Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 2 કચ્છ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ હાલ કચ્છનાં ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય પહોંચ્યા હતા. આ સંગ્રહાલય વર્ષ 2001 નાં ગુજરાતનાં ભૂકંપ પીડિતોને સમર્પિત છે અને યુનેસ્કોનાં પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ દ્વારા વિશ્વનાં સૌથી સુંદર સંગ્રહાલયો તરીકે નામાંકિત કરાયું છે. આર્મી ચીફે સ્થાનિક વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી અને રાષ્ટ્ર નિર્માણ તરફનાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઉપેન્દ્ર દ્વિવેદી ગુજરાતનાં પ્રવાસે દરમિયાન, તેમણે ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વહીવટી અધિકારીઓ અને નિવૃત્ત સૈનિકો સાથે વાતચીત કરી હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ…
(જી.એન.એસ) તા. 2 પાટણ, રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ દામવામાં અગ્રેસર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં, પાટણના ચાણસ્મામાંથી જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીના અધિકારીઓ દ્વારા બાતમી ના આધારે ચાણસ્માના હાઈવે સર્કલ સ્થિત સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી નવજીવન સ્પોર્ટ્સ ક્લબ પર દરોડો પાડ્યો હતો જેમાં તેત્રીસ લોકો ને ત્યાં જુગાર રમત ઝડપી લેવામાં આવ્યા હતા. એસએમસી ના અધિકારીઓએ પકડવામાં આવેલા લોકો પાસેથી 85,950 રૂપિયા રોકડા, ઓનલાઈન ગુગલ પે મારફતે મેળવેલા રૂ.12,28,237, આઠ વાહનો તથા 37 મોબાઈલ મળીને કુલ રૂ. 17,37,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 8 આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની…
(જી.એન.એસ) તા. 2 માલેગાંવ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટવાળા માર્ગમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી 50 જેટલા મુસાફર ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે 5 લોકોના મોત થયા છે. જેમાં 12 મુસાફર ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વહેલી સવારે આશરે 4 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામને તાત્કાલિક ધોરણે…
(જી.એન.એસ) તા. 2 અભિનેત્રી સ્વરા ભાસ્કરનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અભિનેત્રીએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. આનાથી સ્વરા ભાસ્કર ખૂબ નારાજ છે. સ્વરાનું X એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર મહાત્મા ગાંધી વિશે કરેલી બે પોસ્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે તે કથિત કોપીરાઈટ ઉલ્લંઘન છે. 36 વર્ષીય સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ટીમ તરફથી મળેલા ઇમેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો અને નિર્ણયને ‘મૂર્ખ’ અને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યો. સ્વરા ભાસ્કરે તેની ઇન્સ્ટાગ્રામ…
પેન્ટાગોને કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી (જી.એન.એસ) તા. 2 વોશિંગ્ટન/સોમાલિયા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આદેશ પર અમેરિકાની સેના દ્વારા પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ આતંકવાદી સંગઠન ISના લડાકોને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ કોઈ આફ્રિકન દેશમાં કરવામાં આવેલી પહેલી લશ્કરી કાર્યવાહી છે. સાથેજ યુએસ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આતંકવાદી માસ્ટરોના નિર્દેશો હેઠળ IS લડાકો ઉત્તર સોમાલિયામાં વધુ સક્રિય થઈ શકે છે. IS લડાકો ભંડોળ એકત્ર કરવા માટે લોકોનું અપહરણ કરી શકે છે. વધુમાં, આમાં ડ્રોનથી છુપાવવા માટે વધુ સારી લશ્કરી…
(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, વકફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો અહેવાલ આજે (સોમવાર, 3 ફેબ્રુઆરી 2025) લોકસભામાં રજૂ કરવામાં આવશે. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલ આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરશે. સોમવારે રાજ્યસભામાં JPC રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. અગાઉ આ રિપોર્ટ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને સુપરત કરવામાં આવ્યો હતો. સંસદમાં બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે. આ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. જ્યારે બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલવાની શક્યતા છે. દરમિયાન, વક્ફ સુધારા બિલ પર JPC રિપોર્ટ 3 ફેબ્રુઆરીએ બંને ગૃહોમાં રજૂ થવાનો છે. JPC રિપોર્ટને…
(જી.એન.એસ) તા. 2 દેવભૂમિ દ્વારકા, આખા ગુજરાત રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકામાં હાલ નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ રેસમાં પોતાની જીતનો ડંકો વગાડી દીધો હોય તેવા સમાચાર આવ્યા છે, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે 8 બેઠક બિનહરીફ જીતી છે. દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં 4 માં તમામ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નં 3 માં 3 સભ્યો બિનહરીફ અને વોર્ડ ન 7 માં 1 સભ્ય બિનહરીફ જાહેર કરાયા છે. આમ, ભાજપ માટે નગરપાલિકામાં ફરી સત્તા પર આવવાનો માર્ગ અત્યારથી…
(જી.એન.એસ) તા. 2 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરના જમીયતપુરા પાસે એક કસ્ટમ ઈન્સ્પેકટર સહિત ત્રણ લોકોને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. જમીયતપુરા પાસેના આઇસીડી કન્ટેનર ડેપોમાં એન્ટિ કરપ્શન બ્યૂરો ના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે 2.32 લાખની લાંચ લેતા ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીના અધિકારીઓએ કન્ટેનર પાર્કિગમાં વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. કસ્ટમ ઈન્સ્પેકટર સતીદર સિંહે લાંચ માગી હોવાનું સામે આવી રહ્યું છે. કસ્ટમ વિભાગના 2 આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયર ઝડપાયા હતા.
રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ ઓમદુરમાન શહેરના બજાર પર કરેલ હુમલામા 150 થી વધુ લોકો ઘાયલ (જી.એન.એસ) તા. 2 ઓમદુરમાન, છેલ્લા ઘણા સમયથી સુદાનમાં સેના સામે લડી રહેલા એક કુખ્યાત અર્ધલશ્કરી જૂથે ઓમદુરમાન શહેરના એક બજારમાં હુમલો કર્યો છે, જેમાં 54 લોકોના મોત થયા હતા. આ માહિતી સુદાનના આરોગ્ય અધિકારીઓએ આપી હતી. સુદાનમાં સેના સામે લડતા કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ ઓમદુરમન શહેરના એક બજાર પર હુમલો કર્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેપિડ સપોર્ટ ફોર્સે શનિવારે સબરીન માર્કેટ પર હુમલો કર્યો હતો, જેમાં 54 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં…
અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું (જી.એન.એસ) તા. 2 ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ એક પ્રેસ વાર્તામાં જ તેઓ રડવા લાગ્યા હતા. શનિવારે અવધેશ પ્રસાદે અયોધ્યામાં દલિત યુવતીની ઘાતકી હત્યા અંગે પીડિત બાળકીના પરિવારને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. આપને જણાવી દઈએ કે અયોધ્યામાં શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક યુવતીનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે યુવતીના લોહીથી લથપથ કપડાં પણ મળી આવ્યા હતા. બળાત્કાર બાદ હત્યાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો…
