Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: devarshi
(જી.એન.એસ) તા.૨૦ જુનાગઢ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૦મા પદવીદાન સમારંભ બાદ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન વિભાગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા પાકો પર પ્રયોગો થતા હોય છે, જેની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યરત પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની પ્રવૃત્તિઓ નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીની આ મુલાકાત દરમિયાન જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વી.પી.ચોવટીયા, પ્રાકૃતિક કૃષિ ફાર્મના હેડ પી.જે. ગોહિલ, એસ. કે. છોડવડીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ ત્યારબાદ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગતના પશુ ઉછેર કેન્દ્રની પણ…
(જી.એન.એસ) તા.૨૦ આણંદ, રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ઉમરેઠથી વધુ એક દુર્ષ્કમની ઘટનાનો બનાવ સામે આવ્યો છે. એકલતાનો લાભ લઇને યુવતિની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના ઘરે પહોંચી પરિવારજનોને સમગ્ર ઘટનાની વિશે જાણ કરતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધી હતી. એમ કહીને એક્ટિવા પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં ઘરમાં કોઇ ન હોવાથી એકલતાનો લાભ લઇને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તકનો લાભ જોઇને યુવતી ત્યાં ભાગીને ઘરે પહોંચી હતી. ત્યારે તેણે સમગ્ર ઘટના વિશે પરિવારજનો જાણ કરી હતી. ત્યારબાદ યુવતીએ…
(જી.એન.એસ) તા.૨૦ સુરત, સરથાણા યોગી ચોકમાં સોના-ચાંદી ખરીદ-વેચાણ કરતી રોયલ કોર્પોરેટ કન્સલટન્સીના સંચાલકને ગોલ્ડ લોન ભરપાઇ કરી ગોલ્ડ વેચાણ કરવાની લાલચ આપી રૂ. 23.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા બાદ ગોલ્ડ વેચાણ નહીં કરી રફુચક્કર થઇ જનાર ઠગ વિરૂધ્ધ સરથાણા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. સરથાણા યોગી ચોક સ્થિત એપલ સ્કેવરમાં રોયલ કોર્પોરેટ કન્સલટન્સી નામે સોના-ચાંદીના દાગીના ખરીદ-વેચાણની સાથે લોન એજન્ટ તરીકેનું કામ કરતા પૃથ્વીરાજ ધર્મેન્દ્ર પાંચાણીના ધંધાકીય મિત્ર બ્રિજેશ કાપડીયાએ કિશન ધરમશી વધાસીયા સાથે ગત ઓક્ટોબરમાં પરિચય કરાવ્યો હતો. કિશને સિટીલાઇટ રોડ સાયન્સ સેન્ટર સામે સી.એસ.બી. બેંકમાં 436.7 ગ્રામ દાગીના ઉપર રૂ. 23.50 લાખની ગોલ્ડ લોન ભરપાઇ કરી ગોલ્ડ વેચાણ…
(જી.એન.એસ) તા.૨૦ અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં અકસ્માતમાં સગીર સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જેમાં નરોડામાં ગેલેક્સી સિનેમા નજીક બે ભાઇ બાઇક ઉપર પસાર થતાં હતા ત્યારે પાર્ક કરેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતા બન્ને ભાઇ રોડ ઉપર પટકાયા હતા આ સમયે પાછળથી આવતી ટ્રકનું ટાયર ફરી વળતાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બીજા ભાઇ સારવાર હેઠળ છે. રાયખડમાં આધેડ રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું, શાહીબાગમાં સગીર બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઉભેલી બોલેરા પાછળઘ્ ઘૂસી જતાં ગંભીર હાલતમાં સગીરનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે…
