Author: devarshi

(જી.એન.એસ) તા.૧૮ ગાંધીનગર, ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર; જિલ્લામાં ક્રમશઃ ૭૪ ટકા, ૭૧ ટકા અને ૬૬ ટકા નોંધણી પૂર્ણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના ૬૬ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ લાખથી વધુ ખેડૂતો એટલે કે, ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે. ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ…

Read More

(જી.એન.એસ) તા.૧૭ જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ ૧૧મીથી શરૃ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ ગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત છ દિવસથી જે.સી.બી., હિટાચી મશીનોને ધણધણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમરોળ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસ ખાતા દ્વારા આજે રૃ. ૬.૦૭ કરોડની કિંમતની ૧૩,૪૯૦ ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો હટાવાયા હતા. છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. પશ્ચિમી વિસ્તારના છેવાડાના એવા બેટ દ્વારકા વિસ્તારમાં વધતા જતા જમીન અતિક્રમણના મુદ્દે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાની ટીમો દ્વારા સરવે અને નોટિસોની ધોરણસરની કાર્યવાહી બાદ શનિવારથી ઓપરેશન…

Read More

(જી.એન.એસ) તા.૧૭ મોરબી, મોરબી શહેરના સામાકાંઠે એલ.ઈ. કોલેજ રોડ પર નવી પીપળી ગામનાં ૪૮ વર્ષીય આધેડે આર્થિક સંકડામણથી કંટાળીને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે નામના આધેડે મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર નજીક ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને આધેડને મરણ ગયેલ જાહેર કર્યા હતા. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકના ધંધો વેપાર બરોબર ચાલતો ના હતો. જેથી આર્થિક સંકડામણથી કંટાળી દવા…

Read More

(જી.એન.એસ) તા.૧૭ ભુજ, મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને જામનગર ડી.આર. આઇ. ની ટીમે રોકીને તેમાંથી અઢી કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રોસેસ ઓઇલ જાહેર કરીને તેમાં સોપારી મોકલવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઇથી ત્રણ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા જ્યાંથી ત્રણ કન્ટેનર દિલ્હીની પેઢીને રવાના કરવામાં આવ્યા હતા આ ત્રણ કન્ટેનરમાં સોપારી છે તેવી બાતમી જામનગર ડી.આર .આઈની ટીમને મળતા તુગલખાબાદ પાસેથી આ કન્ટેનર ચેક કરતા તેમાંથી ૩૫ ટન પ્રતિબંધિત સોપારી જેની કિંમત અઢી કરોડ થવા જાય છે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે દિલ્હીની જે પેઢીએ મંગાવ્યો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ…

Read More

(જી.એન.એસ) તા.૧૭ કપડવંજ, કપડવંજ તાલુકાના લાડવેલ-પાખિયા રોડ પર મલકાણા ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભા રહેલા ટ્રકમાંથી એક આધેડના હાથ-પગ બાંધી, મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી, હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમજ ટ્રકમાંથી રૂ.૨.૮૫ લાખની કિંમતના પંખાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત ડીએસપી, ડીવાયએસપી, એફએસએલ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત કુલ સાત ટીમોએ લૂંટ કરી હત્યા કરનારા શખ્સનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી છે. કપડવંજ તાલુકાના લાડવેલ-પાખિયા રોડ પર મલકાણા ગામ નજીક આવેલી મહાકાળી દાળબાટી હોટલના પાર્કિંગમાં ગત બુધવારે હરિયાણાની પાસિંગનું એક કન્ટેનર પડયું…

Read More

(જી.એન.એસ) તા.૧૭ જામનગર, જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36 વર્ષિય યુવાનને હાથમાં દુખાવો ઉપડ્યા પછી સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર થયું છે. જામનગરના વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે. જામનગરના નવાગામ ઘેડ નજીક ભીમવાસ શેરી નંબર ત્રણમાં રહેતા વિવેક કાંતિભાઈ ખીમસુરીયા નામના 21 વર્ષના યુવાનને તેની માતાએ નિદ્રાધીન અવસ્થામાં ઉઠાડતાં પોતે ઉઠયો ન હતો, અને બેભાન હાલતમાં હતો. તેથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ…

Read More

(જી.એન.એસ) તા.૧૭ સુરેન્દ્રનગર, પાટડી આઇટીઆઇના પ્રિન્સિપાલ પર હુમલો કરનાર બે વિદ્યાર્થીને ધ્રાંગધ્રાની કોર્ટે દસ વર્ષની સજા ફકટાકરી છે. ૨૦૧૪માં વિરમગામના બે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. કોર્ટે બંને આરોપીને સજાની સાથે દસ-દસ હજારનો દંડ ફટકાર્યો છે. ધ્રાંગધ્રા શહેર રહેતા અને પાટડી આઈ.ટી.આઈ.માં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા મહેશભાઈ ચંદુભાઈ પરમારને વર્ષ ૨૦૧૪માં આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અમીત બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ એ છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પ્રિન્સિપાલ મહેશભાઈ પરમારે બાબુલાલ મકવાણા અને મિલન નરેશભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો જે તાજેતરમાં…

Read More

(જી.એન.એસ) તા.૧૭ અમદાવાદ, અમદાવાદની અસારવા સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021થી 2024 એમ ચાર વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ દર્દી નોંધાઇ ચૂક્યા છે. જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 25956 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષમાં કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાં 59059 પુરુષ અને 41059 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. વર્ષ 2021 કરતાં વર્ષ 2024માં કેન્સરના નોંધાયેલા દર્દીઓમાં 10 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં પુરુષોમાં મોંઢાના જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સરના વધારે કેસ નોંધાયા છે. વર્ષ 2024માં સપ્ટેમ્બર સુધી 1457 સહિત ચાર વર્ષમાં 6889 કેસ પુરુષોમાં મોંઢાના કેન્સરના હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2023માં સૌથી વધુ 1880…

Read More

(જી.એન.એસ) તા.૧૭ અમદાવાદ, કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર અચાનક ગાય આવી જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી જતાં અકસ્માતમાં 5માંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ – ઇન્દોર હાઇવે કઠલાલમાંથી પસાર થાય છે. આ દરમિયાન અચાનક રસ્તાની વચ્ચે એક ગાય આવી ગઈ હતી. જેના કારણે ઇકો કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર હાઇવેના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.…

Read More

(જી.એન.એસ) તા.૧૭ બનાસકાંઠા, એક સપ્તાહમાં તાલિબાની સજાની આ બીજા ઘટના આવી સામે છે. બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી. વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન છે. બનાસકાંઠામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં, ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ બે યુવકોને તાલિબાની સજા આપી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, યુવતીને ઉપાડવા આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમજ યુવકોને માર મારી માથાના વાળ કાપીને તાલિબાની સજા આપી હતી. આ વાયરલ વીડિયો આગથળા પો.સ્ટે. વિસ્તારનો હોવાનું અનુમાન કરાયું છે. અસામાજિક તત્વોએ સ્થાનિક પોલીસનો કોઈને ડર ન…

Read More