Author: devarshi

(જી.એન.એસ) તા.૧૭ નવસારી, શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ-પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં વધુ 10 લોકો કૂતરાઓના શિકાર બન્યા છે. નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં શહેરી વિસ્તારમાંથી કૂતરાઓના કરડવાના 70 કેસ નોંધાયા છે. કૂતરાઓએ મોટાભાગે લોકોના હાથ-પગના ભાગે બચકા ભર્યા છે, જેના…

Read More

(જી.એન.એસ) તા.૧૭ નવસારી, ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાનવસારીમાં દિવાલ ધસી પડતા માતા-પુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતા-પુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતા-પુત્ર દિવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જેને પગલે ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

Read More

(જી.એન.એસ) તા.૧૭ જામનગર, એક 55 વર્ષના વૃદ્ધ 2 ચીટર શખ્સોની જાળમાં ફસાયા અને શેર બજારમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચે 1 કરોડ 81 લાખની રકમ ગુમાવ્યાનો વારો આવ્યો. જામનગર શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક મામલો સામે આવ્યો છે. સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા 55 વર્ષના વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કરવાની લાલચ આપી ઠગોએ 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ ફરિયાદ અનુસાર વૃદ્ધે સોશિયલ મીડિયા મારફત જતીન વર્મા અને રાજલાલ વસાણી નામના 2 શખ્સો સાથે સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શેરબજારમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. વૃદ્ધે તેમના પર વિશ્વાસ કરી 1.81 કરોડ…

Read More

(જી.એન.એસ) તા.૧૭ સુરત, સુરત શહેર SOGની ટીમે બાંગ્લાદેશીને પકડી પાડ્યો સુરતમાં હિન્દુ બનીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેર SOGની ટીમે આ બાંગ્લાદેશીને ઝડપી લીધો હતો. તપાસમાં આ શખ્સે બનાવટી ડોક્યુમેન્ટ આધારે હિન્દુ નામ ધારણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે.તપાસમાં આરોપીનું નામ મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ કરતા આરોપી પાસેથી બે અલગ-અલગ નામવાળા ભારતીય આધારકાર્ડ મળ્યા હતા. તે સિવાય પોલીસે તેની પાસેથી આર.સી.બુક પણ પોલીસે કબ્જે કરી હતી.પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આરોપી સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી રહેતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીએ મોબાઈલમાં એપ્લીકેશનની મદદથી…

Read More

(જી.એન.એસ) તા.૧૭ અમદાવાદ, સ્ટેન્ડીંગ કમિટીએ બદલીની સત્તા કમિશરને આપી હતી, કમિશનરે 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવારે મોટા ફેરફારો જોવા મળ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે. આ બદલીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોથી લઈને અનેક અધિકારીઓની બદલી કરવાની માંગ ઉઠી હતી ત્યારે એક સાથે મિશનરે તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી એક જ જગ્યાએ અનેક અધિકારીઓ ફરજ બજાવે છે જેના કારણે…

Read More

(જી.એન.એસ) તા.૧૭ ગાંધીનગર, ગુજરાત રાજય પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવલી છે જેમાં ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જનાર 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગે રજા મૂકીને વિદેશ જતાં રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરી હતી તેમ પોલીસ વિભાગે પણ ચાલુ ફરજે વિદેશ પ્રવાસે ઉપડી જનારા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ વિભાગની જાણમાં આવ્યું હતું કે ચાલુ પગારે પોલીસકર્મીઓ વિદેશ પ્રવાસે ગયા છે, જેમા 9 પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે. SMCના વડા નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. આમ…

Read More

(જી.એન.એસ) તા.૧૭ સુરત, આરોપી સમીર ક્લાઉડ કીંગ કેફે નામના પાર્લરમાં નોકરી કરતો હતો સુરતમાં અશ્લિલ ફોટા દ્વારા કિશોરીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી કિશોરીનું ચાર વર્ષથી શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ યુવકે કિશોરીને નાનીના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપીનું નામ સમીર નૂર અહેમદ હોવાનું તથા તે દુબઈમાં હુક્કા પાર્લરમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સમીર ક્લાઉડ કીંગ કેફે નામના પાર્લરમાં નોકરી કરતો હતો. બાદમાં આરોપીએ કિશોરીને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફસાવી હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે બાદમાં આરોપી મોહમ્મદ સમીર નૂર અહેમદની ભરૂચથી…

Read More

(જી.એન.એસ) તા.૧૭ સુરત, ૭૦૦૦ વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે: સ્કાઉટીંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોને સન્માનિત કરાશેઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે ‘નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઈન્ટર યુથ એવોર્ડ સેરેમની’ યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ઓડિશાના નિવૃત્ત ચીફ જસ્ટીસશ્રી કે.એસ.ઝવેરી અને ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચના ચેરમેન શ્રી કે.જે.ઠાકર, શક્તિમાન સિરિયલથી પ્રખ્યાત થયેલા મુકેશ ખન્ના પણ વિશેષ ઉપસ્થિત રહેશે.ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટીસ અને ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપના પ્રેસિડેન્ટ ઈન ચીફ શ્રી કે.એસ.ઝવેરીએ સુરત સર્કીટ હાઉસ ખાતે…

Read More

(જી.એન.એસ) તા.૧૭ વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- ૨૦૨૫નું તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ – ઓડીસી – કુચીપૂડી – મોહિની અટ્ટમ – કથ્થક- કથકલી – મણિપુરી – કથક અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે,ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત…

Read More

(જી.એન.એસ) તા.૧૬ રાજકોટ, કુવાડવા રોડ પર ડીમાર્ટ નજીકથી ગઈકાલે રાત્રે એસઓજીએ ૧૮.૧૪ લાખનાં હેરોઈનનાં જથ્થા સાથે ફેજલ યુસુફ ચૌહાણ અને રાજમલ રકમા ચણા ને ઝડપી લીધા હતાં. બી.ડિવિઝન પોલીસ હવે આગળની તપાસ કરશે. એસઓજીનાં જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ ને યોગેન્દ્રસિંહ ગોહિલને આ અંગે બાતમી મળી હતી. જેનાં આધારે કુવાડવા રોડ પર ડી-માર્ટ નજીક વોચ ગોઠવી અને આરોપીઓને ૩૬૨.૯૫ ગ્રામ હેરોઈનનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. તપાસમાં એવું ખુલ્યું હતું કે, રાજમલ રામા ભાનનાં પ્રતાપગઢ જીલ્લાનાં બોરીગામે રહે છે. તે લીમડીમાં બોરવેલનું વાહન ચલાવે છે. તેની સાથે સાઈડમાં ડ્રગ્સમાં કેરિયર તરીકે કામ કરતો હતો. પ્રતાપગઢ જીલ્લામાં રહેતાં સપ્લાયરે તેને કુલ…

Read More