Author: devarshi

(જી.એન.એસ) તા. 1 બેંગલુરુ, દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરનાર કર્ણાટક પ્રથમ રાજ્ય બન્યું છે. 2023 માં, સર્વોચ્ચ અદાલતે એક આદેશમાં અસાધ્ય બીમાર દર્દીઓ માટે સન્માન સાથે મૃત્યુ (Right to die with dignity) પામવાના અધિકારને મંજૂરી આપી હતી કે જેમને સાજા થવાની કોઈ આશા નથી અથવા તેઓ જીવન ટકાવી રાખવા તૈયાર નથી. આ આદેશ રાજ્યની તમામ સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓમાં લાગુ થશે, જ્યાં આવા દર્દીઓ દાખલ છે. કર્ણાટક રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કોઈપણ ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન, સર્જન, એનેસ્થેટીસ્ટ અથવા ઇન્ટેન્સિવિસ્ટ, જેને માનવ અંગો અને ટ્રાન્સપ્લાન્ટ એક્ટ, 1994 હેઠળ યોગ્ય સત્તાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવી હોય, તે જિલ્લા…

Read More

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું છે. સતત 8મી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ. નાણામંત્રીએ તેને આકાંક્ષાઓનું બજેટ ગણાવતા કહ્યું કે, સરકારે તમામ વર્ગોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલો જોઈએ કે બજેટમાં કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી વસ્તુઓની યાદીમાં સામેલ થઈ. શું થશે મોંઘું.. ફાસ્ટ ફુડ પર સરકારની નજર- આ ખાદ્ય પદાર્થોમાં મીઠું, ખાંડ, સંકેન્દ્રિત ચરબી અને કૃત્રિમ પદાર્શોના મિશ્રણના કારણે, તેમની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાનો સામનો કરવા માટે તેમના પર…

Read More

(જી.એન.એસ) તા. 1 અલપ્પુઝા, કેરળના અલપ્પુઝામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં વહેલી સવારે એક ઘરમાં આગ લાગી હતી, જેના કારણે એક વૃદ્ધ દંપતીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે દંપતીના પુત્રની અટકાયત કરી છે, જેના પર ઘરમાં આગ લગાવવાની આશંકા છે. મીડિયા સૂત્રો અનુસાર, આ ઘટના અલપ્પુઝાના ચેનીથાલા ગામમાં બની હતી. મૃતકોની ઓળખ 96 વર્ષીય રાઘવન અને તેની 86 વર્ષીય પત્ની ભારતી તરીકે થઈ છે. દંપતીના પુત્ર વિજયનને મન્નાર પોલીસે શંકાસ્પદ માનીને તેની અટકાયત કરી છે. પ્રારંભિક…

Read More

(જી.એન.એસ) તા. 1 ફિલાડેલ્ફિયા, અમેરિકામાં ફરી એકવાર પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી જેમાં પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા બે લોકો સવાર હતા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મીડિયા સૂત્રો દ્વારા પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે અકસ્માત સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. મીડિયા સૂત્રો થકી આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, આ વિમાન દુર્ઘટનામાં ઘણા ઘરો અને કારોમાં આગ લાગી છે. આ વિમાન મકાનો પર પડ્યું હતું. ફિલાડેલ્ફિયા ઑફિસ ઑફ ઈમરજન્સી મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી કે કથિત ક્રેશના વિસ્તારમાં “મોટી ઘટના” બની હતી, પરંતુ અન્ય કોઈ વિગતો…

Read More

(જી.એન.એસ) તા. 1 વડોદરા, વડોદરા પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં, ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા – સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂની 597 પેટી સાથે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. સાથે જ આ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.‌ પ્રોહીબીશનની અમલવારી માટે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન મોડી રાત્રે ટીમ મંજુસર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તેવામાં બાતમી મળી હતી કે, દારૂનો જથ્થો ભરેલુ એક કન્ટેનર વડોદરા -સાવલી રોડ ઉપરથી પસાર થવાનું…

