Author: devarshi

(જી.એન.એસ) તા. 27 ચોટીલા, સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા ફરી એક દારુ નો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈવે પર આવેલ હોર્ન ઓકે હોટેલ ની સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં સ્થળ પર સમયસર પહોંચીને ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદરથી રૂ.47,84,630 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 12,598 દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.1,870 રોકડા મળીને કુલ રૂ. 72,91,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી…

Read More

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદ શહેરના ઘોડાસર ચાર રસ્તા ઉપર આવેલા ઓવરબ્રિજ પર સવારના સમયે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં એએમટીએસ બસને રિપેર કરી રહેલા બે ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી મુજબ અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર એએમટીએસ બસ ખરાબ થઈ ગઈ હતી અને તેને બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બ્રિજ પર ટોઈંગ છૂટી જતા તેને ફરીવાર જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન એક આઇસર ટ્રકે પુરપાટ ઝડપે પાછળથી બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસની નીચે કામ કરી રહેલા 2 ફોરમેન દટાઈ ગયા હતા અને તેમના…

Read More

(જી.એન.એસ) તા. 25 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સંકલ્પ પત્ર ભાગ-3 બહાર પાડ્યું હતું, સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. મેનિફેસ્ટો બહાર પાડતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ ખાલી વચનો નથી. અમે ચૂંટણીને ગંભીરતાથી લઈએ છીએ. આ દરમિયાન શાહે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 5 વર્ષમાં અમે દિલ્હીની તમામ સમસ્યાઓનો અંત લાવી દઈશું, અમે દિલ્હીની જનતાને જુઠ્ઠાણા અને છેતરપિંડીની રાજનીતિને સજા આપવાની અપીલ કરીએ છીએ. નવા ઢંઢેરામાં આપેલા વચનો:- અમે 20…

Read More

(જી.એન.એસ) તા.૨૫ ગાંધીનગર, ગણતંત્ર દિવસ 2025ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 95 જવાનોને વીરતા પદક, 101ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. પોલીસ અધિકારીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા,બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે.

Read More

(જી.એન.એસ) તા. 25 પુણે, ઠંડીના વધતાં જતાં જોર વચ્ચે મહારાષ્ટ્રના પૂણેથી એક રહસ્યમય બીમારી સામે આવી છે જેની ઝપટમાં અત્યાર સુધીમાં 73 લોકો આવ્યા છે. પુણેની ત્રણ હોસ્પિટલોએ સ્થાનિક અધિકારીઓને આ અંગે એલર્ટ કરી દીધા છે. આ રોગ નવજાત શિશુઓને પણ અસર કરે છે. મહારાષ્ટ્ર સરકાર આ રોગને લઈને સતર્ક છે, જ્યારે મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે આ રોગ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) છે. આ સિન્ડ્રોમ માનવ રોગપ્રતિકારક તંત્રને લક્ષ્ય બનાવે છે. રાહતની વાત એ છે કે આ રોગની સારવાર કરી શકાય છે. છેલ્લા એક અઠવાડિયામાં, GBSના 14 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા. આ પછી,…

Read More

(જી.એન.એસ) તા. 25 વૉશિંગટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે, એક ફેડરલ જજે ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. જેમાં માતાપિતાના ઇમિગ્રેશન દરજ્જાને ધ્યાનમાં લીધા વિના અમેરિકાના જન્મજાત નાગરિકત્વની બંધારણીય ગેરન્ટીનો અંત કર્યો હતો. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન સી. કફનૌરે વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ અને ઓરેગોન રાજ્યો દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમામાં આ ચુકાદો આપ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે 14મો સુધારો અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો જન્મજાત નાગરિકત્વ સુનિશ્ચિત કરે છે. ટ્રમ્પે તેમના શપથ ગ્રહણના દિવસે જ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, અને તે 20 ફેબ્રુઆરીથી અમલમાં આવવાનો હતો. એક…

Read More

(જી.એન.એસ) તા. 25 નોઇડા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવની તકલીફોમાં ફરી એકવાર વધારો થયો છે, ગાઝિયાબાદ કોર્ટે તેની વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. એલ્વિશ પર મેનકા ગાંધીની એનજીઓ પીપલ ફોર એનિમલ્સ (PFA)ના સભ્ય સૌરભ ગુપ્તાનો પીછો કરવાનો આરોપ છે. સૌરભે કહ્યું કે એલ્વિશ યાદવ અને તેના લોકોથી તેનો જીવ જોખમમાં છે. ફરિયાદીનો આરોપ છે કે જ્યારથી કેસ નોંધાયો છે ત્યારથી એલ્વિશ અને તેના સહયોગીઓ તેને અને તેના ભાઈને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપી રહ્યા છે. એલ્વિશ જેલમાં ગયો ત્યારથી સૌરભ ગુપ્તા અને તેના ભાઈને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત ધમકીઓ મળી રહી છે. આ કારણે તેણે…

Read More

(જી.એન.એસ) તા. 25 પ્રયાગરાજ, બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવી અને નિવૃત્તિની જાહેરાત કરી. તેમને કિન્નર અખાડાની મહિલા પાંખમાં મહામંડલેશ્વરનું પદ અને નવું નામ યમાઈ મમતા નંદ ગિરી આપવામાં આવ્યું હતું. મમતા કુલકર્ણીએ કહ્યું કે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મારી 23 વર્ષની તપશ્ચર્યાને સમજી ગયા અને સ્વામી મહેન્દ્રાનંદ ગિરી મહારાજે મારી પરીક્ષા લીધી જેમાં હું પાસ થઈ. મને ખબર નહોતી કે, છેલ્લા ત્રણ દિવસથી મારી કસોટી લેવાઇ રહી છે. ગઈકાલે જ મને મહામંડલેશ્વર બનાવવાનું આમંત્રણ મળ્યું. કુલકર્ણીએ કહ્યું, ‘હું મધ્યમાર્ગી હોવાથી કિન્નર અખાડામાં જોડાઇ. હું બોલિવૂડમાં પાછા જવા માંગતી ન હતી, તેથી મેં 23 વર્ષ પહેલાં બોલિવૂડ છોડી…

Read More

(જી.એન.એસ) તા.૨૫ બનાસકાંઠા, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ભયાનક બનાવ બન્યો હતો. વર્ષ 2022માં નોંધાયેલી ફરિયાદ બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આ ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા મળી છે અને આ સજાને લઈને મોટું એલાન થયું છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાઇ હતી. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો…

Read More

(જી.એન.એસ) તા. 25 વૉશિંગટન, અમેરિકાના ફરી વખત રાષ્ટ્રપતિ બનતાની સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે, જેમાં દુનિયાભરમાં આર્થિક મદદ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમગ્ર વિશ્વમાં યુએસ એમ્બેસીઓને મોકલવામાં આવેલ ઓર્ડર, નવા સરકારી ખર્ચ પર રોક લગાવે છે, એવું લાગે છે કે આ કાર્યક્રમો ફક્ત ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અગાઉ બહાર પાડવામાં આવેલ ભંડોળ ઉપલબ્ધ રહેશે. અમેરિકાએ વિશ્વભરના લગભગ તમામ વિદેશી સહાય કાર્યક્રમોને આપવામાં આવતી નાણાકીય સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઇઝરાયેલ અને ઇજિપ્તને માનવતાવાદી ખાદ્ય કાર્યક્રમો અને લશ્કરી સહાય ચાલુ રહેશે. મંત્રાલયના આ આદેશ બાદ સમગ્ર વિશ્વમાં આરોગ્ય,…

Read More