Author: devarshi

(જી.એન.એસ) તા.૧૮ નવસારી, ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના પનાર ગામ પાસેથી ખેડૂતનું તેની જ કારમાંથી અપહરણ કરી 4 ઈસમોએ બંધક બનાવ્યો હતો. અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરાવી રૂપિયા મંગાવી રફુચક્કર થઈ ગયા હતા. ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જીલ્લાના પનાર ગામે 4 ઈસમોએ બંદૂક અને છરીની અણીએ ખેડૂતને તેની જ કારમાંથી અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. વધુમાં, અપહરણકર્તાઓએ રોકડ, દાગીના સહિત 8.45 લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ખેડૂતે પોલીસ મથકમાં 4 અપહરણકારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસ સહિત LCBની ટીમ દ્વારા…

Read More

(જી.એન.એસ) તા.૧૮ અમદાવાદ, વોન્ટેડ કાર્તિક પટેલને ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઈમને લેખિતમાં જાણ કરી હતી. અમદાવાદમાં શહેરનાં પોશ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા કડીના બોરીસણા ગામના બે દર્દીઓના બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટીના કારણે મોત થયા હતા. ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વજીરાની, ડો. સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા, છેતરપિંડી અને અન્ય ગુના હેઠળ કુલ 3 FIR નોંધવામાં આવી હતી. જેમાં નાસતોફરતો ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.…

Read More

(જી.એન.એસ) તા.૧૮ અમદાવાદ, ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેન્ક લિમીટેડ સ્ટેડિયમ રોડ બ્રાન્ચ સાથે રૂ.2.50,57,000 ની છેતરપિંડીનો ગુનો ક્રાઈમ બ્રાંચમાં નોંધાયો છે. આ અંગે ચૈતન્યજી.થુલાએ બેન્કના સીનીયર એક્ઝીક્યુટીવ મેનેજર તરીકે કામ કરતા વિપુલકુમાર એસ.પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી વિપુલ પટેલે બેન્કમાં RTGS વખતે કરવામાં આવતી કામગારી કરી ન હતી. તેમણે આ રકમ પોતાના પર્સનલ તથા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બેન્કના ધ્યાનમાં ન આવે તે રીતે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે એન્ટ્રી કરાવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાન્ઝેક્શન વખતે એક્સીસ બેન્કના પોર્ટલ પરથી આવતો OTP મેળવી લીધો હતો. બાદમાં…

Read More

(જી.એન.એસ) તા.૧૮ બનાસકાંઠા, 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવશે અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં મસાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા, શક્તિ યજ્ઞા, ભજન સત્સંગ, આનંદ ગરબા અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાશે. પરિક્રમા માર્ગ પર વિવિધ મંડળો દ્વારા ભજન સત્સંગ કરવામાં આવશે. ગરબા અખંડ ધૂનની સાથે…

Read More

(જી.એન.એસ) તા.૧૮ ખેડા, હાઈસ્કૂલમાં સમય કરતા વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવાયા ખેડા જિલ્લાના વસોની રામોલ હાઇસ્કુલ વિવાદમાં ફસાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સમય કરતા વહેલા છોડી મુકવામાં આવ્યા હતા. જેને કારણે હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. હાઈસ્કૂલના આચાર્યને પ્રસંગમાં જવાનું હોવાથી તેમણે શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. રામોલ સ્કૂલના આચાર્ય મહેન્દ્ર પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા સિક્ષણ કાર્ય બંધ કરી દેવાયું હતું. રામોલ હાઈસ્કૂલનો નિયત સમય સવારે 7:30 થી 12:30 સુધીનો હોય છે. પરતુ વિદ્યાર્થીઓને 9.30 વાગ્યે જ છોડી દેવામાં આવતા શિક્ષણ કાર્યને અસર પહોંચી હતી. વિદ્યાર્થીઓને છોડી મુકાયા બાદ હાઈસ્કૂલના ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતા. બીજીતરફ…

Read More

(જી.એન.એસ) તા.૧૮ સુરત, સુરતમાં બની ચોંકાવનારી ઘટના, 16 વર્ષની વિદ્યાર્થિનીએ 16 વર્ષના યુવકના સંપર્કમાં આવીને દુષ્કર્મ ઘટના બની હતી. સુરતમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 16 વર્ષની એક કિશોરીએ યુટ્યુબ વીડિયો પરની માહિતીના આધારે બાથરૂમમાં જાતે ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કિશોરી 16 વર્ષીય એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે કિશોરીને રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી. યુટ્યુબ પરથી મળેલી માહિતીને આધારે કિશોરીએ બાથરૂમમાં ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ…

Read More

(જી.એન.એસ) તા.૧૮ સુરત, પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી સુરતના કામરેજમાં નેશનલ હાઈવે 8 ની બાજુમાં આવેલા ઉંભેરગામમાં રોયલ કેપ્સ ગોડાઉનમાં ઈમ્પોર્ટેડ કોલસાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.6,96,061 ની કિંમતનો ઈમ્પોર્ટેડ કોલસો, રૂ.1,31,450 ની કિંમતનો વેસ્ટ કોલ, સાત મોબાઈલ, ચાર ડમ્પર, લોડર મશીન તથા અન્ય એક વાહન મળીને કુલ રૂ. 1,31,97,941 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ઈમ્પોર્ટેડ કોલસો મિક્સ કરનારા હમીર ઉર્ફે બાબુ એન.બેલા, ટ્રક ડ્રાઈવરો અબ્દુલ હમીદ બશીપ શેખ, સુનિલકુમાર ડી. યાદવ અને મસ્તાન…

Read More

(જી.એન.એસ) તા.૧૮ જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાની બીમારી ના કારણે તેઓએ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં…

Read More

(જી.એન.એસ) તા.૧૮ અમદાવાદ, અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો હતો. અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો હતો. દર્દીના સગાએ વીમો હોઈ કેશલેસ સારવાર કરાવી હોવા છતાં જ્યાં સુધી બિલ ક્લીયર ન થાય ત્યાં સુધી મૃતદેહ સુપ્રદ કરવાનો ઇન્કાર કર્યો હતો. તેના લીધે સમાચારનું કવરેજ કરવા આવેલા મંતવ્ય ન્યૂઝે મેદાનમાં ઉતરવુ પડ્યુ હતુ ત્યારે મૃતકના સગાને માંડ-માંડ દર્દીનો મૃતદેહ…

Read More

(જી.એન.એસ) તા.૧૮ આણંદ, જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યા ખંભાતમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ગ 3ના કોન્સ્ટેબલે રૂપિયા 2 લાખની માંગણી કરતા ACBએ છટકું ગોઠવી આરોપી રોશનકુમાર વણકર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી. જોકે, રકમની રકઝકના અંતે રૂપિયા 120000 આપવાનું…

Read More