Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: devarshi
ચીને સીઆઈએના તાજેતરના અહેવાલને રાજનીતિથી પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો (જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન, કોરોના મહામારીના ફેલાવાને લઈને અમેરિકા અને ચીન ફરી એક વાર સામ સામે આવ્યા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAએ પણ પોતાના એક રિપોર્ટમાં વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ આ રિપોર્ટ બિડેન વહીવટીતંત્રના આદેશ પર તૈયાર કર્યો હતો, જેને શનિવારે જાહેર કરવામાં આવ્યો હતો. આમાં ચીનની લેબમાંથી વાયરસ લીક થવાની આશંકા છે. જોકે, એજન્સી આ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી. CIAએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચીનની લેબમાંથી લીક થયેલો વાયરસ કોરોના ફેલાવવા માટે કોઈપણ પ્રાણી કરતા વધારે જવાબદાર હોવાની શક્યતા…
બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું (જી.એન.એસ) તા. 27 ઢાકા, બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં જે પગલું ભર્યું છે જેની તમામ દેશો દ્વારા નોંધ પણ લેવામાં આવી છે. બાંગ્લાદેશે તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરે રવિવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. મોહમ્મદ ઈકબાલ હુસૈને શનિવારે પેશાવરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને દેશો વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો. મુસાફરી અને કનેક્ટિવિટીની સુવિધા માટે સીધી ફ્લાઇટ્સ શરૂ…
(જી.એન.એસ) તા. 27 નેશનલ રોડ સેફ્ટી એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇઝીરિયાના દક્ષિણપૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇંધણ ટેન્કર ફાટ્યું હતું. ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા, ઓલુસેગુન ઓગુંગબેમિડેએ જણાવ્યું હતું કે ટેન્કર વિસ્ફોટમાં 16થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આગમાં 18 લોકો એટલા ખરાબ રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.
(જી.એન.એસ) તા. 27 ફરી એક વાર સુદાનમાં માહોલ તંગ થયો છે, આ ઘટના સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો થયો હતો. આ હુમલા ની ઘટના બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર આ હુમલામાં 70 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. WHOના વડાએ રવિવારે આ માહિતી આપી. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ દ્વારા હોસ્પિટલ પર હુમલા બાદ મૃત્યુનો આ આંકડો રજૂ કર્યો હતો. સુદાનના ઉત્તર ડાર્ફુર પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્યોએ શનિવારે સમાન આંકડાઓની જાણ કરી હતી, પરંતુ ઘેબ્રેયેસસ જાનહાનિ અંગે માહિતી આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય…
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, જીલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી સંયુક્ત ઉપક્રમે બી. આર. સી. ભવન કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી તથા “બેટી બચાઓ બેટી પઢાવો” યોજનાના ૧૦ – વર્ષ પૂર્ણ થતાં તે યોજનાની ઉજવણી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓ, બાલિકા પંચાયતની દિકરીઓ, વાલીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 3 મંજૂરી હુકમ અને નવજાત જન્મેલ 10 દીકરીઓને વધામણાં કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.પાલક માતા-પિતા યોજના હેઠળ 25 દિકરીઓને શૈક્ષણિક કીટનું દીકરીને…
