Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
- મધ્યપ્રદેશના ધારાસભ્ય પ્રીતમ લોધીને અધિકારીને ધમકી આપવા બદલ ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી
- ‘ચીન, ભારત કે કોઈ અન્ય નર્કકુંડ’: ટ્રમ્પે અમેરિકાના જન્મજાત નાગરિકત્વ પર પોસ્ટ શેર કરી
Author: devarshi
(જી.એન.એસ) તા. 27 રાજકોટ, આજે ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે. કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રશિયાઓ ઉમટી પડ્યા હતા. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન જોઈએ તો. સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ સામેલ છે. આજે સાંજે 07:00 વાગે બંને ટીમ વચ્ચે મેચ રમાશે. સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા,અભિષેક શર્મા,મોહમ્મદ શમી,અર્શદીપ સિંઘ,રવિ બિશ્નોઈ,વરુણ ચક્રવર્તી,અક્ષર પટેલ સહિતની ભારતીય ટીમ…
(જી.એન.એસ) તા. 27 અભિનેત્રી દીપિકા પાદુકોણ દીકરીના જન્મ બાદથી કેમેરાથી દુર જોવા મળી હતી કારણ કે હાલમાં તે પોતાનો સંપૂર્ણ સમય દીકરી સાથે પસાર કરી રહી છે ત્યારે દીપિકા પાદુકોણ માતા બન્યા પછી પહેલીવાર રેમ્પ વોક કરતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણે સબ્યસાચી માટે રેમ્પ વોક કર્યું હતુ. દીપિકાએ ચાહકોનું ધ્યાન ખેચ્યું છે. આ દરમિયાન દીપિકા વ્હાઈટ કલરના લોગ કોટ લૂઝ વ્હાઈટ પેન્ટમાં જોવા મળી હતી. દીપિકાનો આ લુક જોયા બાદ ચાહકોને દિગ્ગજ અભિનેત્રી રેખાની જૂની સ્ટાઈલ યાદ આવી હતી. રેખા અને દીપિકાનો લુક સરખો લાગી રહ્યો છે. તેમજ હેર સ્ટાઈલથી લઈ આઉટફિટ પણ ચાહકોને રેખાની યાદ અપાવી હતી. અભિનેત્રીનો…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાનમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 70 વિધાનસભા સીટો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. તે જ સમયે, 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો જાહેર થશે. આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે મફત વીજળી, મફત પાણી, વૃદ્ધો માટે મફત તીર્થયાત્રા, દિલ્હી સરકાર દ્વારા પહેલેથી જ જારી કરાયેલ મહિલાઓ માટે બસ મુસાફરી ચાલુ રહેશે, મોહલ્લા ક્લિનિકનું વિસ્તરણ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે જો લોકો ચૂંટણીમાં મતદાન કરતી વખતે ખોટું વોટ બટન…
ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં વિશ્વભરના નિષ્ણાંતો દ્વારા 60થી વધુ રિસર્ચ પેપર રજુ થશે (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પહેલી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 27થી 30 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રથમ ઓલિમ્પિક્સ રિસર્ચ કોન્ફરન્સમાં વિશ્વભારના અનેક સ્પોર્ટ્સ રિસર્ચર્સ ભાગ લઈ રહ્યાં છે. આ કોન્ફરન્સનો શુભારંભ કરાવતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જે પ્રકારનું રિસર્ચ અને ઇનોવેશન થઇ રહ્યાં છે તેના આધારે કહી શકાય છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે અને નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. રક્ષા યુનિ.…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી/મુંબઈ, સરકાર દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એક અખબારી સૂચનામા નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા અધ્યક્ષ માટે 17 ફેબ્રુઆરી સુધીમાં અરજી આમંત્રિત કરી છે. સેબીના વર્તમાન ચેરપર્સન માધાબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેમણે 2 માર્ચ, 2022ના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આર્થિક બાબતોના વિભાગે જણાવ્યું હતું કે, “ભારત સરકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), મુંબઈમાં ચેરમેનની જગ્યા ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને અરજીઓ આમંત્રિત કરે છે. નિમણૂક ચાર્જ સંભાળ્યાની તારીખથી નિમણૂક કરનારની 65 વર્ષની વય…
