Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, ફેબ્રુઆરી 2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અને મધ્યસત્ર પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમમેદવારો ના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લાની વલસાડ, પારડી અને ધરમપુરના કુલ 24 વોર્ડની 96 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ ભાજપે 40 ટકા મહિલાઓને ટિકિટ આપી છે. આમ ભાજપે પાયાના સ્તરથી જ મહિલાઓને વધારે ટિકિટ આપવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આ ઉમેદવારો માટે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આ ઉમેદવારો નક્કી કર્યા છે. ગાંધીનગર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોમાં ભાજપે 50 ટકા ઉમેદવાર તરીકે મહિલા પર પસંદગી ઉતારી…
(જી.એન.એસ) તા. 31 વડોદરા, ફરી એક વાર ગુણખોરીને ડામવા માટે સ્ટ્રકતાથી કામ કરતી વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, જર્મનીથી ઓપરેટ થતો ‘જીવન ફૌજી’ ગેંગનો સભ્ય ઝડપી પડાયો છે. આ વ્યક્તિએ પંજાબના વેપારી પર ફાયરીંગ કર્યા બાદ વડોદરામાં પ્રવેશ કર્યો હતો. આ ગેંગસટરની ધરપકડ સાથે સંલગ્ન એજન્સીની મહિલા અધિકારી અને અન્ય એક વ્યક્તિની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, જેમણે પંજાબના ગેંગસ્ટરને નોકરી આપવાનું કાવતરુ કર્યુ હતું. પોલીસ દ્વારા પ્રારંભિક તપાસમાં જણાયું છે કે, આ વ્યક્તિ મુખ્યત્વે ખતરનાક ગુનાઓ સાથે સંલગ્ન હતો. આ વ્યક્તિ વડોદરામાં ખાનગી મોલમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતો હતો, જ્યારે પંજાબના ગેંગસ્ટરને નોકરી આપનાર…
(જી.એન.એસ) તા. 31 ફિરોઝપુર, પંજાબના ફિરોઝપુરમાં એક ભયંકર થયો હતો જેમાં બોલેરો પિકઅપ અને કેન્ટર વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મૃત્યુના સમાચાર છે તો 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી અને રોડ સેફટી ફોર્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ અકસ્માત ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર થયો હતો. આ અકસ્માત અંગે પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મજૂરો બોલેરો પિકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. તે ફિરોઝપુરથી કોઈ ગામ તરફ જઈ રહ્યા હતા. તે પિકઅપ…
(જી.એન.એસ) તા. 31 ભારત સામે ઈંગ્લેન્ડની ચોથી T20 મેચ પહેલા ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફિટ થઈ ગયો છે અને આગામી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ શુક્રવારે પૂણેમાં રમાશે. રિંકુ સિંહને બીજી અને ત્રીજી મેચમાં કમરમાં ખેંચાણના કારણે આરામ આપવામાં આવ્યો હતો. નીતિશ કુમાર રેડ્ડી સાઇડ સ્ટ્રેનને કારણે બહાર છે અને તેમને ACAમાં જવાની સલાહ આપવામાં આવી છે. પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રિંકુ સિંહની કમરમાં જકડાઈ હતી. તેને બીજી અને ત્રીજી મેચ…
પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત (જી.એન.એસ) તા. 31 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે. ઘણા લોકો દટાઈ જવાનો ભય છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે બપોર ના સમયે સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલ પીપા પુલ અચાનક તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો…
સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ 1 લાખ કરોડથી વધુ દાવાઓ પર પ્રક્રિયા, 5.9 કરોડ ખેડૂતોને લાભ 2014-15 થી 2023-24 દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો 41 ટકાથી વધીને 57 ટકા થયો (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, કૃષિ ઉત્પાદકતા અને આવક સુધારવા માટે તમામ ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગોને પર્યાપ્ત ધિરાણ સહાય પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવાયું છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે માર્ચ 2024 સુધીમાં, દેશમાં ₹9.81 લાખ કરોડની લોન બાકી છે તેવા 7.75 કરોડ કાર્યરત કિસાન ક્રેડિટ કાર્ડ…
USના સેનેટની સુનાવણીમાં FBI ચીફ કાશ પટેલના શરૂઆતનાં શબ્દો હતા ‘જય શ્રી કૃષ્ણ’ (જી.એન.એસ) તા. 31 વોશિંગ્ટન, ભારતીય મૂળના કાશ પટેલને જાય છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે FBI ચીફ પદ માટે નોમિનેટ કર્યા છે. જણાવી દઈએ કે તેઓ આ સંદર્ભમાં કન્ફર્મેશન હિયરિંગ માટે સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સમિતિના સભ્યો સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. જ્યારે તેઓ સમિતિ સમક્ષ હાજર થયા હતા, ત્યારે તેમના માતા-પિતા અને તેની બહેન પણ એ હોલમાં હાજર હતા. કાશ પટેલે કમિટીના સભ્યો સાથે તેમના માતા-પિતાનો પરિચય કરાવ્યો અને જય શ્રી કૃષ્ણ કહીને તેમના મોટા-પિતાનું સ્વાગત કર્યું. સેનેટની જ્યુડિશિયલ કમિટી સમક્ષ હાજર…
એક અઘોરી સાધુને જોયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે (જી.એન.એસ) તા. 31 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જોયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો દાવો છે કે તેનો પતિ 27 વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી રહ્યો છે, પત્ની તેના ખોવાયેલા પતિને શોધવા માટે તેના બે પુત્રો સાથે કુંભ પહોંચી છે, તેણી તેને મળી છે પરંતુ વાર્તાએ અલગ વળાંક લીધો છે. આ મામલે મળતી માહિતી અનુસાર, ઝારખંડના એક પરિવારે દાવો કર્યો છે કે તેમને પ્રયાગરાજના કુંભ મેળામાં તેમના ખોવાયેલા એક…
સુસાઈડ નોટમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને અન્ય 5 લોકો પર આરોપ લગાવવામાં આવ્યા (જી.એન.એસ) તા. 31 ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલમાં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પાયલ મોદીએ ઘરમાં રાખેલા ઉંદરનું ઝેર ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.. જે બાદ તેમને બંસલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાયલની હાલત હજુ પણ નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાયલે કયા કારણોસર ઝેર પીધું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે. પાયલની કથિત…
(જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરિંગ સેલની કચેરીમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે. આ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી આશિષ અગ્રવાલ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા અને ગાંધીનગર જિલ્લાઓમાં સંગઠિત ગુના આચરતી ટોળકીના આશિષ ઉર્ફે આસુ આર.અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધવ સિંધી ઉદવાણી સહિતમા 10 શખ્સોની ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ એક્ટ(GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચટોળકી સામે દાખલ થયેલા ગુનાઓમાં પ્રોહિબિશન અને આઈપીસી…