(જી.એન.એસ) તા. 27 પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ ખાતે પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો છે. સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. તેમણે પોતાની આ ઉપાધિને જીવનની ઐતાહાસિક ક્ષણ ગણાવી છે. હામંડલેશ્વર સાધ્વી ગીતા શ્રીહરિ એ ગુજરાતના પ્રસિદ્ધ કાથાકાર છે. તે દેશ-વિદેશમાં રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ પર કથા કરી ચુક્યા છે. મહામંડલેશ્વર બનવાની શરતો, સાધુ સંન્યાસ પરંપરાથી હોય તે જરૂરી , મહામંડલેશ્વરને વેદ-પુરાણોનું જ્ઞાન હોવું જરૂરી છે, 13 માન્યતા પ્રાપ્ત અખાડા સાથે જોડાયેલા હોવું જરૂરી છે.વ્યક્તિગત જીવનની તપાસથી અખાડાને સંતોષ હોવો જોઇએ. સાધ્વી ગીતા શ્રીહરિએ નાથ પરંપરામાં જૂનાગઢના શ્રીત્રિલોકાનાથજી મહારાજ પાસેથી સન્યાસ લીધો હતો. ગુજરાતના આ ગીતાદીદી લંડનમાં પરમ…
નવા સાધનો વસાવવા માટે 214 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સમલગ્ન સંસ્થાનું2025-26નું બજેટ મંજૂર કર્યુ છે. એમ.જે લાયબ્રેરીના બજેટમાં 2.71 કરોડ, વી.એસ હોસ્પિટલનું 257.59 લાખનું બજેટ, હોસ્પિટલના વિકાસ માટે 1 કરોડ, AMTSનું 705 કરોડનું કોર્પોરેશને બજેટ મંજૂર કર્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમ.જે. લાયબ્રેરીનું 20 કરોડનું બજેટ મંજૂર કર્યુ છે. ગયા વર્ષ કરતા આ વખતે 2.71 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ એમ.જે લાયબ્રેરીને સેન્ટ્રલ એસીમાં રૂપાંતરિત કરાશે. લાયબ્રેરીનું રીનોવેશન કરી ફર્નિચર વસાવવામાં આવશે, સરદાર પટેલની 150મી જન્મ જ્યંતીના વિવિધ પ્રકલ્પોનું આયોજન થશે, મહમદ રફીની જન્મશતાબ્દીનું આયોજન કરવામાં આવશે. ડિજિટલ એરેસ્ટ સામે…
(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન માં 25 જાન્યુઆરી 2025 ના રોજ 2,13,735 મુસાફરો સાથે સૌથી વધુ મુસાફરોની મુસાફરી નોંધાવી હતી, જ્યારે 26 જાન્યુઆરી 2025 ના રોજ 1,91,529 મુસાફરો નોંધાયા હતા. નીચે આપેલ કોષ્ટક દર્શાવે છે કે શનિવાર અને રવિવારની તુલનામાં છેલ્લા 2 અઠવાડિયામાં ઠંડા દિવસોમાં મેટ્રો ટ્રેનોમાં સરેરાશ 1 લાખ વધુ મુસાફરો હતા, જે દર્શાવે છે કે આ દિવસોમાં મુસાફરી માટે દરરોજ લગભગ 50 હજાર વધારાના મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરતા હતા. અમદાવાદમાં આવેલા સૌથી મોત સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન કોલ્ડ પ્લે કોન્સર્ટમી મુસાફરીનો 4,05,264 મુસાફરોનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો…
એકતા મોલની ગત વર્ષે અંદાજે ૪ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ લીધી મુલાકાત (જી.એન.એસ) તા. 27 કેવડીયા, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેવડીયા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણની સાથેસાથે અન્ય પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકતાના પ્રતિક રૂપે ‘એકતા મોલ’ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ એકતા મોલમાં દેશના જુદા જુદા રાજયોમાંથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો સાથે સંકળાયેલા બોર્ડ/નિગમ/સરકારી સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી છે જેથી એક જ સ્થળે દેશની જુદા જુદા રાજયોની હસ્તકલા અને હાથશાળની કલા-કારીગીરીનું પ્રદર્શન દ્વારા નાગરિકોમાં એકતાનો સંદેશ આપી શકાય. આ સાથે વેચાણ દ્વારા દેશભરના કલાકારોને એકતા મોલ ખાતે રોજગારીની…
રાજ્યમાં 7700થી વધુ ખેડૂતોએ સોલાર પંપનો ઉપયોગ શરૂ કરીને વીજળીની બચત કરી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને ₹218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે જેમાં અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે. ખેતરોમાં…
