Author: devarshi

(જી.એન.એસ) તા.૨૦ અમદાવાદ, અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસીને કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી હતી. અમદાવાદમાં વારંવાર અસામાજિક આવારા લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓમાં પોલીસ દ્વારા લુખ્ખા તત્વોનું ફક્ત જાહેર સરકસ નીકાળે છે. પરંતુ આવા લુખ્ખા તત્વોમાંથી ડર બહાર નીકાળી શકતા નથી. જેને લઇને આવા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવા બેફામ બનેલા નબીરાઓનો ત્રાસથી શહેરમાં ભય ફેલાયો છે. મળતી માહિતી મુજબ અમદાવાદના આનંદનગરની એક સોસાયટીમાં અસામાજિક શખ્સોનો આતંક સામે આવ્યો છે. સેટેલાઇટ વિસ્તારના આનંદનગર સોસાયટીમાં તોડફોડની ઘટના બની હતી. હથિયારો સાથે સોસાયટીમાં 6થી 8 નબીરા લુખ્ખા…

Read More

(જી.એન.એસ) તા.૨૦ સુરત, ઉમરા વિસ્તારમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો, આરટીઓ ઇન્સ્પેક્ટર પતિને ફોરેસ્ટ અધિકારી પત્નીએ પરસ્ત્રી સાથે પકડી પાડ્યો. સુરત શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. એક RTO ઇન્સ્પેક્ટર પોતાની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પત્નીએ પોતાના પતિ અને તેની પ્રેમિકા સામે અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે મળતી માહિતી અનુસાર, ફોરેસ્ટ અધિકારી હોવા છતાં પત્નીએ પોતાના પતિની પ્રેમકથાને ખુલ્લી પાડી હતી. પત્નીએ પોતાના પતિને પ્રેમિકાના ઘરમાંથી બહાર કાઢતાંનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો…

Read More

(જી.એન.એસ) તા.૨૦ રાજકોટ, રાજકોટમાં બિલ્ડરે શહેરમાં વૃક્ષોનું નિષ્કંદન કરતા લોકોમાં આક્રોશ, બિલ્ડરને RMC એ નોટિસ ફટકારી છે. રાજકોટ શહેરના સિંચાઈ નગરમાં એક બિલ્ડરે મંજૂરી વગર વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો છે. મોડી રાત્રે બિલ્ડરના માણસોએ ફૂટપાથ ઉપર ટ્રી-ગાર્ડમાં ઉછરેલા વૃક્ષો કાપતા સ્થાનિકો અને સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ વિરોધ નોંધાવ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન કરતા હોવાથી આ ઘટનાથી તેઓ રોષે ભરાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડરે પોતાના લાભ માટે મોડી રાત્રે અંધારામાં આ કૃત્ય કર્યું છે.શહેરના સિંચાઈ નગર વિસ્તારમાં આવેલ સદભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધો પર્યાવરણ પ્રેમી છે. વૃધ્ધાક્ષમના વૃદ્ધો દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલ વૃક્ષોનું ખૂબ જતન…

Read More

(જી.એન.એસ) તા.૨૦ સુરત, પતરાંનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખેઆખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું સુરતમાં એક ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બનાવની વિગત મુજબ વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વીડિયો ઉતારનારી વ્યક્તિ પણ હચમચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. પતરાંનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખેઆખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડને જાણ કરાતાં…

Read More

(જી.એન.એસ) તા.૨૦ સાબરકાંઠા, કરોડોનો ખર્ચ છતાંય ટાઉન હોલ પૂરો ન થયો અને એ.સી. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સહિતની વોરટી ગેરંટી પણ પૂર્ણ થઈ ત્યારે હાલ તો કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક મહિલા કાર્યકર દ્રારા ટાઉનહોલની અવદશા જોઈને પાલિકા ખાતે દોડી જઇ ચીફ ઓફિસરને સ્થળ ઉપર લઈ જઈ ટાઉનહોલની દયનીય સ્થિતિથી વાકેફ કર્યા તો કરોડોનો ખર્ચ છતાંય ટાઉન હોલ પૂરો ન થયો અને એ.સી. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ સહિતની વોરટી ગેરંટી પણ પૂર્ણ થઈ ત્યારે હાલ તો કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર રેખાબેન સોલંકી દ્રારા એક અરજદારને પાલિકા…

Read More

(G.N.S) Dt. 19 (તખૂભાઈ સાંડસૂર) ભાવનગર, વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વનસંરક્ષક શ્રી ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે પ્રત્યક્ષ રીતે ન મળતા હો પરંતુ પરોક્ષ રીતે હંમેશા જોડાયેલો છો. સને 2025 માં યોજાનાર સિંહ ગણતરીનો આગામી કાર્યક્રમ યોજાશે તેમાં કેવી રીતે કામ કરવું તે આજે વિગતો અપાશે.આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાઠોડ,શ્રી ઉમરાણિયા તથા સિંહ દિવસના…

Read More

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવેથી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે, જે ‘સામાન્ય અભ્યાસ’ તરીકે ઓળખાશે. અગાઉ, GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. આના કારણે ઉમેદવારોને દરેક પરીક્ષા માટે અલગથી તૈયારી કરવી પડતી હતી, જેમાં સમય અને મહેનતનો વ્યય થતો હતો. હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. આયોગ દ્વારા ઉમેદવારોની સગવડતાને ધ્યાનમાં રાખીને તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, કોંગ્રેસના દિલ્હી સ્થિત નવા મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ જોર પકડી રહ્યો છે. તેમના નિવેદન સામે ભાજપ તેમને ચારે બાજુથી ઘેરી રહી છે. હવે શનિવારે (18 જાન્યુઆરી) તેમના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ એફઆઈઆર આસામની રાજધાની ગુવાહાટીમાં નોંધવામાં આવી છે. આ એફઆઈઆરમાં રાહુલ ગાંધી પર ગંભીર કલમો લગાવવામાં આવી છે જે બિનજામીનપાત્ર છે. મોનજીત ચેટિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરો છે. ગુવાહાટીના પાન બજાર પોલીસ…

Read More

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, દિલ્હીના ગાઝીપુરમાં એક ખુબ જ દુઃખદ ઘટના બની હતી જેમાં લગ્ન પહેલા જ એક યુવાનનું પોતાની ગાડીના અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સંબંધીઓ અને મિત્રોને લગ્નના કાર્ડ વહેંચવા માટે કારમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું દર્દનાક મૃત્યુ થયું. જ્યારે તે યુવાન પોતાની કારમાં ગાઝીપુર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે તેની વેગનઆર કારમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત બાબતે મળતી માહિતી મુજબ, યુવકના લગ્ન 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ થવાના હતા. પૂર્વ દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં આવેલા બાબા બેન્ક્વેટ હોલમાં તેમની કાર પહોંચતાની સાથે જ કારમાં આગ લાગી ગઈ. કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ…

Read More

(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ફ્લાયઓવર બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Read More