Author: devarshi

(જી.એન.એસ) તા.૧૬ ભુજ, ભુજના ભાવેશ્વરનગરમાં રહેતા મહિલાને અજાણ્યા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપીને તમારા આધાર કાર્ડ નંરબરથી એક પાર્સલ આવ્યું છે. જે મુંબઇથી તાઇવાન થયું છે. જેમાં પાંચ પાસપોર્ટ, ૧૪૦ ગ્રામ એમ.ડી. ૫ હજાર અમેરીકન ડોલર તથા કપડા હોવાનું કહી દબદાટી આપીને પ્રોપર્ટી વેરીફાઇ કરીને એન.ઓ.સી આપવાનું કહીને ડરાવી ધમકાવી મહિલા પાસેથી અલગ અલગ યુપીઆઇ મારફતે રૂપિયા ૪ લાખ ૪૫ હજાર ટ્રાન્સફર કરવી લઇને ઠગાઇ કરી હતી. પોલીસ અધિકારીના નામે કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો, સાવધાન રહેવા માટેની તંત્ર દ્વારા વારંવાર ફોનમાં કોલર ટયુન મુકવામાં આવી છે. તેમજ છતાં ભુજના મહિલા આવા ધૂતારાઓનો શિકાર બની ગયા હતા.…

Read More

(જી.એન.એસ) તા.૧૬ ભાવનગર, શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે ત્રણ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો . મોડી રાત્રે ભરચક વિસ્તારમાં યુવાનની હત્યા કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના માંણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામના યુવાનની સર જાહેર શાકમાર્કેટ પાસે આવેલ પથિક આશ્રમ પાસે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામનો યુવાન શાકમાર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ શખ્સે સાંથળ નાં ભાગે હથિયારના ઘા ઝીંકી દીધા હતા.યુવાનને ગંભીર હાલતે…

Read More

(જી.એન.એસ) તા.૧૬ જામનગર, જામનગરના ધ્રોલ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ધ્રોલના લતીપર અને ગોકુલપુર વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે થયો અને કાર કેવી રીતે પલટી ગઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગરના ધ્રોલમાં કાર પલટી જતાં ત્રણના મોત થયા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે લતીપર અને ગોકુલપુર વચ્ચે એક ભયંકર અકસ્માત થયો છે, જેમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધ્રોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે ગઈકાલે રાત્રે બે વાગ્યે એક ગોઝારો અકસ્માત…

Read More

(જી.એન.એસ) તા.૧૬ રાજકોટ, મકરસંક્રાંતિની રાત્રે 100 રૂપિયાના વિવાદમાં ચાર લોકોએ ચાની હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકીને પોલીસની પ્રતિષ્ઠાને કલંકિત કરી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલી નકલંક ટી હોટલ પાસે આવેલી ચાની હોટલ પર 100 રૂપિયાની નાની બાબતે લોકોએ પેટ્રોલ બોમ્બ બનાવી હુમલો કર્યો હતો. જયદેવ રામાવત અને ચિરાગ બાવજી વચ્ચે 100 રૂપિયાના પાન માવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા પછી તેણે અન્ય બે અજાણ્યા લોકો સાથે મળીને હોટલને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે…

Read More

(જી.એન.એસ) તા.૧૬ વડોદરા, ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ પાણીગેટ ફાયર સ્ટેશનથી એક ટીમ આવી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબરડી મિલની સામે કાદરી મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં 25માંથી 12 જંક કાર બળીને રાખ થઈ ગઈ હતી. જેના કારણે વિસ્તારના લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ પાણીગેટ ફાયર સ્ટેશનથી એક ટીમ આવી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આ વિસ્તારના લોકોએ પણ…

Read More

(જી.એન.એસ) તા.૧૬ અમદાવાદ, પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી ઊંટવાળી ચાલીમાં રાત્રે એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કાગડાપીઠ વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત 2 શખ્શોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર પત્ની સાથેના પ્રેમસંબંધમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. છરીના ઘા મારીને નીતિન પઢિયારની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવક પર છરી વડે વારંવાર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પત્ની સાથેના પ્રેમસંબંધ હોવાનું મનાય છે. પોલીસે…

Read More

(જી.એન.એસ) તા.૧૬ અમદાવાદ, અમદાવાદના પેલેડીયમ મોલ પાસે ફિલ્મી ઢબે હુમલો કરનારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ ઘટનામાં વિજય ભરવાડ અને તેમના મિત્રોએ હુમલો થતા ગંભીર દુશ્મનીના શિકાર બન્યા હતા. પોલીસે આ ઘટનાનો આલંબો લીધો અને મહારાષ્ટ્રમાં છુપાયેલા આરોપીઓને શોધી કાઢ્યા. અમદાવાદના મહત્વના એવા એસજી હાઈવે પર ખુલ્લી તવારો સાથે આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસે વીડિયો સામે આવ્યા બાદ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. મહારાષ્ટ્રથી બે મળી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.ઝોન 1 ડીસીપીના એલસીબી સ્ક્વોડ અને વસ્ત્રાપુર પોલીસની ટીમ દ્વારા…

Read More

(જી.એન.એસ) તા.૧૬ સુરત, આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તુરંત તેને છોડાવીને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.આ 9 વ સુરતના હજીરા કવાસમાં આજરોજ સવારના એક ચકચારી ઘટના બની છે. 9 વર્ષીય બાળક પર એકાએક શ્વાને હુમલો કરીને ડાબા હાથ અને ખભાના ભાગને ફાડી ખાધો હતો. જોકે, આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તુરંત તેને છોડાવીને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.આ 9 વર્ષીય બાળકની સારવાર કરતાં ડૉક્ટર આરતીએ બાળકની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, આજે સવારે ધોરણ-4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે SPCL કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે ઝૂંપડપટ્ટીની નજીક…

Read More

(જી.એન.એસ) તા.૧૬ અમદાવાદ, બાળકીને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માસુમ બાળકી પર દુષ્કર્મ આરવામાં આવતા ચકચાર મચી હતી. જેમાં ગરીબ પરિવારની દીકરી ઘર પાસે રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો દલપત મધુભાઈ વઢીયારી તેને કોઈ વસ્તુ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. .આઅંગે બાળકીની માતાને જાણ થતા તેણે પોલીસને જાણ કરી હતી. જેન આધારે કૃષ્ણનગર પોલીસે પોકસો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આઠ વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, તે સમયે નજીકમાં રહેતા દલપત વઢીયારીએ પૈસા અને બિસ્કિટ આપવાની લાલચ આપીને પોતાની પાસે બોલાવી…

Read More

(જી.એન.એસ) તા.૧૬ રાજકોટ, રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં 10 લોકોએ મારામારી કરી હતી. રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. રાજ્યમાં દિવસેને દિવસે મારામારી વધી રહી છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં નજીવી બાબતે મારામારી થઈ હતી. જેમાં 10 લોકોએ મારામારી કરી હતી. રાજકોટમાં તોફાની તત્વો દ્વારા મારપીટ સામાન્ય બાબત છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. આ દરમિયાન આવા લોકોમાં પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટમાં આકાશવાણી ચોક પાસે આવેલી ચાની હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં…

Read More