Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 3 પોરબંદર, પોરબંદરનાં બખરલા ગામે જૂના વિવાદની અદાવત રાખીને રાતના સમયે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. જો કે એવો પણ આરોપ છે કે મૃતક મેરામણ અર્જુન મોઢવાડિયાનાં ટેકેદાર મૂળુ મોઢવાડિયાની હત્યામાં સામેલ હતો. પોરબંદરમાં મેરામણ સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. કુખ્યાત મેરામણ ખુંટી હિસ્ટ્રીશીટર ગુનેગાર હતો. આ ઘટનાની વાત કરી તો બખરલા ગામે રાના સમયે ભીમા દુલા ઓડેદરાનાં ભાણેજ મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરવામાં…
(જી.એન.એસ) તા. 3 વિશ્વમાં પ્રખ્યાત 67મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરેના ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટ્રેવર નોહ દ્વારા કરવામાં આવ્યું હતું. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું. ‘કાઉબોય કાર્ટર’ માટે બેયોન્સેને બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ મળ્યો. સબરીના કાર્પેન્ટરને શ્રેષ્ઠ પોપ વોકલ આલ્બમનો એવોર્ડ મળ્યો.
(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ના હસ્તે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ 2025ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન 5 ફેબ્રુઆરી (દિલ્હી વિધાનસભા માટે મતદાનને કારણે), 20 અને 21 ફેબ્રુઆરી (રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાતીઓના સંમેલનને કારણે) અને 14 માર્ચ (હોળીને કારણે) બંધ રહેશે. અમૃત ઉદ્યાન નીચેના દિવસોમાં ખાસ શ્રેણીઓ માટે ખુલ્લું રહેશે:- બાગમાં બુકિંગ અને પ્રવેશ મફત છે. બુકિંગ https://visit.rashtrapatibhavan.gov.in/ પર કરી શકાય છે. વોક-ઇન એન્ટ્રી…
(જી.એન.એસ) તા. 2 પલક્કડ, યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. કેરળની એક કોર્ટે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કેરળની પલક્કડ જિલ્લા અદાલતે બંનેની ગેરહાજરીને કારણે તેમની સામે વોરંટ જારી કર્યું છે. કેરળના ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા દિવ્યા ફાર્મસી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ કેસમાં તે હાજર થયો ન હતો. કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને 15મી ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ કર્યો છે. અગાઉ, 1 ફેબ્રુઆરીએ, કોર્ટે આ આરોપીઓ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેથી તેઓ કોર્ટમાં હાજર થઈ શકે. આ કેસ દિવ્યા ફાર્મસી દ્વારા પ્રસારિત કરવામાં આવેલી…
(જી.એન.એસ) તા. 2 બલુચિસ્તાન, પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 18 સૈનિકો અને 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, શુક્રવારે હરનાઈ જિલ્લામાં એક કાર્યવાહીમાં અગિયાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કલાત જિલ્લામાં રાતોરાત પ્રારંભિક અથડામણમાં બાર અન્ય લોકો માર્યા ગયા હતા. તાજેતરના સમયમાં બલુચિસ્તાનમાં આતંકવાદી એન્કાઉન્ટરની ઘટનાઓમાં વધારો થયો છે તેને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાને આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે, આતંકવાદીઓએ કલાત જિલ્લાના મંગોચરના સામાન્ય વિસ્તારમાં રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ISPR એ જણાવ્યું હતું કે ઓપરેશન દરમિયાન 18…
વાદળો અને વરસાદ વચ્ચે તાપમાનનો પારો નીચે ગગળશે (જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, 2 ફેબ્રુઆરીથી દેશની રાજધાની દિલ્હી સહિત આસપાસના રાજ્યોમાં વાદળો અને વરસાદ વચ્ચે તાપમાન નરમ પડવાનું શરૂ થશે. 3 અને 4 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે અને તેના પછી ઠંડીનો પણ ચમકારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે આ રાજ્યોમાં હવામાનમાં ફેરફારના સંકેત આપ્યા છે. 3જીથી 5મી ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જેના કારણે વાદળોની અવરજવર સાથે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવન પણ ફૂંકાશે, જેના કારણે તાપમાન ઘટી શકે છે. કાનપુર, પ્રયાગરાજ, લખનૌ, બાંદા,…
(જી.એન.એસ) તા. 2 ધર્મગઢ, કરોડોની લૂંટમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગને પકડવામાં ઓરિસ્સાની કાલાહાંડી પોલીસને સફળતા મળી છે, જેમાં આઠ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમ કબ્જામાંથી 3.51 કરોડ રૂપિયાની રોકડ, હથિયારો અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલા બધા ગુનેગારો ઝારખંડના છે. અગાઉ, 30 જાન્યુઆરીના રોજ ધર્મગઢ વિસ્તારમાં એક સ્થાનિક દેશી દારૂના એકમમાંથી અજાણ્યા બદમાશોએ રોકડ લૂંટી લીધી હતી. રાત્રે, ઘાતક હથિયારોથી સજ્જ આશરે આઠ લૂંટારુઓ પરિસરમાં ઘૂસી ગયા હતા અને સ્ટાફને હથિયારોથી ધમકાવીને ગુનો કર્યો હતો. જેના પછી પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદોએ ઝારખંડ નોંધણી નંબર…
તા.૦૧ ફેબ્રુઆરીના રોજ ચાર વાહનો મળી આશરે ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો (જી.એન.એસ) તા. 2 ગાંધીનગર, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં તા.૦૧/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રિ થી લઇ દિવસના સમય સુધી વાહન ચેકીંગની કામગીરી અલગ-અલગ વિસ્તારમાં હાથ ધરી સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪વાહનો જપ્ત કરવામાં આવેલ છે.જયાં કલોલ ખાતેથી ડમ્પર નં. GJ-24-X-4031માં ૨૮.૦૪૦ મે.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતા, મોટી ભોયણ,કલોલ ખાતે વાહન ડમ્પર નં. GJ-18-BT-2657માં૩૧.૮૮૦ મે.ટનસાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત…
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને ચીન સામે નવા ટેરિફ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા (જી.એન.એસ) તા. 2 મેક્સિકો, અમેરિકા દ્વારા મેક્સિકન માલસામાન પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમણે દેશના અર્થતંત્ર મંત્રીને મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર પ્રયાસ કર્યો છે. તેમણે ઓક્ટોબરમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમની સરકારના કામની પ્રશંસા કરી હતી. શેનબૌમે જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન, ઘાતક સિન્થેટિક ઓપીયોઇડ ફેન્ટાનાઇલના 20 મિલિયન ડોઝ જપ્ત કરવામાં આવ્યા હતા, અને ડ્રગ હેરફેરના આરોપી 10,0000 થી વધુ…
(જી.એન.એસ) તા. 2 બીજાપુર, શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં 8 નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ તમામ મૃતદેહો પણ મળી આવ્યા છે. સવારે 8 વાગ્યાથી નકસલવાદીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ (DRC), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની બટાલિયન નંબર 222 અને CRPFની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA)ની 202મી બટાલિયન દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયું હતું. હુઈ પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સવારે 8.30 વાગ્યે શરૂ થયું હતું અને હજુ પણ ઓપરેશન ચાલુ છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ…
