Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
થોડા દિવસ પહેલા પકડવામાં આવેલ શંકાસ્પદ ઘી અને પનીરના સ્ટોક ની તપાસમાં મળ્યું નવું લોકેશન (જી.એન.એસ) તા. 2 સુરત, થોડા દિવસો અગાઉ સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ જેટલા સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરત જિલ્લાના જોળવા ગામ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી આ ફેક્ટરીના ગોડાઉનમાંથી વધુ શંકાસ્પદ ઘીનો 14 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીના ગોડાઉનમાંથી જ સીટી અને જિલ્લામાં ઘી સપ્લાય કરાતું હોવાનું અનુમાન છે. આ સાથે જ ઘીમાં કલર અને વનસ્પતિ એસેન્સનો ઉપયોગ થતો હોવાની શંકા છે તેના…
(જી.એન.એસ) તા. 2 બલુચિસ્તાન, પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 18 સૈનિકો અને 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, શુક્રવારે હરનાઈ જિલ્લામાં એક કાર્યવાહીમાં અગિયાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કલાત જિલ્લામાં રાતોરાત પ્રારંભિક અથડામણમાં બાર અન્ય લોકો માર્યા ગયા હતા. તાજેતરના સમયમાં બલુચિસ્તાનમાં આતંકવાદી એન્કાઉન્ટરની ઘટનાઓમાં વધારો થયો છે તેને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે, આતંકવાદીઓએ કલાત જિલ્લાના મંગોચરના સામાન્ય વિસ્તારમાં રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ISPR એ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન 18…
(જી.એન.એસ) તા. 2 ઓમદુરમાન, છેલ્લા ઘણા સમયથી સુદાનમાં સેના સામે લડી રહેલા એક કુખ્યાત અર્ધલશ્કરી જૂથે ઓમદુરમાન શહેરના એક બજારમાં હુમલો કર્યો છે, જેમાં 54 લોકોના મોત થયા હતા. આ માહિતી સુદાનના આરોગ્ય અધિકારીઓએ આપી હતી. સુદાનમાં સેના સામે લડતા કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ ઓમદુરમન શહેરના એક બજાર પર હુમલો કર્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેપિડ સપોર્ટ ફોર્સે શનિવારે સબરીન માર્કેટ પર હુમલો કર્યો હતો, જેમાં 54 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 158 ઘાયલ થયા હતા. આ હુમલાની ઘટના બાદ મીડિયા સૂત્રો તરફથી મળતા સમાચાર મુજબ સરકારી…
(જી.એન.એસ) તા. 1 ડાકોર, ભગવાન રણછોડરાયના ધામ ડાકોરમાં જુગાર રમતા તેર લોકોની મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ધરપકડ કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC ની ટીમને માહિતી મળી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 13 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેતી પોલીસે રૂ.40,030 રોકડા અને ચાર વાહનો તથા 10 મોબાઈલ મળીને કુલ રૂ. 1,84,530 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને બાદમાં ડાકોર પોલીસને સોંપવામાં…
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાતના 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (GIDC MD) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. વિનોદ રાવને પ્રમોશન સાથે મજૂર અને કૌશલ્ય વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પી. સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે.…