Read More

(જી.એન.એસ) તા. 31 ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની વધુ એક મોઠી સિદ્ધિ; અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે, અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ગુરુવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી 5.5 કલાકની સ્પેસવોક કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ સુનિતા વિલિયમ્સની નવમી અને વિલ્મોરની પાંચમી સ્પેસ વોક હતી. આ સ્પેસ વોક સાથે જ સુનિતાએ હવે કુલ 62 કલાક અને 6 મિનિટની સ્પેસ વોકનો રેકોર્ડ નોંધાવ્યો છે. નાસા ટીમમાંથી સૌથી વધુ અવકાશ યાત્રા કરનારા લોકોની યાદીમાં વિલિયમ્સ ચોથા ક્રમે છે. આ સ્પેસ વોકનું કારણ અમુક ઉદ્દેશ્ય પૂર્ણ કરવાનું હતું જેમાં સ્ટેશનના ટ્રસમાંથી રેડિયો ફ્રીક્વન્સી ગ્રુપ એન્ટેના એસેમ્બલીને દૂર કરવા…

Read More

(જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થઈ રહેલા શ્રી રાજકુમારજી આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ શ્રી રાજકુમારજીના મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળની પ્રશંસા કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

Read More

રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા ૭૪ હજારથી વધુ વાહનો પર રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા (જી.એન.એસ) તા. 31 રાજ્યના નાગરીકોને ટ્રાફિકના નિયમો અંગેની સમજ આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે નેશનલ રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં તા. ૦૧ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. માર્ગ અકસ્માતોના બનાવો નિવારવા માટે પોલીસ દ્વારા અકસ્માતોના સર્વે તેમજ રીસર્ચ કરવામાં આવે છે, જેમાં વધુ પ્રમાણમાં બનતા માર્ગ અકસ્માતોના કારણોમાં, વાહનોના પાછળથી અથડાવાના કારણે, વાહનોના પાછળના ભાગે ટેઇલ લાઇટ-બ્રેક લાઇટ ચાલુ ન હોવાના કારણે, વાહનોની ઓવર સ્પીડના કારણે, રોંગ સાઈડથી આવતા વાહનોને કારણે, વાહનોની પાછળ રેડીયમ – રીફ્લેકટર લગાવેલ…

Read More

યુએસના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મહિલાનું મોત (જી.એન.એસ) તા. 31 વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર વ્હાઈટ હાઉસથી ફક્ત 5 કિમી દૂર આવેલી પોટોમેક નદીમાં મિલિટરી હેલિકોપ્ટરની ટક્કરથી ખાબકેલા વિમાનમાંથી 28 લાશો બહાર કાઢી લેવામાં આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં તૂટી પડતાં જ આકાશમાં જાણે ભયંકર આતશબાજી થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. અમેરિકાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઇનર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં કુલ 67 લોકોના મોત થયા છે. આમાં NRI મહિલા અસરા હુસૈન રઝાનો પણ સમાવેશ થાય છે. 2001 પછી અમેરિકામાં આ સૌથી ઘાતક વિમાન દુર્ઘટના…

Read More

(જી.એન.એસ) તા. 31 “આશ્રમ” એક હિટ વેબ સિરીઝ છે, જે બોબી દેઓલના અભિનયથી ચર્ચામાં રહી છે. આ શ્રેણીનું પ્રથમ સીઝન MX Player પર રિલીઝ થયું હતું, અને તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજી સીઝન પણ આવી રહી જેનું ટ્રેલર બહાર પડી ગયું છે. આશ્રમ સીઝન 3ના ભાગ 2 નું ટીઝર હવે બહાર આવી ચૂક્યું છે. આ ટીઝરમાં બોબી દેઓલનો નવો લૂક દરેકના દિલોમાં ફરીથી ડર પડે કરી શકે છે. સીઝન 3માં, બાબા નિરાલા પોતાનાં નવા શિકારો તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ તે જાણે છે કે હવે તેની સામે નવા ખતરો છે. હવે, સીઝન 3 ના પાર્ટ 2…

Read More