૧૫ વ્યક્તિઓ (૧૫ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૫૪૩ કલાક (૩.૫ કલાક સરેરાશ)ની અથાક મહેનતના અંતે ૪૪૧ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા*વર્ષ ૨૦૨૪ માં ૬૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ- • અંદાજીત ૭૨૬ વ્યક્તિઓ(૨૦ વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને ૧૧૮૮ કલાક (૧૧ કલાક સરેરાશ)ની મહેનતના અંતે ૬૬ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ *વર્ષ -૨૦૨૪ માં ગુજરાતમાં ૧૧૯ બ્રેઇનડેથ ડોનરમાંથી ૨૧૦ કિડની,૧૦૯ લીવર, ૩૪ હ્રદય, ૨૬ ફેફસાઓ, ૨ સ્વાદુપિંડ, ૧ નાનું આંતરડું, ૫…

Read More

(જી.એન.એસ) તા૧૩ દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા…

Read More

(જી.એન.એસ) તા૧૩ સુરત, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ઉધનામાં રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં 5-6 ફૂટ પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતાં મોત થયું છે. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 8 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો,…

Read More

(જી.એન.એસ) તા૧૩ જામ ખંભાળિયા, બેટ દ્વારકા ગઈકાલથી શરૃ થયેલા ઓપરેશન ડિમોલીશનના બીજા રાઉન્ડમાં આજરોજ રવિવારે પણ તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી. આજે સવારથી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આજે સવારથી બપોર સુધીમાં દ્વારકાના રેવન્યુ તંત્ર તેમજ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં આશરે ૧૧૦ જેટલા મકાનો તથા અન્ય એક મળી ૧૧૧ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. અને ૧૩.૧૨ કરોડની ૨૪૪૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની અંગેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે રૃ. ૬.૭૨ કરોડની કિંમતની ૧૨૫૦૦ ચોરસ…

Read More

(જી.એન.એસ) તા૧૩ રાજકોટ, ૧પ૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રૃક્ષ્મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે રૃા.૧૭.૪૪ લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરિશ વેલજીભાઈ ભાનુશાલી ને ઝડપી લઈ ગેંગના બીજા સભ્યોને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી. જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયારે તપાસ આગળ ધપાવી આરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં રૃા.૧૦ લાખથી વધુની રકમ જમા થઈ હતી. એટલું જ નહીં અન્ય રાજયોમાં થયેલી ૧પ થી ૧૬ સાયબર ફ્રોડની અરજીમાં…

Read More