Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
હવામાન વિભાગે ફરી એક વાર કરી મોટી આગાહી (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, હવામાન વિભાગે ફરી એક વાર મોટી આગાહી કરી છે, આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે સાથેજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, 1 ફેબ્રુઆરી સુધી રાત્રિ/સવારના કલાકો દરમિયાન ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. 31 જાન્યુઆરી સુધી પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો…
(જી.એન.એસ) તા. 31 બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે અને શાહિદ પણ જોરશોરથી તેનું પ્રમોશન કરી રહ્યો છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને જો તમે તેને જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ રિવ્યુ વાંચો અને જાણો ફિલ્મ કેવી છે. આ સ્ટોરી દેવા પર આધારિત છે જે મુંબઈનો સ્ટાર પોલીસમેન છે અને તે કોઈથી ડરતો નથી. એક દિવસ દેવા એક મોટા ગેંગસ્ટર પ્રભાત જાધવને મારી નાખે છે અને તેનો શ્રેય તેના મિત્ર એસીબી રોહન (પાવેલ ગુલાટી)ને આપે છે. જ્યારે રોહન એવોર્ડ લેવાનો હતો…
22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2024ના તારણોની સમીક્ષા કરી (જી.એન.એસ) તા. 31 નવી દિલ્હી, જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) એ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ (SSG) 2024ના તારણોની સમીક્ષા કરવા અને ફેબ્રુઆરીમાં શરૂ થનારી આગામી વાર્ષિક અમલીકરણ યોજના (AIP) 2025-26 માટે વ્યૂહાત્મક આયોજનની ચર્ચા કરવા માટે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક બોલાવી હતી. આ પ્લેટફોર્મે SSGના તારણોમાંથી ઉદ્ભવતી મુખ્ય ભલામણો પર નિખાલસ ચર્ચાઓને સરળ બનાવી, સંપૂર્ણ સ્વચ્છતા તરફ પ્રગતિને વેગ આપવા માટે પુરાવા-આધારિત અભિગમ સુનિશ્ચિત કર્યો, જેમાં કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ સહિતની વ્યવસથા સામેલ છે. મીટિંગનું મુખ્ય આકર્ષણ SBM એકેડેમીના WhatsApp સંસ્કરણનું લોન્ચિંગ હતું, જે તાલીમ સામગ્રી સાથે સુલભતા અને જોડાણ વધારવા તરફ એક નવીન પગલું…
(જી.એન.એસ) તા. 31 અમદાવાદ, અમદાવાદની ઘાટલોડિયા પોલીસે ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી, આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા પોલીસ દ્વારા ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનું નામ પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત છે અને તે મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યનો દીકરો છે. પ્રદ્યુમનસિંહનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. પોતે ઘરથી કંટાળીને અમદાવાદ આવ્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરીને થલતેજમાં ભાડાનાં મકાનમાં રહે છે. આરોપીએ ગુરુકુળ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ…
નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મોટી જાહેરાત કરી (જી.એન.એસ) તા. 30 પુષ્પા 2 ધ રુલમાં અલ્લુ અર્જુન સિવાય રશ્મિકા મંદાના , ફહદ ફાઝિલ, રાવ રમેશ, જગપતિ બાબુ, અનસુયા ભારદ્વાજ અને સુનીલ સહિત અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. માઈથ્રી મુવી મેકર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નુર્દેશન સુકુમારે કર્યું છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ મોટા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અંદાજે 1232 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસ પર ઐતિહાસિક કમાણી કરનાર ‘પુષ્પા 2’ OTT પર રિલીઝ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આ એક્શન ડ્રામાનું રીલોડેડ વર્ઝન OTT પર સ્ટ્રીમ…
(જી.એન.એસ) તા. 30 પ્રયાગરાજ, બોલ્ડ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે મૌની અમાવસ્યાના અવસર પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ડુબકી લગાવવ પહોંચી હતી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. પૂનમ આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂનમ પાંડેએ તેને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. જોકે, પૂનમ પાંડેએ સંગમ કિનારે પહોંચવા માટે સ્કૂટીની સવારી લીધી. તેમણે ચાહકો સાથે ભીડનો નજારો પણ શેર કર્યો. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે લોકોની ભીડ પવિત્ર ડૂબકી લગાવવા માટે સતત પહોંચી રહી…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત (જી.એન.એસ) તા. 30 નવી દિલ્હી, સૂત્રો દ્વારા મળી રહેલા રિપોર્ટ અને અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફક્ત 3 અઠવાડિયા બાકી છે અને આ સમયે તમામ ધ્યાન એ વાત પર છે કે શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાહોર અને કરાચીના સ્ટેડિયમ સમયસર તૈયાર…
(જી.એન.એસ) તા. 30 ઓડિશા, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવમાં એઆઈ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત પોતાનું Generative AI લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ આવનારી જનરેટિવ AI ચીની સ્ટાર્ટઅપ DeepSeek અને OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરશે. જનરેટિવ AI એટલે મૂળભૂત રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું એક સંસ્કરણ છે. જનરેટિવ AI મશીન લર્નિંગ મોડેલ્સનો ઉપયોગ કરીને પ્રોમ્પ્ટ્સના આધારે નવી સામગ્રી જનરેટ કરે છે. આ સામગ્રી ટેક્સ્ટ, ફોટોઝ, વિડિયોઝ વગેરે જનરેટ કરે છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશામાં AI ડેટા સેન્ટર સ્થાપવાની યોજના વિશે વાત કરી છે. આ નિર્ણય ભારતના AI ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં એક…
ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ, ગુજરાત સરકારે ઝીરો એફઆઈઆરને 100% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું (જી.એન.એસ) તા. 30 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB)ના મહાનિર્દેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ…
મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બાદ લૂમ દોડાદોડી (જી.એન.એસ) તા. 30 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજના અતિપવિત્ર મહાકુંભમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની હતી. મહાકુંભના સેક્ટર 22 માં અચાનક આગ લાગી જોઈને તેના કારણે ભક્તો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ મામલે માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો અને તેના થોડાક સમયમાં તેઓ સફળ રહ્યા હતા. જો કે આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા. મહાકુંભનો સેક્ટર 22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુંસીના નાગેશ્વર ઘાટ વચ્ચે આવેલો છે, જ્યાં આ ઘટના બની હતી.…