આકાશવાણી પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા ભારત અને દુનિયાને વિવિધ વ્યક્તિઓની પ્રેરણાદાયી ગાથાઓ પ્રદર્શિત કરે છે (જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી હતી, જેમને 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિશિષ્ટ અતિથિઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભારતના જાહેર સેવા પ્રસારણકર્તાની રેડિયો પાંખ આકાશવાણીએ આકાશવાણી ભવન ખાતેની નવી દિલ્હીની ઑફિસમાં તેમને આમંત્રિત કર્યા હતા. આકાશવાણી: પરિવર્તનના ગુમનામ નાયકોની ઉજવણી:- આકાશવાણી સફળતાની ગાથાઓ, પ્રયાસો અને વ્યક્તિઓની સખત મહેનતને મોખરે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે, જેની ઉજવણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માસિક મન કી બાત કાર્યક્રમમાં કરી હતી…
(જી.એન.એસ) તા. 27 પ્રયાગરાજ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે ‘મહા કુંભ’ સનાતન સંસ્કૃતિના અખંડ પ્રવાહનું અનોખું પ્રતીક છે. આજે મને ધાર્મિક નગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન પર્વમાં સંગમમાં સ્નાન કરવાનો અવસર મળ્યો. મહાકુંભમાં સ્નાન કરતા પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ સંગમ શહેરમાં પહોંચેલા સંતો-મુનિઓને મળ્યા હતા. જેમાં શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ, ગોવિંદ ગીરી મહારાજ અને શરણાનંદજી મહારાજની સાથે અખાડામાં અનેક સંતો અને ઋષિઓ સામેલ છે. સંતોને મળ્યા બાદ શાહે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, ‘એક રાષ્ટ્ર, એક સમય’ અને ભારતીય માનક સમય (IST) માં ચોકસાઈ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે, ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL) અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) સાથે મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત મિલિસેકન્ડથી લઈને માઇક્રોસેકન્ડ સુધીની ચોકસાઈ સાથે IST પ્રસારિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં પાંચ કાનૂની મેટ્રોલોજી પ્રયોગશાળાઓમાંથી IST પ્રસારિત કરવા માટે ટેકનોલોજી અને માળખાગત સુવિધા બનાવવાનો છે. આ ચોકસાઇ નેવિગેશન, ટેલિકોમ્યુનિકેશન્સ, પાવર ગ્રીડ સિંક્રોનાઇઝેશન, બેંકિંગ, ડિજિટલ ગવર્નન્સ અને ડીપ સ્પેસ નેવિગેશન અને ગુરુત્વાકર્ષણ તરંગ શોધ સહિત અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. તે અંગેનું મહત્વ હોવા છતાં, ISTને ક્યારેય ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) દ્વારા ફરજિયાત રીતે અપનાવવામાં આવતું નથી, જેમાંથી ઘણા GPS જેવા વિદેશી…
(જી.એન.એસ) તા. 27 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:- “મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગયા વર્ષે આ દિવસે તમારી ગરિમામયી ઉપસ્થિતિ હકિકતમાં આપણી વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી મિત્રતામાં એક મહત્વપૂર્ણ બિંદુ હતી. માનવતાના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતી વખતે પેરિસમાં AI એક્શન સમિટમાં ટૂંક સમયમાં આપણે મળીશું.”
(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન/બોગોટા, ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ફરી એક વાર શપથ લીધા છે ત્યારથી તેઓ દ્વારા અમુક કિસ્સાઓમાં ખુબજ ઝડપી પગલાં લવાઈ રહ્યા છે, જેમાં આ વખતે ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો, જેના જવાબમાં કોલંબિયાએ પણ અમેરિકા પર ટેરિફ લાદી પરંતુ થોડા કલાકોમાં પીછેહઠ કરી. ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ભરેલા બે અમેરિકન જહાજો પરત કર્યા છે, ત્યારબાદ તેમની સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધ લગાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોના આ નિર્ણયથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં ખલેલ પડી છે. ટ્રમ્પે યુએસ બજારોમાં તમામ…