(જી.એન.એસ) તા. 1 ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને BCCI નો લાઈફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. BCCI ના વાર્ષિક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈમાં બોર્ડના વાર્ષિક સમારંભમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવશે. ભારત માટે 664 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર 51 વર્ષીય તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. બોર્ડના એક સૂત્રએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, “હા, તેમને વર્ષ 2024 માટે સીકે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળશે.” ઉલ્લેખનીય છે કે, તેંડુલકરની 200 ટેસ્ટ અને 463 વનડે મેચ ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા રમાયેલી સૌથી વધુ છે. તેમણે 15,921 ટેસ્ટ રન બનાવ્યા અને…
(જી.એન.એસ) તા. 1 પુણે, મહારાષ્ટ્રમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમ (GBS) ના કેસોમાં વધારો નોંધાયો છે, જેના કારણે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. 149 શંકાસ્પદ દર્દીઓમાંથી 124 દર્દીઓમાં GBS વાયરસની પુષ્ટિ થઈ છે. હાલ 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 3 નવા દર્દીઓ મળી આવ્યા છે. મોટાભાગના કેસ પુણે અને પિંપરી ચિંચવડ નજીકના છે.એવું નથી કે જીબીએસ વાયરસના કેસ માત્ર મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે પરંતુ તે અન્ય રાજ્યોમાં પણ નોંધાઈ રહ્યા છે. તાજેતરમાં, આસામમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ (GBS) ના કારણે 17 વર્ષની છોકરીનું મૃત્યુ નોંધાયું હતું. આ સીઝનમાં આસામમાં…
(જી.એન.એસ) તા. 1 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઈંક નવું જોવા મળ્યુ; ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T-20 ઈન્ટરનેશનલ મેચમાં આ અનોખું પરાક્રમ થયું છે. હર્ષિત રાણાએ T-20 ઇન્ટરનેશનલમાં શિવમ દુબેની જગ્યાએ કન્સશન સબસ્ટિટ્યૂટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. હર્ષિત પુણે આવ્યો અને સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું. ચાર ઓવરના સ્પેલમાં હર્ષિતે મેચની આખી વાર્તા બદલી નાખી. ભારતીય ટીમની 19મી ઓવરમાં એક બોલ શિવમ દુબેના માથા પર વાગ્યો. દુબેએ બેટિંગ પૂરી કરી, પરંતુ મેદાનમાં પ્રવેશ કર્યો નહીં. શિવમની જગ્યાએ હર્ષિત રાણા કન્સશન સબસ્ટિટ્યુટ તરીકે મેદાનમાં આવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમારે ઇનિંગની 12મી ઓવર હર્ષિતને આપી. હર્ષિતે આવતાની સાથે જ પોતાનો જાદુ ફેલાવી દીધો અને બીજા…
(જી.એન.એસ) તા. 1 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર BRICS દેશો પર ટેરિફ લાદવાની ચેતવણી આપી છે. ટ્રમ્પે આક્રમક સ્વરમાં કહ્યું કે બ્રિક્સ દેશોએ બરાબર સમજવું જોઈએ કે તેઓ યુએસ ડોલરનું સ્થાન લઈ શકતા નથી. જો આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા આ દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. ભારત પણ બ્રિક્સ દેશનો એક ભાગ છે. બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મુદ્દાઓ પર કડક પગલાં લેવામાં આવ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોસિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું કે બ્રિક્સ દેશોને ખાતરીની જરૂર છે કે તેઓ ન તો નવી બ્રિક્સ…
(જી.એન.એસ) તા. 1 રિયાલિટી શો ‘MTV રોડીઝ XX’ ની ગેંગ લીડર અને અભિનેત્રી નેહા ધૂપિયા અચાનક શોના સેટ પર બેભાન થઈ ગઈ હતી. જોકે તેને ભાનમાં આવીને અને સ્વસ્થ થયા બાદ લોકોને વિશ્વસ અપાવ્યો કે તે એકદમ તંદુરસ્ત છે. સાથે જ નેહાએ શોની શૂટિંગને પણ બંધ નથી થવા દીધું અને કામ કરતી રહી. નેહા ધૂપિયાએ કહું કે ‘નાની હેલ્થ પ્રોબ્લેમ’ હતી. આમાં પરેશાન થવાની જરૂર નથી. તેને સ્ટે પર થોડો બ્રેક લીધો અને પછી પાછી કામ પર લાગી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે રિયાલિટી શો ‘રોડીઝ’ ના કારણે નેહાનું શેડ્યૂલ બીઝી ચાલી રહ્યું છે. અભિનેત્રી એ રોડીઝ ઓડિશન માટે…