(જી.એન.એસ) તા.૨૦ વડોદરા, વાસી ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ધનિયાવી રોડ પર રહેતા શ્રમજીવીના ઘરે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાના સ્વાંગમાં જઇને ચાર આરોપીઓએ તેનું અપહરણ કર્યુ હતું. કારમાં બેસાડી હાઇવે પર લઇ જઇ શ્રમજીવી પાસે ૧૦ લાખની ખંડણી માંગી હતી. જોકે, ત્યારબાદ શ્રમજીવી પાસેથી ૧.૪૫ લાખ ટ્રાન્સફર કરાવી અમદાવાદ જઇ તેને છોડી દીધો હતો. કપુરાઇ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધનિયાવી રોડ આદર્શ નગરમાં રહેતો આસિક હસનમુલ્લા કલર કામ કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૫ મી જાન્યુઆરીએ હું પરિવાર સાથે જમી પરવારીને સૂઇ ગયો હતો. ૧૬ મી તારીખે…
(જી.એન.એસ) તા.૨૦ જામનગર, જામનગરના વધુ એક બ્રાસપાર્ટના વેપારી છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને હરિયાણાની એક મહિલા કારખાનેદારે કટકે કટકે રૃપિયા ૨૧.૯૧ લાખનો બ્રાસપાર્ટ નો માલ સામાન ખરીદ કર્યા પછી તેના પૈસા નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં રહેતા અને ઉદ્યોગ નગરમાં બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા ભાવિનભાઈ રમેશભાઈ મંગે નામના ભાનુશાલી વેપારીએ હરિયાણા રાજ્યના ફરીદાબાદ ની વતની મંજુબેન વિવેકભાઈ પાંડે સામે રૃપિયા ૨૧,૯૧,૧૮૦ની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસમાં જાહેર કર્યા અનુસાર…
(જી.એન.એસ) તા.૨૦ વડોદરા, વડોદરા શહેર-જિલ્લામાં આજે ત્રણ જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને વાહનોની 10 કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. વડોદરા શહેર-જિલ્લામાં આજે ત્રણ જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને વાહનોની 10 કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો. અન્ય બે ઘટનાઓમાં, આજવા રોડ અને હરિદાસર ટાઉનશીપ…
(જી.એન.એસ) તા.૨૦ ગીર સોમનાથ, વાઘા મસરીના દીકરાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે નજીકમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા ગીર ગઢડા તાલુકાના જંગલ સરહદે આવેલા કોડિયા ગામમાં રાત્રે શિકારની શોધમાં નીકળેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ અલગ ઘરોના વરંડામાં સૂતેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. કોડિયા ગામની સીમમાં એક ઘરના વરંડામાં સૂતા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું, જ્યારે દીપડાના હુમલામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોડિયા ગામમાં, મધરાત્રે લગભગ 2 વાગ્યે વાઘા સાદુલ વાઘેલા તેમના ઘરના આંગણામાં સૂતા હતા ત્યારે તેમના પર દીપડાએ હુમલો કર્યો. હુમલા પછી, દીપડો વાઘાને…
(જી.એન.એસ) તા.૨૦ સુરત, સુરતમાં એક નાળા પાસે નવજાત શિશુ મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તપાસ બાદ પોલીસે 16 વર્ષની યુવતી પર આરોપ લગાવ્યો હતો. સુરતમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એક નાળા પાસેના કચરાની વચ્ચેથી એક નવજાત બાળક મળી આવ્યું છે. માંસ ખાનારા પક્ષીઓ તેની ઉપર મંડરાતા હતા. બાળકોના ટોળાએ પક્ષીઓને વિખેરવા માટે પથ્થરમારો કર્યો અને અવાજ કર્યો. આ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આ નવજાતને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ…
(જી.એન.એસ) તા.૨૦ સાબરકાંઠા, ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે. વિજયનગરના લીમડા-1 પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇન્દુબેન જાદવને અંતે ફરજમોકૂફી ઉપર ઉતારી દેવા જિલ્લા કચેરીએ આદેશ આપ્યા છે. કચેરી દ્વારા વહીવટી કામગીરી કરવા કરેલ આદેશનો પણ શિક્ષિકા દ્રારા અનાદર કરાયો હતો. હુકમમાં જણાવ્યા મુજબ લીમડા-1 પ્રા.શાળાના શિક્ષક ઈન્દુબેન તે દમિયાન તેમના દ્રારા ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે. વાલી તેમજ ગામલોકો દ્રારા તમારી સામે બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવા ઉગ્ર રજુઆત કરેલ હતી. વહીવટી કામગીરી કરવા આદેશ કરેલ હતો…
