Author: devarshi

(જી.એન.એસ) તા. 19 રાજકોટ, રાજકોટમાં પોલીસને મળી છે એક મોટી સફળતા, રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. વૃધ્ધ મહિલાઓને ઘેનની દવા પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી નાસી છૂટતી બંટી-બબલીને તાલુકા પોલીસે દબોચી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. રાજકોટના મવડી કણકોટ રોડ પર લાલુભાઇ ટાઉનશીપમાં રહેતા 62 વર્ષના પુષ્પાબેન નકુમેં તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 14 ના રોજ મવડી પાળ રોડ પર આવેલ રામધણ આશ્રમ દર્શન કરવા ગયા હતા. જયાંથી તેઓને દવાખાને જવું હતું. જેથી સાવન ચોક પાસે…

Read More

(જી.એન.એસ) તા. 19 ધર્મશાલા, હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ફરવા ગયેલી ગુજરાતની એક 19 વર્ષીય યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માતનો ભોગ બની હતી. ગુજરાતની મહિલા પ્રવાસી અને પેરાગ્લાઈડિંગ પાઈલટ બંને ટેક ઓફ પોઈન્ટ પરથી નીચે પડી ગયા હતા. આ અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મહિલા પ્રવાસીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રવાસીનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ ગુજરાતના અમદાવાદની એક યુવતી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પ્રવાસે પહોંચી હતી. આ સમય દરમિયાન, ધર્મશાળાના ઈન્દ્રુ નાગમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે, પેરાગ્લાઈડિંગ પાઈલટ સાથે એક મહિલા ટેક ઓફ પોઈન્ટ પરથી પડી જતાં ગંભીર…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશાના વિવિધ વિસ્તારોમાં સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં 19 અને 20 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સિવાય પૂર્વ રાજસ્થાનમાં 19-21 જાન્યુઆરી દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે. તે જ સમયે, 21 જાન્યુઆરીએ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 થી 23 જાન્યુઆરી વચ્ચે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડશે. આ સિવાય 22 અને 23 જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિવસ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં…

Read More

(જી.એન.એસ) તા.૧૮ ગાંધીધામ, ગાંધીધામનાં આધેડને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી પોતાની ઓળખ મુંબઈ પોલીસની આપી આધેડ પર ડ્રગ્સ અને મની લોડરિંગનો કેસ થયો છે કહી ડરાવી ધમકાવી તેના પાસેથી કુલ ૩૬.૬૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની મુંબઈ પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ઓળખ આપતા અજાણ્યા ઈસમે ફરિયાદીનાં વોટ્સઅપ નંબર પર મુંબઈ પોલીસ તરફથી ડ્રગ્સ અને મની લોડરિંગનું કેસ થયું હોવાનું કહી એફ.આઈ.આર મોકલી આધેડ સાથે વોટ્સઅપ પર વિડીયો કોલ મારફતે પૂછપરછ કરી તેને ડરાવી અને ધમકાવી તેના પાસેથી પોતે મોકલેલા બેંક ખાતામાં આર. ટી. જી. એસ મારફતે રૂપિયા મંગાવી લઇ આધેડ સાથે ઠગાઇ કરી હતી. અંજારના આધેડ સાથે હજુ ૧૬ દિવસ…

Read More

(જી.એન.એસ) તા.૧૮ સુરેન્દ્રનગર, થાન શહેરી વિસ્તારમાં આવેલી એફ સેરા સિરામિક કં૫નીમાં મોડીરાત્રે આગનો બનાવ બનતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી જ્યારે આગને કારણે મશીનરી સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. થાન ખાતે આવેલી ‘એફ સેરા’ સિરામિક ફેકટરીમાં રાતના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ગણતરીની મીનીટોમાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરતા ફેકટરીમાં રહેલી મશીનરી, રો મટીરીયલ, તૈયાર માલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. સદ્દનસીબે રાતના સમયે આગ લાગી હોવાથી સિરામિક ફેકટરીમાં કોઈ શ્રમીકો કે અન્ય સ્ટાફ નહીં હોવાથી…

