Author: devarshi

(જી.એન.એસ) તા.૧૬ રાજકોટ, ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહે છે. ત્યારે આ જ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં રહે છે. ત્યારે આ જ યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યભરમાં લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરનારો વિદ્યાર્થી મૂળ તેલંગાણાનો છે. હાલ તેમના પરિવાર અને વિદ્યાર્થી મિત્રોમાં શોકનું વાતાવરણ છે. ગુજરાતના રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ઉત્તરાયણના દિવસે 18 વર્ષના યુવકે…

Read More

(જી.એન.એસ) તા.૧૬ ગાંધીનગર, રાજ્યમાં આજે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પતંગબાજીના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક લોકોના ગળા કપાઈ જતાં સારવાર માટે અન્ય સ્થળે લઈ જવા પડ્યા હતા. દ્વારકાના ભાણવડમાં 80 વર્ષીય વૃદ્ધ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ટુ વ્હિલર પર જઇ રહેલા વૃદ્ધનું પતંગની દોરીથી ગળું કપાતા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા છે. પતંગબાજીના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક લોકોના ગળા કપાઈ જતાં સારવાર માટે અન્ય સ્થળે લઈ જવા પડ્યા હતા. વિવિધ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતાં સવારથી 108 એમ્બ્યુલન્સ દોડી આવી છે. સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં 108ને 3707 ઈમરજન્સી કોલ આવ્યા…

Read More

(જી.એન.એસ) તા.૧૬ રાજકોટ, રાજકોટમાં ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. દોરીના લીધે ગળુ કપાવવા ઉપરાંત ધાબા પરથી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડતા દસ વર્ષના બાળકનું મોત થયું હતું. રાજકોટમાં ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. દોરીના લીધે ગળુ કપાવવા ઉપરાંત ધાબા પરથી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડતા દસ વર્ષના બાળકનું મોત થયું હતું. આ રીતે મીરા ઉદ્યોગનગરમાં પણ ધાબા પરથી પડતા 18 વર્ષના યુવકનું મોત થયું હતું. બેડલા ગામે પતંગની દોરીથી ગળુ કપાતા 28 વર્ષના યુવકનું મોત થયું હતું. રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના…

Read More

(જી.એન.એસ) તા.૧૬ સુરત, સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. સુરતમાં BJP યુવા મોરચા નેતા પર નજીવી બાબતે હુમલો કરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 5 હુમલાખોરોએ 2 મહિલા સહિત 4 લોકોને તલવારના ઘા ઝીંક્યા હોવાની CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વાયરલ વીડિયોને આધારેર પાંડેસરા પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં વોર્ડ નંબર 23ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ હતી. પાંડેસરામાં નજીવી બાબતે મારામારી લોહીયાળ બની હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વિનાયક નગરમાં જાહેરમાં 5 હુમલાખોરોએ તલવારના ઘા ઝીંકી દેતા…

Read More

(જી.એન.એસ) તા.૧૬ અમદાવાદ, ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાછતા કેટલાક શખ્સો આ પ્રકારની જીવલેણ દોરી વેચતા હોય છે. જેમાં શાહપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ડીસીપી ઝોન-2 પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલુપુરમાં હેબન સૈયદની દરગાહ સામે પઠાણવાડ ખાતે રહેતા મેહસીન એસ. સિપાહી અને કાલુપરમાં જૈનબ એવન્યુ ફ્લેટમાં રહેતા મોહમ્મદ સઈદ જી.મન્સુરીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ. 1,29,000 ની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 512 રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. 1,34,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપી મોહમ્મદ સઈદ વિરૂધ્ધ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગપનો નોંધાયેલો હોવાનું પોલીસે…

Read More

(જી.એન.એસ) તા.૧૬ અમદાબાદ, બન્ને કિશોરેન આગળની કાર્યવાહી માટે એલ ડિવીઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા હતા. સોશિયલ મિડીયા પર એક્ટિવા પર સ્ટંટ કરતા શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ ચાંદખેડા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ,એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડમા પીએસઆઈ વી.જી.ડાભી તથા તેમની ટીમે વાયરલ થયેલા વીડિયોને આધારે રૂટ તથા તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. જેમાં ONGC સર્કલથી જનતાનગર રોડ તરફ જતા રોડ પર એક સફેદ કલરના એક્ટિવા પર ત્રણ અજાણ્યા શખ્સો રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે વાહન હંકારી સ્ટંટ કરતા નજરે ચડ્યા હતા. દરમિયાન સ્ટંટ કરનારા પૈકી બે શખ્સો સ્મશાન રોડ પરથી…

Read More

(જી.એન.એસ) તા.૧૬ ગાંધીનગર/અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ…

Read More

(જી.એન.એસ) તા.૧૫ અમદાવાદ, રખિયાલમાં રહેતી મહિલા સામે પોલીસ કેસ થયો હતો જેથી પતિનો મિત્ર મદદ કરવાના બહાને ઘરે આવતો હતો અને લગ્નની લાલચ આપીને મહિલા સાથે પ્રેમજાળ પાથરી હતી. બાદમાં મહિલાના ઘરે આવીને તથા હોટલોમાં લઇ જઇને અવાર નવાર દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું, મહિલાએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ સેક્સ માટે તને રાખી હતી લગ્ન કરવાનો ઇન્કાર કરીને ધમકી આપી હતી. રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિના મિત્ર કેતન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. જેથી પતિ નાસતો ફરતો…

Read More

(જી.એન.એસ) તા.૧૫ મોરબી, જામનગરમાં અશોક સમ્રાટનગર વિસ્તારમાં રહેતી યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે જેથી અમારા છૂટાછેડા થઇ રહ્યા છે કહી છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. મોરબીના ગાળા ગામના પાટિયા નજીક પૂર્વ પતિએ સાથે રહેવા દબાણ કરી પોતાની પૂર્વ પત્ની સાથે માથાકૂટ કરી માથામાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોિ નામની ૨૫ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પાડોશમાજ રહેતો એલબો ડાડો નામનો શખ્સ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. આ સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના શખ્સે પોતાને પકડી…

Read More

(જી.એન.એસ) તા.૧૫ જામનગર , જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કૌટુંબિક મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની મહિલાના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કૌટુંબિક ભાઈને ઘેર રહેવા માટે આવી ગઈ હતી અને ત્યાં ત્રણે’ય બાળકીઓ સાથે રહેતી હતી. આ દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટુંબી મામા હેરાન કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં જ શૌચક્રિયા કરી લેતી હોવાથી તેને…

Read More