Read More

(જી.એન.એસ) તા.૧૮ ઊંઝા, ઊંઝાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે મોડી રાતે અહીં બ્રાહ્મણવાડા હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવાઓના દર્દનાક મોત મૃત્યુ નિપજ્યાં હતા. નોંધનિય છે કે, બ્રાહ્મણવાડા ગામ તરફના ક્રોસિંગ રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના મૃત્યું નિપજ્યાં હતા. મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો…

Read More

(જી.એન.એસ) તા.૧૮ જામનગર, જામનગર શહેરના દરબાર ગઢ થી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં જાહેર રોડ પર આડેધડ રેંકડી અને પથારા વાળા ધંધાર્થીઓનું સામ્રાજ્ય જામી ગયું છે. સુપ્રીમકોર્ટના નો હોકિંગ ઝોન નો સ્પષ્ટ હુકમ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દિવસેને દિવસે આ દબાણો વધતા જ જાય છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જામનગર શહેરના દરબાર ગઢથી બર્ધન ચોક- માંડવી ટાવર સુધીના વિસ્તારમાં રેંકડી અને પથારા વાળા વેપારીઓ દ્વારા રોડ પર આડેધડ દબાણો કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમકોર્ટ દ્વારા આવા દબાણો દૂર કરવાના આદેશ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી…

Read More

(જી.એન.એસ) તા.૧૮ જામનગર, જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી નામના ૩૦ વર્ષના ઇજનેર યુવાને શીપમાં કોઈ અગમ્ય કારણોસર સીડીમાં ટુવાલ બાંધી ગડાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે શિપ ના અન્ય કર્મચારી મુસાભાઈ યુસુફભાઈ હોલીએ સિક્કા પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિદેશી શિપ માં પહોંચી ગયો હતો. જ્યાંથી પર પ્રાંતિય ઇજનેર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી કિનારે લાવ્યા હતા, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તેનું પોસ્ટમોટમ કરાવાયું છે. ત્યારબાદ તેના મૃતદેહ ને વતનમાં તામિલનાડુ તરફ મોકલવામાં આવી રહ્યુ છે તેણે કયા સંજોગોમાં…

Read More

(જી.એન.એસ) તા.૧૮ રાજકોટ, ખેડૂતોએ રજકો, કપાસના પાકની સાથે ગાંજાનો છોડ પણ ઉગાડ્યો હતો. રાજકોટના જસદણમાં કપાસની આડમાં ગાંજાની ખેતીનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOGએ ગાંજાના 30 જેટલા છોડ જપ્ત કરી ખેડૂતની પણ ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ખેડૂત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જસદણમાં ગાંજાની ખેતીનું બેફામપણે વાવેતર કરાઈ રહ્યું છે.એસઓજીને બાતમી મળી હતી કે જસદણના હડમતીયા ખાંડા ગામમાં કપાસ સાથે ગાંજાની ખેતી કરાઈ રહી છે, આ બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય SOG (Special Operation Group) દ્વારા કપાસના વાવેતર સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા હતા. SOGએ મામલતદાર અને FSLની ટીમને સાથે રાખી…

Read More

(જી.એન.એસ) તા.૧૮ રાજકોટ, બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. રાજકોટમાં BZ ગ્રુપ જેવું જ કૌભાંડ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. એક કા ડબલની સ્કિમમાં 8000 લોકો પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી 300 કરોડથી વધુની છેતરપિંડી આચરતા બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. BZ ગ્રુપ દ્વારા 5 ટકાથી લઈ 25% સુધી વ્યાજ વળતર આપવાની સ્કીમથી કેટલાય લોકો ઠગાયા છે, ત્યારે રાજકોટમાં BZ ગ્રુપ જેવું જ બીજું કૌભાંડ સામે આવ્યું છે. એક કા ડબલની સ્કિમમાં હજારો લોકો છેતરાતા કૌભાંડ સામે આવ્યું છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે…

Read More